જય ગણેશ
પ્રથમ વખત ગ્રહોના ગોપિત જ્ઞાનને િમત્રો અને લાભાર્થીઅો વચ્ચે વહેંચવા માટે સોશિ્યલ નેટવર્કનો અોટલો પસંદ કર્યો છે. રાશિ વાર નક્ષત્ર જેવું પંચાંગ કે કુંડળી મેળાપક જેવી વ્યવહારીક જરૂરીયાતો માટે હવે ofsastropalmist.com વેબસાઇટ પણ લાેંચ કરી છે જેમાં તમે અોન લાઇન જ તમારી િવગતો મોકલીને વર વધૂ મેળાપક કરી શકો છો. તો વળી તમારી કુંડળી પણ ઇ મેઇલ દ્વારા મંગાવી શકો છો.
અા વેબસાઇટને ફેસબુકના માધ્યમથી વધુને વધુ લોકો સુધી પહોંચાડવાનો ઉદ્દેશ્ય છે. ઋિષ કાળમાં જેમ અા જ્યોર્તિિવજ્ઞાનનો ઉપયોગ લોકો વ્યવસાયથી માંડી વરવધૂ શોધવા સુધી કરતા હતા. મુશ્કેલીની પળોમાં જ્યોતિષી એવા મારા િપતાને પુછી ને ખોવાયેલી ચીજવસ્તુ શોધવા અાવતા લોકોને તો મેં નાની ઉંમરે કૂતુહલભરી અાંખે જોયા છે અને િપતાજીના પગરખાં છુપાવીને પ્રશ્નકુંડળી વડે શોધી લો.. તેવી બાલિશ િટખળ પણ કરી હતી. તે વખતે તો મારી િટખળની િપતાસહજ માફી મળી ગઇ હતી પણ કુદરતે અાગળ જતાં મને જ્યોતિષમાં માનવા પ્રેર્યો અને તેમાં સંશોધન કરવા માટે દોર્યો તે માટે ચોક્કસ ઘટનાઅો સર્જી અને મને મારી બાળપણની અલ્પમતિનો સુધારો પણ કરાવી દીધો હતો. બસ હવે, તો અા ઇશ્વરદત્ત અાર્શિવાદ અને ગુરુપાર્જીત જ્ઞાનના ટ્રસ્ટી બનવું છે. શક્ય તેટલા વધુ લોકોને અા જ્ઞાનનો લાભ અાપવાે છે. અને તેથી જ તો પ્રારંભથી જ જેના ઉપયોગ િવશે અિતશય અાળસુ રહેનાર હું હવે ફેસબુક અને ટિ્વટર સહિતના તમામ સોશિશ્યલ િમડિયાનો ઉપયોગ કરવા, ઇન્ટરનેટને મારા અાંતરીક જાળાં સાથે ક્નેક્ટ કરીને તેમાંથી નીકળતા તારણો લોકભાેગ્ય રીતે પ્રસ્તુત કરવાની કોશિષ કરીશ. તેવા સંકલ્પ સાથે પ્રારંભ કર્યો છે. અાપના સહકાર, સૂચન અને મદદની અપેક્ષા સહ…
જય ગણેશ
જીજ્ઞેશ શુકલ