અમેરિકામાં રહેતા ભારતીયો માટે ગ્રહોનો સંકેત, ડરો નહિ રાહ જુઓ, સહુ સારા વાના થઇ જશે
મિસ્ટર ટ્રમ્પ અમેરિકાની ગાદી પર બિરાજમાન થઇ ગયા છે. 7 મુસ્લિમ દેશોને તો તેમણે આવતાં વ્હેત જ અમેરિકામા પ્રવેશ માટે 90 દિવસની બંધી લગાવી દીધી છે. તો વળી નવા કાયદા પસાર કરીને મિડીયાને અને તેમની સામે અવાજ ઉઠાવી શકે તેવા લોકોને માપમાં રહેવાની તાકીદ કરી દીધી. તો વળી તેમના આગમનના કારણે અમેરિકામાં એશિયનો અને મેક્સિકન્સની સામે પોતાને ઓરિજીનલ અમેરિકન ગણાવતા લોકોએ પણ બાંયો ચઢાવી છે. ટ્રમ્પનો રશિયા પ્રેમ જાણીતો છે. તો વળી યુરોપના દેશોને ટ્રમ્પના આ વલણ સામે વાંધો છે. પણ ખુદના જ આર્થિક અંધાધૂધીપણાંમાં ગળાડૂબ યુરોપિયન દેશો પાસે અમેરિકાની નીતિનો વિરોધ કરવાની ફૂરસત નથી. ત્યારે નવા કાયદા મુજબ ગ્રીનકાર્ડ, પીઆર, રેસિડન્સી, વર્ક વિઝા કે પછી વિઝીટર વિઝા પર અમેરિકા ગયેલા લોકો માટે હાલના ગ્રહયોગો શું કહે છે. તેમના માટે અમેરિકામાં રહેવું સલામત છે કે કેમ આ સવાલ પણ શ્રીનિવાસન નામના એક ભારતીય એન્જિનીયરની હેટ ક્રાઇમના પૂજારી એવા નેવીના એક રિટાર્યડ અફસર દ્વારા કરાયેલી હત્યાના કારણે ભારતમાંથી યુએસ ગયેલા લોકોના મનમાં ધાક પેસી ગઇ છે. કેટલાય પરિવારો ભારતમાંથી પોતાના અમેરિકા વસતાં સ્વજનોને ફોન કરીને ખબર પૂછવા સાથે ચિંતા જતાવી રહ્યા છે. આવા સમયે ગ્રહોની દૃષ્ટિએ એ જોવું ઘણું જરૂરી છે કે ભારતીય તરીકે આઇડેન્ટીટી ક્રાઇસીસ અનુભવતા, ન ગોરા કે ન અશ્વેતમાં ગણાતા, ઉચ્ચારોના કારણે તરત જ ઓળખાઇ જતાં, વળતો હુમલો કરવાની ન્યૂસન્સ વેલ્યુ ઝીરો લેવલ પર ધરાવતા ભારતીયો હેટ ક્રાઇમના સૌથી પહેલા શિકાર બને તેમાં નવાઇ નથી.
ઓળખના અને અમેરિકામાં કાયદેસર આવ્યા હોવાના પુરાવા સતત સાથે રાખીને ફરવું, અને જરા જેટલી ચૂંક થાય તો જેલમાં જવાની નોબત આવે તેવું વાતાવરણ ટ્રમ્પના આવ્યા પછી સર્જાયું છે. તમામ વિભાગના અધિકારીઓને રસ્તામાં કોઇને પણ પકડીને તેનું આઇકાર્ડ કે વિઝા વિશે પૂછવાની અને પૂછ્યા પછી જો સંતોષકારક જવાબ ન મળે તો તેમને જેલમાં નાંખી દેવાનો અધિકાર અમેરિકાનો નવો કાયદો આપવાનો છે તેવી વાતોમાંથી સાચું શું માનવું અને અમેરિકમાં રહેવું કે નહિ, તે સવાલોના બવંડરમાં ફસાયેલા અપ્રવાસી અમેરિકન્સ ભારતીયો માટે મોટી મૂંઝવણ છે. વળી એક અંદાજ મુજબ અમેરિકામાં કાયદેસર થવાની રાહ જોતા અને ગેરકાયદે વસી ગયેલા ભારતીયો પણ મોટી સંખ્યામાં છે. તેનો આંકડો પણ ઘણો મોટો છે. તો વળી એચ1 વિઝા પર જઇને ત્યાં રહી જવાની નેમ રાખતા પણ કેટલાય યુવાનોનું અમેરિકાનું સપનું જાણે હાલના સંજોગોમાં તૂટી રહ્યું છે. તો શું છે ગ્રહોની ગતિ કે હવે ક્યાં સુધી આવી અનિર્ણાયકતાનો દોર શરૂ થયું છે.
