પ્રેમ અને નફરતઃ સંસ્કાર અને સ્વભાવ વચ્ચેનો જંગ
કહેવાય છે કે જંીદગી અેક અેવો ખેલ છે કે જે પુરો થાય પછી પણ કોણ હાર્યું અને કોણ જીત્યું તે નક્કી કરી શકાતું નથી. શેક્સપિયરે ભલે કહ્યું હોય કે ધ વલ્ડૅ ઇઝ અ સ્ટેજ અને વી અાર મેર અાર્ટિસ્ટ, પણ વાસ્તવમાં અા વિશ્વ સ્ટેજ જરૂર છે પણ અાપણ બધા પરફોર્મ કરનારા કલાકાર નથી. અા અેક રોડ છે. અને તેના પરથી પસાર થવા છતાં પણ અાખરી મંજિલ સુધી ના પહોંચાય તેની કાળજી અાપણે રાખવાની છે. અા રસ્તા પર અાપણને સહપ્રવાસી મળે કે પછી સ્પર્ધક અાપણે તો અા મુસાફરી ચાલુ જ રાખવી પડે છે. હારી જવાનાે વાંધો નથી વાંધો છે ફેંકાઇ જવાનો. ના, કોઇ પણ સંજોગોમાં િજંદગી નાેક અાઉટ ગેમ નથી. કે નથી તે ચેમ્પીયન શીપ જેવી સ્પર્ધા, તે તો છે સર્વાઇવલનો ખેલ, બચી જવાનો અને બચાવી લેવાનું ઝનૂનનો મામલો છે અા.
જ્યાં ઝનૂન હોય ત્યાં ચાહત અાવવાની જ. ચાહત અેટલે પસંદગી, ગમો કે લાઇક. ફેસબુક જેવા સશક્ત સામાજિક માધ્યમોનો પ્રાણવાયું જ લાઇક છે. તેમ અાપણે પણ સામાજિક પ્રાણી જ છીઅે. દરેકની ચાહત છે કે તેને વધુ ને વધુ લાઇક મળે. અા લાઇક માટે કોઇ સેલ્ફી ખેંચે છે તો ક્રીઅેટીવીટીને એક્ટિવેટ કરે છે. કોઇ કળાને પૂજે છે તો કોઇ કાળ(ટાઇમ)ને. કોઇ સૌદર્યની પાછળ ઘેલો થાય છે તો કોઇ સંસ્કારને નવાજે છે. ઘણી વખત અાપણે સમજી ન શકવા છતાં અમુક વ્યક્તિ કે ઘટના ને ભૂલી શકતા નથી. જેને ભૂલી ન શકીઅે તેને પ્રેમ કરી શકાય કે પછી નફરત કરી શકાય. અા બે પૈકીનું અેક જ શક્ય બને છે. મોટા ભાગે પ્રેમ કરવા માાટે દરેક વ્યક્તિના જીવનમાં પ્રાયોરિટી હોય છે જ્યારે નફરત કરવા માટે સ્પર્ધા હોય છે. માણસ પ્રેમ કરવામાં ચૂઝી બને છે. ગમા અણગમાને ધારદાર બનાવીને પોતાની પસંદગીઅો પર કળશ ઢોળે છે અને પછી તેને પામવાને જ ધ્યેય બનાવીને પોતાની તમામ કાર્ય શક્તિ તેની પાછળ લગાવી દે છે. જ્યારે નફરતનું તેનાથી ઉલટ્ું છે.વ્યકિત પોતે કોને નફરત કરવી તે નક્કી જ નથી કરી શકતો,ઘણી વખત તો તેની નફરતનું પાત્ર બનેલ વ્યકિત અેક સમયે તેનું સૌથી વધુ પ્રિય પાત્ર હોય છે. ઘણા ખરા કિસ્સામાં અાપણે પ્રેમ કરવા જતાં જ નફરત કરી બેસીઅે છીઅે. અા બધા ઘટનાક્રમમાં અાપણી પ્રાયોરિટી બદલાઇ જાય છે. દાખલા તરીકે કોઇ મોટા ઉદ્યોગપતિના જીવનમાં કામ,મીટીંગ કે ધંધો પ્રાયોરિટીમાં છે પણ જો તે કોઇના પ્રેમમાં પડે તો તેની પ્રાયોરિટી બદલાઇજાય છે. તે અોિફક કે ધંધાના કામમાંથી ગુલ્લી મારીને પણ પોતાના પ્રિયપાત્રને મળવાનો ટાઇમ કાઢી લે છે. અા નોન પ્રોડક્ટિવ ઊર્જા છે જે માત્ર વ્યય થાય તે સમય પુરતો થોડો અાનંદ જરૂર અાપે છેપણ સાથે સાથે તે તમને અેક પ્રકારની અપેક્ષાના ગુલામ બનાવે છે જે નહિ સંતોષાવાના અેકધાર્યા ઘટનાક્રમમાં તે નફરત કરતા કરી મૂકે છે.અા વાસ્તવિકતા છે પણ અા એક ચગડોળ છે, સાયકલ છે, જે ઘડિયાળના કાંટાની જેમ ફરે છે. અેક ધારીને ઘડિયાળને જોયા કરવા છતાં પણ અાપણે કાંટા ફરે છે કે નહિ તે જોઇ શકતા નથી. પણ કાંટા ફરે છે તે હકીકત છે. સમય બદલાય છે. વ્યકિત બદલાય છે. જરૂરીયાતો અને જાણકારીઅો બદલાય છે. િવચારો બદલાય છે અને પસંદ નાપસંદ પણ બદલાય છે. નથી બદલાતું તો તે છે તમારું સંસ્કાર શરી.
