વર કન્યા મેળાપક : કેવો વર સારો કેવી પત્ની સારી ?
સામાન્ય રીતે ભારતીય સમુદાય લગ્ન કરતા પહેલા ઘર , કુળ, ગોત્ર અને કુંડલી મેળવે છે. વિદેશી સમુદાયમાં આવું થતું નથી. આ સભ્યતાના વિકાસની નિશાની છે. માનવ જાત હમેશા કમ્ફર્ટ ઝોન શોધે છે. તેના માટે તે ગમે તેટલી તકલીફો સહન કરવા તૈયાર હોય છે. લગ્ન કરવા દરેક વ્યક્તિની સામાજિક જરૂરિયાત છે. સ્ટેટસ, જૈવિક જરૂરિયાત, વંશવૃદ્ધિ, વારસાની જાળવણી, વૃદ્ધાવાસ્થાનો સહારો જેવા અનેક કારણોથી વ્યક્તિ લગ્ન કરવાનું વિચારે છે. જો કે આ વિચારને કારણે તે બદલામાં ઘણા કોમ્પ્રોમાઈસ કરે છે. જેમાં પોતાના ફ્રીડમ જેવી મુખ્ય બાબતનો પણ સમાવેશ થઇ જાય છે. શારીરીક જરૂરિયાત ઉપરાંત માનસિક અને સામાજિક જરુરીયાતોમાં પણ વધારો થાય છે. તેનું પ્રેસર પણ વધે છે. આ બધી તકલીફો કેવી રહેશે ? પહોચી વળશે કે નહિ ? આર્થિક સ્થિતિ આને બે વ્યક્તિની જોડાણની લેણાદેણી પર કેવી અસર પડશે તે લગ્ન પહેલા જ જાણવા આતુર હોય છે. આથી જ લગ્નજીવન કેવું રહેશે, લાઈફ પાર્ટનર , પાર્ટનર ઇન લાઈફ બનશે કે કેમ તેનો અણસાર મેળવવા તે જ્યોતીશશાસ્ત્રનો સહારો શોધે છે.
હવે જ્યોતિષશાસ્ત્ર પાસે જન્મકુંડલી, હથેળીની રેખાઓ અને કેટલાક સામુદ્રિક (શરીરના લક્ષણો ) જેવી કેટલીક પદ્ધતિ છે કે જેના આધારે તેઓ ભાવિના ગર્ભમાં શું છુપાયું છે તે જાણી શકે છે. ગ્રહો બ્રમાંડમાં વ્યાપ્ત છે. ઉપનિષદ મુજબ બ્રમાંડ અને અંડની સંરચના સરખી છે. જે બ્રમાંડમાં છે તે જ મૈક્રોકોઝમમાં અંડમાં છે. વ્યક્તિમાં તેના જન્મ સમયે જ ગ્રહો ગોચરમાં જેવી રીતે આવ્યા હોય તેવી રીતે શરીર પર તેની અસરો દેખાતી હોય છે. મારા ૨૦ વર્ષના અનુભવને આધારે એટલું ચોક્કસ કહી શકું કે વ્યક્તિની જન્મકુંડળીમાં રહેલા ગ્રહો અનુસાર તેના શરીર પર ચિહ્નો દેખાતા હોય છે. તેમાં જમણેરી કે ડાબોડી હોવું, બ્લડ ગ્રુપ હોવું, ચહેરા પર નિશાની તલ કે ઘાનું નિશાન હોવું, અવાજ કે બોલવાની રીતભાત, ચાલવા કે બેસવાની રીત, કુંડલી મુજબ મહદ્ અંશે મળતું આવે છે. એટલું જ નહિ પણ ઘણી વખત તેની વર્તણુંકનું પણ અનુમાન લગાવી શકાય છે. આ કારણે જ લગ્ન માટે કુંડલી મેળાપક કરતી વખતે જાતકોની અપેક્ષા વધી જતી હોય છે.