હાલમાં ગુરુ અને શનિનો દશમ ચતુર્થકમ યોગ શરૂ થયો છે. જ્યારે શનિ અને રાહુનો નવમ પંચમ યોગ ગોચરમાં ચાલી રહ્યો છે. જૂન મહિના પછી ગુરુ કે જે દુનિયાના જમાદાર બનવા ઇચ્છતા અમેરિકાની પોલિસીઓનો કારક છે. તો વળી ટ્રમ્પની કુંડળીમાં સિંહ લગ્ન છે અને તેમની લગ્ન સ્થાનમાં જ હાલમાં રાહુ પસાર થાય છે. જે આક્રમકતા અને ઝનૂનનો કારક છે. તેમના તુઘલગી વિચારોને વેગ મળે અને તે તેમને મળેલી સત્તાનો તરંગી વિચારો મુજબ જ અમલ કરવાનું આગામી સપ્ટેમ્બર મહિના સુધી ચાલુ જ રાખે તેવો યોગ છે. વળી તેમના ગ્રહો મુજબ 10મા સ્થાનમાં સૂર્ય રાહુનો ગ્રહણ યોગ અને ચોથા સ્થાનમાં ચંદ્ર અને કેતુનો ગ્રહણ યોગ થાય છે. ચંદ્ર અને કેતુના કારણે તમનો જેટલો વધારે વિરોધ થશે તેટલું તેને વધારે ઝનૂન ચઢે અને તે અમેરિકા ફર્સ્ટના નારાને વધુ બુલંદ બનાવે તેવા યોગ પણ દેખાઇ રહ્યા છે. બીજી તરફ અમેરિકાના સમાન્ય લોકોના મનમાં પણ 9-11ના હુમલા બાદ તમામ એશિયનો તરફ શંકાથી જોવાનું વલણ હતું. ઓબામાના સમયમાં ગુરુના કર્ક ભ્રમણ દરમ્યાન તે હળવું બન્યું હતું પણ હાલમાં ગુરુ અને રાહુનો ચાંડાળ યોગ સર્જાયો હતો તે દરમ્યાન ફરીથી એ લાગણી બળવત્તર બની છે. તેમના મનમાં ટ્રમ્પની જીત અને તેમની અમેરિકામાં વસીને અમેરિકનોના ભોગે નોકરી મેળવી લેતા ભારતીયો પણ નિશાન બની શકે તેમ છે.
જૂન મહિનાની 21મીએ શનિ વક્રી ગતિએ પુનઃ વૃશ્ચિક રાશીમાં પ્રવેશ કરશે ત્યારે ભારતીયો માટે સ્થિતી વધારે કથળે તેવો યોગ છે. વૃશ્ચિક રાશીનું નિશાન વિંછી છે. જે ડંખ મારવાનો સ્વભાવ ધરાવે છે. શનિ દંડનાયક છે. તે દંડ કરવાનો સ્વભાવ ધરાવે છે. આથી આ સમયગાળામાં છેક 26મી ઓક્ટોબર સુધીનું શનિનું વક્રી ભ્રમણ અમેરિકામાં વસતા તમામ ભારતીયો માટે અસલામતી અને ચિંતાભર્યો સમય રહેશે.