સંસ્કાર શરીર અે તમારા પણ છેલ્લા ઘણા જન્મોની પડેલી છાપો છે. અા છાપોને બદલવી અાસાન નથી તો અઘરી પણ નથી, જે વ્યકિત તેના સંસ્કાર શરીરની છાપો ભૂંસી શકે કે તેનો શેપ બદલી શકે તેને દુઃખ તો પહોંચે છે પણ તેની અનુભૂતિ લાંબો સમય ટકતી નથી. અા છાપોનો અેક ગુરુર હોય છે. તાલિમ પણ એવી મળે છે કે જેના કારણે અા ગુરુર ઘૂંટાઇને ઘાટો જ થતો જાય છે. સંસ્કાર લોબી બનાવે છે. લેવલ બનાવે છે.સ્ટેટસ બનાવે છે. ભાગ પાડે છે. સારું અને નરસું, મહાન અને િનમ્ન, ઊચ્ચ અને નીચ, સુંદર અને ખરાબ. અા સંસ્કાર છે કે જે ચીજો કે વ્યક્તિઅોને જેવા છે તેવા સ્વીકારવાને બદલે તેમના પર ટેગ લગાવે છે. અા ટેગ અનેક જાતના હોય છે. બ્લેક-વ્હાઇટ કે અેજ્યુકેટેડ અનઅેજ્યુકેટેડ, વેલ્થી-પુઅર કે સંસ્કારી અને વલ્ગર, પ્રેમાળ-સ્વાર્થી કે પછી ઉપયોગ-િબન ઉપયોગી, બસા અા ટેગ હેઠળ જ સર્ચ મારીને અાપણે અાપતી ગમતી કે સંસ્કારવશ ફીટબેસતી કેટેગરી શોધી લઇઅે છીઅે અને પછી તેનું જ સર્કલ(વર્તુળ) બનાવીને તેની અાસપાસ ફર્યા કરીઅે છીઅે. અા જ સંકુચીતતા છે. અા સંકુચીતતના બહુ િવશાળ છે. બહુમતીમાં છે અને બળવાન છે. અા જ વર્તુંળમાં ફરનારા લોકો કાયદા-િનયમો બનાવે છે. તેને તોડનારાને દંડે છે કે તેમનો બહિસ્કાર કરે છે. તેનાથી ડરીને સરંડર કરી દેનારાઅોને પાછા પોતાના સર્કલમાં સમાવીને મુછે વળી દેતા ફરે છે. પણ જો કોઇ અા બહુમતી લોકોનો ડર તોડીને પોતાના રસ્તા પર સંસ્કાર શરીર પર પડેલી છાપો ભૂંસવાના અને જીંદગીને પોતાની રીતે શરતે જીવવાના કામમાં મચેલો રહે છે તો અા બાપડી બહુમતી પછી પડી ભાંગે છે. અાવા વ્યકિતને િવશેષ કે મહાનનું ઉપનામ અાપીને અપવાદ બનાવી દે છે. પછી તેને ફોલો કરવા લાગે છે. અને તેની અા નવરત વૃત્તિના સાહસને પણ એક સંસ્કાર માત્ર બનાવી દે છે.