લગ્નજીવનની સફળતા માટે સૌથી મહત્વની બાબત શરીર નહિ પણ મન છે. મન પારખવું મુશકેલ છે. વળી તે બદલાતું રહે છે. મન પર જીવનમાં વીતાવેલા વર્ષોનું અનુભવનું ભાથું મન પર અસર કરે છે. મન વિષે કરેલું અનુમાન ખોટું પડવાની સંભાવના વિશેષ રહે છે. શરીર વિશેની બાબતો સાચી પડે એટલે સ્વાભાવિક રીતે જ જાતક અને જ્યોતિષી બંનેને માનસિકતા એવી થાય છે કે તેઓ માનસીક બાબતોનું પણ ફલાદેશ સાચું જ કરી શકશે. પરંતુ એવું હોતું નથી. કુંડલી મેળવતી વખતે ગ્રહોની જે સ્થિતિ હોય તે મુજબ લગાવેલું મનની સ્થિતિનું અનુમાન સમય જતા બદલાય છે, કેટલાક સંજોગોમાં તો એ સંપૂર્ણ બદલાઈને વિપરીત થઇ જાય છે. ત્યારે માત્ર જ્યોતિષના આધારે કરેલું ફલાદેશ ખોટું પડે છે. જાતકોનું શ્રદ્ધા અને જ્યોતિષીઓની વિશ્વ્શ્વનીયતા જોખમાય છે. વર્ષો જૂની ફાયદાકારક પદ્ધતિ પર વધુ પડતી અપેક્ષઓના જોરે પ્રશ્નારથ ચીન્હ લાગી જાય છે.
આવી ગેરસમજ ટાળવા માટે જ અત્રે જન્મ કુંડલી મેળવવાથી શું જાણી શકાય અને શું ના જાણી શકાય તે વિષે કેટલીક સ્પષ્ટતા કરવાની કોશિશ કરું છું.
કુંડલી મેળવતી વખતે સૌથી વધુ પૂછતો અને સૌથી ઓછા મહત્વનો સવાલ છે,
કેટલા ગુણ મળે છે?
ગુણ મળવા એ કુંડલી મળવાનું કોઈ પરિમાણ નથી. ગુણ ૧ થી માંડીને ૩૬ સુધી હોય છે. આ પુરુષ અને સ્ત્રીના નક્ષત્રના મેળાપક ને કારણે ઠરાવેલો જે અંક મળે તેને ગુણ કહેવાય છે. ૧૮થી ઓછા ગુણ મળે તો તે સારું મેચિંગ ને કહેવાય તેમ જ્યોતિષીઓ પણ કહેતા હોય છે. જયારે વાસ્તવિક રીતે જોઈએ તો ગુણ મેળાપક એ જન્માક્ષર મેળાપકનું એક પાસુ માત્ર છે. ઘણા લોકો ગુણ ને દોકડા પણ કહે છે. ગુણ ૩૬ એટલે કે હાઈએસ્ટ મળતા હોય તો પણ કુંડલી ના મળે તેમ બની શકે. ગુણ મેળાપક હોવું એ ખોટું નથી પણ તેના જ આધારે સમગ્ર કુંડળીના મેચિંગનો નિર્ણય લેવો જરા પણ યોગ્ય નથી. ગુણ એટલે કે નક્ષત્રના માંલાપક હોવાથી એક જ વાતની ખબર પડે છે તે એ કે જે તે બે વ્યક્તિઓની શરીરની પર્કૃતિનો એકબીજા સાથે મેલ પડશે કે નહિ? નક્ષત્રને પોતાનો સ્વભાવ હોય છે. તે મુજબ વ્યક્તિ રીએક્ટ કરે છે. જો તેનો મેળાપ હોય તો બને પરિસ્થિતિ મુજબ સવાભાવને પોતાની અનુકુળ કરી લેશે. આમ જોવામાં આપડે એ વાત ભૂલી જઈએ છીએ કે ભારતીય સમાજમાં લગ્ન એ બે યુગલનું જ નહિ પણ બે પરિવારનું મિલન છે. જો આમ જ મેચિંગ કરવું હોય તો માત્ર વર વધુ જ નહિ પણ બંનેના સાસુ અને સસરાના ગુણ પણ મેળવવા જોઈએ. મારા અનુભવમાં એવું જોવાયું છે કે પતી અને પત્ની વચ્ચે વિખવાદનો પાયો મોટેભાગે છોકરા કે છોકરીના માતા પિતા કે ભાઈ બહેનના ચન્ચુપાતના કારણે નખાય છે. બાકી બે યુવાન ઋદય, શરીર સમજદાર બન્યા પછી એકબીજા સાથે જોડાય ત્યારે પ્રારંભમાં સ્વભાવને કારણે ભાગ્યેજ મુશ્કેલી આવતી હોય છે.
