એ ચાર વાક્યો, જેણે મોદીની 'અાભા' વધારી, િવરોધીઅોને 'અાભા' કરી દીધા
તમે ઇતિહાસનું કોઇ પણ પુસ્તક ઉઠાવો કે પછી ક્વોટેડ ક્વોટ ભેગા કરતા કોઇ પણ હોબીઇસ્ટના ફોલ્ડર્સ ફંફોસો, તેમને કેટલાક વાક્યો જાણે અાદિ અનાદિકાળતી અસ્તિત્વમાં જ હતાં તેમ લાગશે. નરેન્દ્ર મોદીના ભાષણો, તકિયા કલામ,તેમના અાઇકોન, બ્રાન્ડીંગ, એન્ડોર્સમેન્ટ અને ઢબછબ જોશું તો ખ્યાલ અાવશે કે તેઅોની અોળખ તેમના મેચીંગ વર્ડ પાવરથી છે. અા પાવર અાવે છે બુધના કારણે. તેમનો બુધ જન્મ કુંડળીના ૧૨મા સ્થાનમાં છે. અા સ્થાનમાં તે સ્વગ્રહી કન્યા રાશિનો છે. જે તેમને ચબરાકીયાં, ક્વોટ, અને સેન્સ અોફ હ્યુમર અાપે છે.
હું ગુજરાતી છું અને વેપાર મારા લોહીમાં છે.
વાત કેચ લાઇન બની જશે. ભારત દુિનયાના તમામ દેશો માટે માર્કેટ બની જશે. જ્યારે ગુજરાત બ્રાન્ડ બની જશે. મોદીને ચાઇના અને પાકિસ્તાન સિવાય એિશયાના દેશો મહત્વ અાપશે. તેમના નેતૃત્વને સ્વીકારશે. તેઅો કેટલાક સારા અાંતરરાષ્ટ્ર્ીય રીતે સારા િનર્ણયો લેશે જેના કારણે અમેિરકા સાથેની દોસ્તી વધશે. અમેરિકન અને યુરોપિયન માર્કેટમાં ભારતનો મેન પાવર જ ઉપયોગી છે. અત્યાર સુધી અા મેન પાવર ત્યાં જઇને કામ કરતો હોવાથી રેવન્યું અને િવદેશી હુંડીયામણ મળતું નથી. મોદીની અમેિરકામાં વસતા ભારતીયોને અપીલ અાગામી િદવસોમાં રંગ લાવશે. અા વેપારી કુનેહ તેમને સ્વગ્રહી બુધના કારણે મળી છે. જો બુધ ૧૨મા સ્થાને ન હોત તો કદાચ તેઅો જ ખુદ જ િબઝનેસમેન હોત.
મૈ પ્રધાનમંત્રી નહી પ્રધાન સેવક હું
વડા પ્રધાન બન્યા પછી સ્વાત્રંત્ય િદને દિલ્હીના લાલ કિલ્લા પરથી પ્રથમ વખત ભાષણ કરતાં મોદીએ જે કહ્યું હું પ્રધાનમંત્રી નહી પણ દેશનો પ્રધાન સેવક છું. ભારતના બહુમતી િમડલ ક્લાસ અામ અાદમીને અા વાત ખૂબ પોતીકી લાગી. અા વાત ભલે મેલો ડ્રામેટિક હતી. છતાં પણ અંગ્રજોના વખતથી સામાન્ય જન માનસમાં ઇગોનું પ્રતિક બની ચૂકેલી ભાષા અને તેવા જ ઇગ્લીશ એટીટ્યુટ વગરના વડાપ્રધાન કાંઇ ક જુદા જ લાગ્યા.
અચ્છે િદન અાને વાલે હૈ
ભારતવાસીઅોના માથે દરેક ચૂંટણીમાં કોઇને કોઇ સ્લોગન માથે મરાતું હોય છે. કોઇ વખત ઇિન્ડયા શાઇનીંગ હોય કે પછી ગરીબી હટાવો હોય . સરેરાશ ભારતવાસીઅોને કોઇ સ્લોગન એટલું બધું અસર કરતું નથી. પરંતું. ૨૦૧૪ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ જે સ્લોગન અાપ્યું તે સામાન્યજન માનસમાં ઘર કરી ગયું. મોંઘવારી અને ભ્રષ્ટાચારથી પિડાતી ભારતની પ્રજાને અચ્છે િદન અાને વાલે હૈ વાળી વાત એક અામ અાદમીએ બતાવેલું ખાસ સપનું લાગ્યું. અા સ્લોગન એવા સમયે અાવ્યું કે જ્યારે લોકોને કોંગ્રસે પરથી સાવ ભરોંસો ઉઠી ગયો હતો. અા સ્લોગનની પ્રશંસા થઇ તેમાં પણ પ્રચાર થયો, અાલોચના થઇ તેમાં પણ પ્રચાર થયો. વિરોધીઅોને અા સ્લોગન મશીનગન જેવું ભારે પડ્યું.
કમ, મેક ઇન ઇન્ડિયા
ભારત િવશ્વની સૌથી મોટી લોકશાહી છે. અહીનો મેન પાવર િવશ્વની સૌથી મોટી વર્ક ફોર્સની જરૂરીયાત પુરી કરવાની ક્ષમતા ધરાવે છે. ભારતમાં સૌથી વધુ યુવાનો છે અા વાત કોણ ન હતું જાણતું? પણ તેનો અાંતરરાષ્ટ્રીય સ્તરે અા રીતે ઉપયોગ કરવાનું ટાઇમીંગ નરેન્દ્ર મોદીએ ઉપયોગમાં લીધું. તેમણે િવશ્વમાં વસતા તમામ ભારતીયોને અને અન્ય માંધાતા કંપનીઅોને અાવો ભારતમાં તમારી પ્રોડક્ટ બનાવો તેમ કહીને ભારતીયોના દિલ જીતી લીધા.