પ્રેમ ઘાતક છે, નફરત અાઘાતક છે, પ્રેમ કાંઇ કરવાને લાયક રહેવા દેતો નથી તો નફરત નાલાયકી પણ ઉતારી દે છે. પ્રેમ હોંશે હોંશી વેદી પર અાહૂતિ અાપવાનું ઝનૂન છે તો નફરત કોઇને બલિ ચઢાવવાની અંધશ્રદ્ધા છે. પ્રેમ પૂજા છે તો અેક રીતે ગુલામી છે. જ્ારે નફરત અજ્ઞાન છે તો અેક રીતે સંતોષ પમાડે છે. બંનેમાં િનમિત્ત બનેલા વ્યક્તિ જ િવચારોના કેન્દ્ર સ્થાને રહે છે. બંનેમાં સમય કે શરીરની સૂઝ બૂઝ રહેતી નથી. બંને સામે હોય ત્યારે અાસપાસનું બીજું કાંઇ દેખાતું નથી. પ્રેમીને નફરત કરી શકાય છે અને નફરત કરતા હોય તેને પ્રેમ કરવાનું અચાનક જ શરૂ થઇ જાય છે. તમારા મનમાં પ્રેમ અને નફરત બંનેનું સ્થાન અેક સાથે જ છે માત્ર અેક પાતળી રેખા જેવાે ભેદ છે.
માનવ મન અેક િવકટ રચના છે. કુદરતની કમાલ છે. તેમાં ક્યારે શું થશે, કોણ કેવું બીહેવ કરશે અને કોણ કોને પ્રેમ કે નફરત કરરશે તે કહેવું મુશ્કેલ છે, મન કાબૂમાં નથી રહેતું, મહાન વ્યક્તિઅો પણ મનના ગુલામ હોય છે. મન સામે દેખાતી ઘટનાને લાંબો સમય સુધી અવગણી નથી શકતી. મન પુનરાવૃત્તિનું ગુલામ છે. અેટલે જ પ્રેક્ીટશનું મહત્વ વધ્યું છે. અેક વખત જુઅો તો જોયું, બે વખત જુઅો તો જાણ્યું, ૩ વખત જુઅો તો અજમાવ્યું અને અેનાથીપણ વધુ વખત જુઅો તો જાણે અાપણું પાેતાનું જ હોય તેવું લાગે છે. અા મનની મર્યાદા છે. જેનાથી સંસ્કાર બને છે. મન અોન લાઇન અેપ છે જ્યારે સંસ્કાર, અોફલાઇન ડેસ્કટોપ ફીચર છે. િવકસીત સમાજમાં અોફલાઇન િફચરની પ્રિડીક્ટેબીલીટી જ ફેવરાઇટ છે. કારણે કે તે િનયમ મુજબ ચાલે છે . તેમાં નૈતિકતાનું ડેકોરેશન હોય છે. તેમાં કેલ્યુલેટર જેવી અેક્યુરેટ ગણતરી હોય છે. કોડ અોફ કંટક્ટ મુજબનું વર્તન કરનારને સંસ્કારીનો િખતાબ મળે છે. સમાજની સ્વીકૃતિ સાથે નશો ચડે તેવી પ્રશંસા પણ મળે છે.તેમાં ગુપ બને છે, સબંધો બંધાય છે લોકો ભરોસો મુકે છે કામ સોંપે છે કામ કરે છે. કમાય છે અને વાપરે છે. અા તમામ બાબતો તમારા અોફ લાઇન ફીયરના છે. જેમને જિંદગી જીવવા માટે ધોરી માર્ગ પર જ ચાલવું છે. તેમણે રૂલ ફોલો કરીને ફેસિલીટી મેળવવાની રહે છે. અા લોકોને કંડારેલી કેડીઅે કુદરતી ઇમ્પ્રિડીક્ટેબીલીટીના જોખમ લીધા વગર જીવવું છે. અા જો કે એક મોટું જોખમ છે પણ જ્યારે બધા જ અા રસ્તે જવાના ગાડરીયા પ્રવાહમાં તણાતા હોયત્યારે જે મનની મરજી અેટલેકે મારી મરજી મુજબ જીવનારા મરજીવા સ્વાભાવિક રીતે જ અોછા પડે. અોછા મળે, અાવા મરજીવાઅોને વખાણ નહિ વગોવણીનો સામનો કરવો પડે છે. તેમણે િખતાબ વગર ખિલાફત કરવી પડે છે. તેમના સબંધો નથી બંધાતા તેઅો વંચિતતાઅોથી બંધાય