મારા માટે તો ગુણ ફિલ્મના રેટીગ્સની જેમ ૧થી ૫ પ જ હોવા જોઈએ. જો કોઈ માત્ર ગુણ જોઈને લગ્ન કરવાનો આગ્રહ રાખે તો આ નિર્ણય ખોટો સાબિત થઇ શકે છે. લગ્ન કરવા માટે ૪ બાબતો મુખ્ય છે. જેમાં શરીરનો મેળ, મનનો મેળ, પરિવારનો મેળ અને લેનાદેનીનો મેલ મહત્વનો છે. આ ચાર બાબતો જોવા માટે ચંદ્ર, મંગલ, ગુરુ અને શુક્રનો મેળ ખાવો જરૂરી છે.
મંગલ છે કે નહિ?
બીજા નંબરે પૂછાંતો સવાલ એ છે કે છોકરા કે છોકરીને મંગલ છે કે નહિ. હા, આ સવાલ જરૂરી છે. જન્મ કુંડળીના ૧, ૪, ૭, ૮ કે ૧૨ માં સ્થાને મંગલ હોય તો કુંડળીમાં મંગલ છે એમ કહેવાય છે. મંગલ હોય તો કુંડલી માંગલિક ગણાય છે. આવા જાતકોને લગ્ન કરવા માટે સામેના પાત્રની કુંડળીમાં પણ મંગલ હોવો જોઈએ. આમ હોવાથી મંગળની ઉગ્રતા ઝીલવાની ક્ષમતા સામેના પત્રમાં હોય છે. તેથી લગ્ન જીવન બરાબર ચાલે છે. જાતીય જીવનમાં પણ મંગલ વાળા જાતકો મંગલ વાળા જાતકો સાથે જ સારું ટ્યુનીંગ કરી શકે છે. અપવાદરૂપે ક્યારેક મંગલવાળી કુંડલી સામે શનિવાળી કુંડળી પણ મળતી ગણાય છે. આઠમેં મંગલ હોય ત્યારે છોકરાની અને બારમે મંગલ હોય ત્યારે છોકરીની કુંડળીમાં ભારે મંગલ કહેવાય છે. આવા જાતકોના લગ્ન મોડા થાય અથવા તૂટી જાય તેવી શક્યતા વધારે હોય છે. આવા જાતકો એ લગ્ન પહેલા જ મંગલદોષની વિધિ કરવી જોઈએ.
મંગલ હોવાથી ઘણી વખત ગેરસમજ થવાની શક્યતા વધી જાય છે. જેમકે મંગલ વાળો છોકરો કે છોકરી મંગલ વગરના પાત્ર સાથે પરણે તો બે માંથી એકનું મોત થાય. જોડું તૂટે, ખંડિત થાય, વિગેરે.. પણ આ વાત સાવ ખોટી છે. જોડું ખંડિત થાય તે એક જ કારણસર હોય છે કે જો કોઈ પત્રને વિશ્કુમ્ભદોષ હોય, તે આઠમાં સ્થાન સાથે સંલગ્ન હોય. વળી અશુભ ચોધાડીયા કે મુહુર્તમાં જન્મ થયો હોય કે જેમાં અપ્મૃત્યુનો યોગ રચતો હોય તો જ આવું શક્ય બને. મંગલ સામે શનિ હોય કે કેટલીક વખત સાતમાં સ્થાને રાહુ હોય ત્યારે પણ જયોતિષાચાર્યો લગ્ન કરવાની છૂટ આપતા હોય છે. વાળી મંગલ વાળા જાતકો એ ગણેશજીનું શક્ય એટલું પૂજન કરવું જોઈએ કે જેથી મંગલની માઠી આશરો માંથી મુક્તિ મળી શકે.
