ભાદ્રપદ અમાવાસના દિવસે સર્વપિતૃશ્રાધ્ધઃ ચાંણોદ ખાતે વિશેષ પૂજા આયોજન
આ વર્ષે 2મી ઓક્ટોબર ભાદરવાની બુધવારી અમાસ આવે છે. ભાદરવા મહિનાની અમાસ તમામ પિતૃઓ માટે સર્વપિતૃશ્રાદ્ધ કરવાની તિથી ગણાય છે. આ શ્રાદ્ધ કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે. નિઃસંતાન ગુજરી ગયેલા સ્વજનો, મિત્રો કે પછી જે સબંધોનું મૂલ્ય ઘણું હોય છતાં પણ તેમનું શ્રાદ્ધ કરવાનો અધિકાર ન હોય તેવા વાટના ઘાટના ચોરાના ચૌટાના ઓળખીતા અને અજાણ્યા તમામ પિતૃઓ માટે શ્રાદ્ધ કરવા માટે ભાદરવાની અમાસ સૌથી ઉત્તમ દિવસ ગણાય છે.
પ્રતિવર્ષે ofsastropalmist.com દ્વારા ચાંણોદ ખાતે તમામ સભ્યોના લાભાર્થે પિતૃઋણ ઉતારવા માટે સામૂહિત પિતૃતર્પણ અને સર્વપિતૃશ્રાદ્ધ કરવાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ તા.2મી ઓક્ટોબરે ચાંણોદ રેવોરિ સંગમ દક્ષિણ પ્રયાગ તીર્થ ખાતે સામૂહિક સર્વ પિતૃ શ્રાદ્ધ વિદ્વાન ભૂદેવો દ્વારા કરવામાં આવશે.