છે. તેમને કામ શોધવું પડે છે. પરફોર્મન્સ બતાવવા છતાં ટીકા સહન કરવી પડે છે. સફળતાનો જશ નસીબને અને િનષ્ફળતાનો ટોપલો દાનતના નામે તેમના માથે જ ઢોળાય છે. ઘણી બધી વસ્તુ્ોની અછત માં ચલાવવું પડે છે. પણ અામ છતાં તેમનો કોન્ફીડન્સ, તેમની ખુમારી, તેમનો અેટિટ્યુટ સંસ્કારીતાનો માસ્કપહેરીને ફરનારાની સામે જ્યારે અાવે છેત્યારે ખરી કસોટી થાય છે. અાવા વ્યક્તિની સામે ઊભા રહેવું પણ સંસ્કારી મોડેલ મેનીક્વીન જેવા અાઇડીયલ સોશિ્યલ અેિનમલ માટે કપરું થઇ જાય ય છે. શરમ અાવે તો પણ શરાફત બતાવવી પડે, ગુસ્સો અાવે તો પણ ગમ ખાવી પડે, મજા અાવે તો પણ મન મારવું પડે અને ગજું ના હોય તો પણ ઘાંટો પાડવો પડે તેવા કોઇ પણ વળગણ વગર અા નેચરલ વ્યકિત તેની હકારાત્મક ઊર્જાના જોરે ભલભલાને ભારે પડે છે.
તેની બુદ્ધિ બહુ હોતી નથી. તેની પાસે અાયોજન નથી હોતું પ્લાન અે અને પ્લાન બી તેની િથયરીનો ભાગ નથી હોતો તે તો જેમ્સબોન્ડની જેમ હાજર સો હથિયાર ગણીને ચાલતો હોય છે. તેની પાસે જો કોઇ અવલંબન હોયતો તે માત્ર સત્યનું જ હોય છે. તમે મહાન છો તો છો તેનાથી તેને કોઇ ફરક પડતો નથી તેના માટે સમય અને સમયની માંગ જ મહાન હોય છે. તે સંગ્રહખોરી કરતો નથી. ભવિષ્ય માટે તૈયાર થાય છે. બચત કરતો નથી. તેને કુદરત અને તેની ગણતરી પણ અતૂટ શ્રદ્ધા હોય છે અાથી તે ખુદ ડરતો નથી કે કોઇને ડરાવતો નથી. તે કોઇનો હક્ક મારવા કાવતરાં કરતો નથી કે પોતાનો હક્ક કોઇ મારી જશે તેવા ડરે સલામતીના પ્લાન બનાવવામાં સમયની બરબાદી કરતો નથી. તેના માટે સમય અને પૈસો માત્ર કરન્સી છે. તેને વાપરવા કે બચાવવા માટે તે કાંઇ જ કોશિષ કરતો નથી. તેની પાસે િદશા છે. ધ્યેય છે, રસ્તો કદાય નથી તો પણ તેને ભરોંસો છે કે રસ્તો છે અને મને જરૂરથી્ તે મળશે. તેનો અાશાવાદ ખોખલો નથી. તે પરિણામોની ચિંતા નથી કરતો પણ દરેક પરિણામ માટે તૈયાર હોય છે. તે મદદ નથી કરતો રોલ ભજવે છે .અાથી તેને ક્યારેય પ્રશંશાની જરૂર પડતી નથી. તે કોઇ ઇવેન્ટ મેનેજમેન્ટમાં પડતો નથી ઇવેન્ટ અેન્જોયમેન્ટમાં જ તેનો ઇન્ટરેસ્ટ હોય છે. તે ફળસ્વરૂપે નથી હોતો ફળદાયી હોય છે. તેની હાજરીની ઊર્જા અનુભવાય છે. ભોગવાય છે પણ ટ્રાન્સફર કે સેલ(વેચી) નથી શકાતી અાથી તેની માર્કેટ વેલ્ય નથી પણ તે વેલ્યુઅેબલ ઘણો છે. મૂલ્ય અાધારિત ગણતરીમાં તેની હાજરી નથી હોતી પણ મૂલ્યનિંષ્ઠ બનીને પોતાનો અાનંદ જાતે કમાઇ લે છે અને તેને કોઇ લૂંટી કે છેતરીને છીનવી શકતું નથી કારણ કે અે અાનંદ અેનો છે. કસ્ટમાઇઝ છે. પર્સનલ છે. તેના અાનંદથી બીજાને મજા નથી અાવતી તેને અાનંદ કરતો જોઇને અાનંદ અાવે છે.