સંતાન યોગ કેવો છે?
લગ્નજીવનનો મુખ્ય હેતુ છે, પ્રજોત્પત્તિ. વંશવેલો આગળ વધારવા માટે, બાળકો પેદા કરવા માટે લગ્ન સંસ્થાની રચના થઇ છે. અાથી લગ્ન કરતાં પહેલાં સૌથી વધુ મહત્વનું કોઇ ફેક્ટર જોવું પડે તેમ હોય તો તે છે સંતાન યોગ. અાનુંવાશિક કારણો, જીનેિટક કારણો, ગોત્ર અને નાડી િવગેરેના મેળાપકથી જાણી શકાય છે. તો વળી ગુરુનું બળાબળ જોઇને અે નક્કી કરી શકાય છે કે લગ્ન બાદ કેટલા સમયમાં સંતાન યોગ થશે. પુત્ર કે પુત્રીની પ્રાપ્તી પણ ગુરુ અને શુક્રના પતિ પત્નીમાં કેવા યોગ છે તે જોઇને કહી શકાય તેમ છે. સ્ત્રીના અંડ બીજ અને પુરુષના શુક્રાણુંઅોની જાણકારી શુક્ર ગ્રહની કુંડળીમાં કેવી સ્થિતી છે તેના પરથી જાણી શકાય છે. ગણ, નાડી, વશ્ય વર્ણ િવગેરે પણ બાળકના ગુણ કેવા હશે તે િવશે પ્રકાશ પાડી શકે છે.
જો પુરુષની કુંડળીમાં મગળ ૧, ૪, ૭, ૮ કે ૧૨ મા સ્થાનમાં હોય અને તે જ સ્થાનમાં સ્ત્રીને પણ મંગળ હોય તો બાળક પરાક્રમી તો જન્મે છે પણ તેના જન્મના શરૂઅાતના અાઠ વર્ષ સુધી તેના અારાગ્યમાં તકલીફ રહે છે. જો પુરુષની કુંડળીમાં મંગળ હોય અને સ્ત્રીની કુંડળીમાં શનિ તે જ સ્થાનમાં હોય તો તેમના દ્વારા જન્મનારા બાળકને મજબૂત બાંધો મળે છે પણ તેને યુવા વસ્થામાં ચામડીના રોગ થવાની કે શરીરનો રંગ, વર્ણ કાળો રહેવાની શક્યતા છે. અાવા બાળકો તેજસ્વી હોય છે પણ તેમનામાં રંગના કારણે કોઇક લઘુતાગ્રંથી ઘૂસી શકે તેવી શક્યતા છે. અાવી જ રીતે જો પુરુષની કુંડળીમાં શનિ હોય અને સ્ત્રીની કુંડળીમાં મગળ હોય ત્યારે જન્મનારું બાળક કલાકાર બને છે. તેનો બાંધો નબળો અને અાંખોઅે વહેલા ચશ્મા અાવે તેવી શક્યતા છે. અાવું બાળક પુત્ર હોય તો તેનામાં સ્ત્રીના ગુણો અને સ્ત્રી હોય તો તેનામાં થોડા પુરુષના ગુણો જોવા મળે છે.
