ચંન્દ્ર ગ્રહણ અનેે હનુમાનજયંતિ, પૂજન વેધ શાસ્ત્રાર્થ
શનિવારે પૂર્ણિમા, હનુમાન જયંતિ સાથે ચંદ્ર ગ્રહણ પણ છે. ગ્રહણ નો સ્પર્શ બપોરે ૩-૪૬ વાગ્યે થશે. મધ્ય ગ્રહણ સાંજે પ-૩૦ કલાકે થશે અને ગ્રહણ મોક્ષ સાંજે૭-૧પ કલાકે થશે.ગ્રહણનો વેધ સામાન્ય રીતે સવારે ૬-૩૦ વાગ્યાથી શરૂ થઈ જશે જે રાત્રે ૭-૧૬ સુધી ચાલશે. સાંજે ૬-પ૧ થી ચંદ્રોદય થયાથી સાંજે ૭-૧૬ સુધી દાન,પૂણ્ય, જપ, અનુષ્ઠાન કરવાનો યોગ્ય સમય છે.
ગ્રહણના દિવસે ગ્રહદોષ, મંત્રજાપ, વિધીપૂજા કરાવવાનો ઉત્તમ દિન છે. જેમની કુંડળીમાં ચંદ્ર નિર્બળ હોય તેમને માટે અા ગ્રહણનો ગાળો ચંદ્રનું બળ વધારવા શ્રેષ્ઠ છે.
જેમનો શનિવારે જન્મદિન હોય તેમણે ખાસ સફેદ વસ્ત્રનુ દાન કરવું. કેળાનું દાન કરવું.
પૂનમે ચંદ્રગ્રહણ સાથે હનુમાનજયંતિ પણ હોવાથી હનુમાનજીના પૂજન કરવા વિશે મતમતાંતર પ્રવર્તે છે. પરંતુ સૂર્યને જન્મતાં વ્હેંત ગળી જવા છલાંગ લગાવનાર મારૂતિનંદનની પૂજન ક્રીયામાં ચંદ્રગ્રહણનો કોઈ દોષ લાગતો નથી.
સાંજે ગ્રહણ મોક્ષ પછી સ્નાન કરવું અને પછી સુંદરકાંડ, હનુમાનચાલીસા, બજરંગબાણના પાઠ કરી શકાય.