હાલમાં ચાલી રહેલા મીનારક અને હવેથી શરૂ થતું િસંહસ્થનું વર્ષઃ લગ્નાદી શુભ કાર્યો અંગે િવચારણા
અા વર્ષ િસંહસ્થનું વર્ષ છે. સૂર્યની સંિહ રાશીમાં ૧૪મી જુલાઇઅે ગુરુનો પ્રવેશ થશે. ગુરુ દરે ૧૨ વર્ષે અેક વખત સિંહ રાશીમાં પ્રવેશ કરે છે. અા સમયગાળો લગ્નાદિ માંગલિક કાર્યો માટે શુભ ગણાતો નથી. અા વર્ષમાં માતાજી , િવષ્ણ્ુ, િશવ કે ગણેશજીની પૂજા યજ્ઞ જેવા કાર્ય થઇ શકે પણ લગ્ન, વાસ્તુ, ગ્રહપ્રવેશ કે જનોઇ સંસ્કાર જેવા કાર્યો ના થઇ શકે. સૂર્યની રાશીમાં ગુરુ અાવે ત્યારે કે ગુરુની બે રાશિ ધન કે મીનમાં સૂર્ય અાવે ત્યારે માંગલિક કાર્યો કરવામાં બાધ લાગે છે. અાથી જ દર વર્ષે મીનના સૂર્ય સમયે મીનારક અને ધનના સૂર્ય સમયે ધનારક ગણાય છે. અને દર વર્ષે અા બે મહિના માટે લગ્નાદિ કાર્યો પર બ્રેક વાગી જાય છે. પરંતું ગુરુ તો અેક રાશીમાં એક વર્ષ જેટલો સમય રહે છે. અાથી જ્યારે ગુરુ સૂર્યની સંિહ રાશીમાં અાવે ત્યારે તો અેક વર્ષ સુધી કમૂરતાં ગણાય છે.અા સમયે દેવપૂજા કે દેવયજ્ઞ કરવાનું મહત્વ હોય છે. પરંતું ગુરુ અેક દેવગુરુ કે રાજગુરુ ગણાય છે અને સૂર્ય સ્વયમ્ રાજા છે અા બે વચ્ચે સદીઅોથી ધર્મોના અને રાજ સત્તાનો ક્લેશ ચાલે છે. અા સમયગાળામાં વર અને વધૂ જોડાય તો તેમની વચ્ચે હંમેશા સંઘર્ષ રહ્યા કરે. અાથી જ સિંહસ્થના વર્ષમાં લગ્નાદિ શુભ કાર્યો િનશિદ્ધ ગણાયા છે. અા સમયગાળા દરિમયાન કેટલાક અપવાદોને બાદ કરતાં માંગલિક કાર્યો કરવાની શાશ્ત્રમાં મનાઇ ફરમાવાઇ છે.
અા અપવાદોમાં કેટલાક િવ્સતારો અેવા છે કે જ્યાં રહેનારા લોકો સિંહસ્થના વર્ષમાં પણ લગ્નાદિ કાર્યો કરી શકે છે.પહેલાના સમયમાં નદીઅોના કિનારા પર જ સભ્યતાઅોનો િવકાસ થયો હતો.જેમાં પૂર્વમાંથી પશ્ચિમ તરફ વહેતી બે નદીઅો વચ્ચેનો પટ્ટો ગ્રહોની અસરોથી બચી જાય તેમ માનવામાં અાવ્યું છે.
ગંગા અને ગોદાવરી, નર્મંદા અને મહી, તાપી અને ગોદાવરી, ગંગા અને બ્રહ્મપુત્રા તેમજ યમુના અને ગંગા વચ્ચેના પટ્ટાનુ ખાસ મહત્વ છે. સિંહસ્થના વર્ષમાં ગંગા અને ગોદાવરીનો મોટો પટ્ટો અને તેમાં પણ નર્મદા અને મહી નદી વચ્ચેનો પટ્ટો નૈમિષારણ્ય ગણાય છે. અા પટટામાં સિંહસ્થના ગુરુનો દોષ લાગતો નથી. અાથી જો િસંહસ્થનું વર્ષ હોય છતાં પણ ગંગા અને ગોદાવરી નદીની વચ્ચેના લોકોઅે િવવાહાદી માંગલિક કાર્યો કરવા હોય તો વર અને કન્યાની કુંડળી મુજબ ગુરુ અને ચંદ્રના બળાબળને જોઇને તેના પરથી ગ્રહોના જાપ કરીને લગ્ન કરી શકાય.