મંગળવાળો પુરુષ અને મંગળ કે શનિ ના હોય તેવી સ્ત્રી પરણે તો તેમને પ્રારંભના ૫ વર્ષ સુધી સંતાનપ્રાપ્તી થવામાં િવઘ્નો અાવે છે. તેમને કસુવાવડ કે હંગામી નપૂંસકતાનો સામનો કરવો પડે છે.તો મંગળવાળી કન્યા અને મંગળ વગરનો પુરુષ પરણે તો તેમને શરીરસુખ મેળવવાના પ્રકારમાં ભેદ સર્જાય છે. તેના કારણે તેમની જાતીય િજંદગી અનુકુળ નથી હોતી અને સરવાળે તેમને સંતાન પ્રાપ્તી થવામાં િવલંબ થાય છે. અેકંદરે એમ કહેવાય કે મંગળવાળી કુંડળી અને મંગળ વગરની કુંડળી વાળા જાતોકો પરણે તો તેમને સંતાન બાબતે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
લેણા દેણી કેવી છે
જ્યોતિષાચાર્યોના મતે જન્મ,લગ્ન અને મૃત્યું માનવીના જીવનમાં સર્જાતી ત્રણ મહત્વની ઘટનાઅો છે અને અા ત્રણે ઘટનાઅો કુદરતી છે. તેમાં ફળાદેશ કરવાનું શક્ય છે પણ તેને બદલવું શક્ય નથી. અા કારણોસર લેણું અને દેણું જેને ગત જન્મના ઋણાનુંબંધ સાથે િનસ્બત હોય છે. હિંદું ધર્મ અનુસાર સ્ત્રીઅો પતિ ભવોભવ માટે માંગે છે. લગ્ન ને સાત જન્મનું બંધન ગણવામાં અાવે છે. અાથી અે મોટાભાગે શક્ય છે કે લગ્ન માટે પાત્ર તમને ગયા જન્મના કર્મોના ફળ સ્વરૂપે જ મળે છે. અાથી લગ્ન કરતાં પહેલાં જો ચેક કરવું હોય તો લેણા દેણી ચેક કરવી જોઇઅે. લેણું કેવી રીતે ચેક કરાય તે જાણવું પ્ણ ઘણું રસપ્રદ છે.
જન્મ કુંડળીમાં પાંચમું સ્થાન માંગતું લેણુ બતાવે છે. અાઠમું સ્થાન ગુપ્ત અથવા પૂર્વ જન્મ સાથે સબંધ બતાવે છે. તો વળી દેહ સ્થાન અા જન્મ અને ૧૦મું સ્થાન કર્મનું સ્થાન ગણાય છે. અાથી ૫, ૮, ૧ અને ૧૦મા સ્થાનમાં પડેલા ગ્રહો કેવા સબંધો ધરાવે છે તેના પર જ અાધાર રહે છે પતિ અને પત્નીની અેકબીજા સાથેની લેણા દેણીનો અાધાર રહે છે. ગ્રહોમાં ગુરુ ચંદ્ર અને રાહું કર્મનું ફળ અાપનારા ગ્રહો છે. પુરુષ જાતકની કુંડળીમાં 1, 5, 8, કે 10મા સ્થાનમા પડેલા ગ્રહો સ્ત્રી જાતકની કુંડળીમાં પણ અાજ સ્થાનમાં પડેલા ગ્રહો સાથે સાયુજ્ય રચતા હોય,પરિવર્તન યોગ કરતા હોય કે પછી અેક બીજાના િમત્ર ક્ષેત્રી હોય ત્યારે બંનેની લેણાદેણી સારી ગણવામાં અાવે છે. તેનાથી ઉલટું જો ગ્રહો શત્રુ ક્ષેત્રી હોય અેક બીજાના સ્થાન સાથે ષડાષ્ટક કે દ્વીદ્વાદર્શક યોગ રચતા હોય તો અા લેણાદેણી યોગ્ય ગણાતી નથી. જો કે લેણાદેણીના ગુણ દોષ શોધવાનું કામ જટિલ છે, કઠિન છે. અાથી તેનો અનુંમાન અા લેખ વાંચીને કરવાને બદલે કોઇ િનષ્ણાત જ્યોતિષીના માર્ગદર્શનથી જ િનર્ણય કરવો જોઇઅે.