શનિના ભ્રમણની સાથે સાથે ગુરુનું કન્યા રાશીમાં ભ્રમણ થોડા રાહતના સમાચાર આપે પણ તેની અસર ઝાઝી ટકે તેમ નથી. વળી સિંહ રાશીમાં રાહુ સૂર્યના ઘરમાં પુરે પુરી શત્રુતા નિભાવે. ટ્રમ્પના જન્મના મંગળ પરથી રાહુનો પ્રભાવ નફરતના ફેલાવા માટે તેમને નિમિત્ત બનાવે તેમ છે. રાહુ ઓક્ટોબરમાં બદલાશે, ગુરુ સપ્ટેમ્બરમાં બદલાશે અને ઓક્ટોબરમાં શનિ પણ બદલાશે. આ મુખ્ય પ્રવાહમાં ફેરફાર લાવવામાં સક્ષમ ગણાતા ત્રણ ગ્રહો બદલાયા બાદ પરિસ્થિતીમાં ફેરફાર આવવાની શરૂઆત થશે.
ભારતીયોને વિઝા નહિ આપવા, નવા એચવન વિઝા નહિ ઇસ્યૂ કરવા, લોટરીનો ક્વોટા ઘટાડી દેવો, રસ્તે જતા સામાન્ય ભારતીયને અમેરિકામાં સેકન્ડ સિટિઝનનું ફિલ કરાવવું, જાહેર સ્થળોએ અપમાનજનક ટિપ્પણી કરવી અને આવા અન્ય કેટલાય હથગંડા દ્વારા ભારતીયો માટે અત્યાર સુધીનું ડ્રિમલેન્ડ ગણાતું અમેરિકા હેલ બની જાય તેવી સ્થિતી કદાય ઓક્ટોબર સુધીમાં સર્જવામાં આવે તેવી શક્યતા છે. પણ તેની સામે ભારતીયોની મહેનત, કુશળતા અને નિરૂપદ્રવીતાના કારણે તેઓ જે દેશોમાં ગયા છે ત્યાંના થઇને રહ્યા છે. તેમના માટે અન્ય દેશોએ દરવાજા ખોલવાની જાહેરાત કરી જ દીધી છે. એપલ, માઇક્રોસોફ્ટ અને ઇન્ટેલ જેવી કંપનીઓએ પણ તેમના પ્રોડક્શન હાઉસ અન્ય દેશોમાં ખસેડવાની ધમકી આપી જ દીધી છે તે જોતાં ગુરુના તુલા રાશીમાં જતાં અમેરિકાને અને તેના તરંગી પ્રમુખને પોતાની ભૂલ સમજાય તેવી શક્યતા છે. તેઓ તેમની પોલિસીમાં તાત્કાલિક ફેરફાર લાવે અને ભારતીયોને ફરીથી વધુ ક્વોટામાં વિઝા આપવાની નિતી લાવે તેમ પણ દેખાઇ રહ્યું છે.
ભારતની રાજદ્વારી આલમ પણ આ મુદ્દે ગુરુના તુલા રાશીમાં સપ્ટેમ્બરમાં ભ્રમણ શરૂ થયા બાદ સક્રીય થાય. હાલના ગ્રહો અને સપ્ટેમ્બર પછીના ગ્રહો જોતાં એવું લાગી રહ્યું છે કે હાલમાં જે સ્થિતી છે તે હંગામી છે. અમેરિકા અને ભારતીય વચ્ચેના સબંધો લાંબાગાળાના અને માથા સાથે કાન જડ્યા હોય તેવા છે. હાલની સ્થિતી જોતાં જો બધા ભારતીયો અમેરિકા છોડવાનું નક્કી કરે તો તેમના માટે પણ શક્ય નથી અને અમેરિકાને પણ ભારતીયોને કાઢી મૂકવાનું પોસાય તેમ નથી. સત્તા ગ્રહણ કર્યા બાદ પોતાને મત આપનારા લોકોને પોતે આપેલા વચનો પર તેઓ અડગ અને કૃત નિશ્ચયી છે તે બતાવવા માટેનું ટ્રમ્પનું આ ગિમીક જ છે. તેમને પણ ખબર છે અમેરિકાને પોતાના ઓરિજીનલ કોઇ નાગરિકો છે જ નહિ, યુરોપ, એશિયા અને સાઉથ અમેરિકાના નોન રેસિડેન્સીયન નાગરિકોના સ્કીલ અને મહેનતના જોરે જ અમેરિકા વિશ્વના બજારમાં હાક વગાડી રહ્યું છે. જે ભાવે એશિયન બ્લૂ કોલર કારીગરો કામ કરે છે. તે દામે અમેરિકન્સ કામ કરવા તૈયાર થશે નહિ. આથી પરસ્પરના ગૂંથાયેલા સ્વાર્થમાં ઊભો થયેલો આ હોબાળો રાજકીય હેતુંથી પ્રેરાયેલો અને હંગામી છે. ગ્રહો પણ આ જ બાબતનો નિર્દેશ આપે છે. શનિના વૃશ્ચિક ભ્રમણ દરમ્યાન નંખાયેલી તરંગી શાસનની બુનિયાદ માત્ર પ્રોપેગન્ડા પર આધારિત છે. જેવા વિપરિત પરિણામો દેખાશે કે તરત જ ટ્રમ્પનું શાસન તેને ફેરવીને પુનઃ હતું તેવું કરી દેવામાં જરાય પાછી પાની નહિ કરે કે નહિ શરમ અનુભવે, ગુરુ તુલામાં જતાં અમેરિકાના સત્તાધિશોને ડહાપણની ડાઢ ફૂટે તેવી પુરે પુરી શક્યતા દેખાઇ રહી છે.
અમેરિકા વેપારી દેશ છે. દુનિયાભરમાં તેનો દબદબો જાળવી રાખવા માટે અમેરિકન્સ ફર્સ્ટની નિતી નક્કામી પુરવાર થાય તેમ છે. અમેરિકા જ્યારે એક તરફ ચીન અને બીજી તરફ જાપાન તેમનો વેપાર પડાવી લેવા માટે બેઠા છે. યુરોપમાં આર્થિક મુદ્દે ભારે અસંમજસ પ્રવર્તી રહી છે. ભારત અમેરિકન પ્રોડક્ટસ્ માટે સૌથું મોટું બજાર છે. સવારથી માંડી સાંજ સુધી, મોડેલથી માંડીને મોડેલ સુધી, હોલિવુડથી માંડીને વ્હાઇટ હાઉસ સુધી, નાસાથી લઇને પેન્ટાગોન સુધી, ખાણીપીણીથી માંડીને સિલિકોન વેલી સુધી ભારતીયોએ તેમની મહેનતથી સિક્કો જમાવ્યો છે. અમેરિકાની રાજનિતીમાં હંગામી ધોરણે આવેલા બદલાવના કારણે ડરવાને બદલે ભારતીય સહિત તમામ રડાર પર રહેલા લોકોએ થોભો અને રાહ જુઓની નિતી અપનાવવાની છે. કોઇ ઇમોશનલ ઉતાવળીયો નિર્ણય લઇને અમેરિકા છોડવાને બદલે તેલ જુઓ તેલની ધાર જુઓની જેમ થોડા મહિના શાંતિથી રહેવાની, રાતે ઘરની બહાર નિકળવાનું ટાળીને, ક્લબ કે બાર જેવા સ્થળોએ મોડી રાત્રે જવાની ટેવ બદલવાની જરૂર છે. બસ. કમ નવેમ્બર એન્ડ એવરીથીંગ વિલ બી ઓકે એન્ડ પરફેક્ટ લાઇક લાઇક ઇટ વોઝ ઓલવેઝ,