૧૪મી જુલાઇથી સિંહમાં ગુરુઃ રાજાના ઘરમાં રાજકારણ
ગુરુ ૧૪મી જુલાઈએ સિંહ રાશિમાં જશે. હાલમાં ગુરુ તેની ઉચ્ચ રાશી કર્કમાં ફરી રહ્યો છે. સિંહ રાશી સુર્યની રાશી છે. ગુરુને આ રાશી સાથે મિત્રતા નથી. આ રાશિમાં ગુરુ જવાથી ૧૨ વર્ષે થતો સિંહસ્થનો યોગ થશે. ૧૧ મી અોગસ્ટ૨૦૧૬ સુધી ગુરુ િસંહ રાશીમાં રહેશે. ૮મી જાન્યુઅારીથી અાજ રાશીમાં ગુરુવક્રી થશે અને ૯મી મે સુધી વક્રી રહેશે. ત્યાર બાદ માર્ગી થશે. આથી જુલાઈ ૧૪થી ૧૧ ઓગષ્ટ ૨૦૦૧૬ સુધી ગુરુ સિંહ રાશિમાં રહેશે. આ રાશિમાં ગુરુનું બળ ક્ષીણ થઇ જાય છે. ગુરુ, ધર્મગુરુ છે. તેના તાબામાં સત્ય, પરમાર્થ, સજ્જનતા, જ્ઞાન, વિવેક, દયા, પુણ્ય, શ્રદ્ધા, અભિમાન, ગુરુતાગ્રંથી, બડાઈ હાંકવી, પડકાર ઝીલવો, વાદવિવાદ કરવો જેવી બાબતો છે. જયારે સુર્ય સત્તા, દાદાગીર્રી, મિથ્યાભિમાન, હુકમ છોડવા, પોતાનો કક્કો જ ખરો કરવો, ગજાબહારનું દાન કરવું, વચન આપ્યા બાદ જીવના જોખમે પણ તેને નિભાવવું, જેવી બાબતો પર પ્રભાવ ધરાવે છે. હવે સુર્યના ઘરમાં ગુરુ જાય કે ગુરુને ઘરમાં સુર્ય જાય ત્યારે એક અનોખી ઘટના બને છે. આ ઘટના છે, બેઉ બળિયા બાથે વળીયા જેવો ખેલ રચાય છે. જેના કારણે આવા સમયે દુનિયામાં કેટલાક મહત્વના બનાવો બને છે. સત્તાપરિવર્તન, પરંપરાનો છેદ ઉડવો, પ્રસ્થાપિત લોકોનું સન્માન ઘવાવું, જેવા બનવો બને છે. અામ ૧૪મી જુલાઇથી ૧૧ અોગસ્ટ ૨૦૧૬ સુધી રાજા(સૂર્ય)ના ઘરમાં જ રાજકારણ રમાશે, જેની દોર ગુરુના હાથમાં હશે. જૂના કાઠિયાવાડી રજવાડાના જેવા કાવાદાવા કોર્પોરેટ વર્લ્ડની સ્માર્ટનેસથી થશે. રાજપૂતાના અિભમાની િમજાજ સાથે મીઠી જબાનની લોમડી લુચ્ચાઇ ટકરાશે. સ્વાર્થના સમીકરણો વચ્ચે દંભના ડાકલા વાગશે. ફેરફારની ફુદરડી સામે રૂઢિવાદની ખો અપાશે. વૈભવના વંટોળમાં િવતરાગની નાવડી ડૂબશે.
ટેક્નોલોજીનો િવકલ્પ શોધવાનું અારંભાશે
અા સમયગાળો કેવો રહેશે. દરેક રાશી માટે અને દરેક મહત્વના દેશ અને ગ્લોબલ અેન્વાયરન્મેન્ટ માટે અા ગુરુનું કેવું ફળ મળશે. તેમજ સામાજીક અને અાર્થિક જીવન પર ગુરુના સિંહ રાશીમાં ભ્રમણનો કેવો પ્રભાવ રહેશે તે જાણવું રસપ્રદ થઇ પડશે. સિંહ રાશીનો સ્વામી સૂર્ય છે. સૂર્ય સત્તા અથવા અિધકારભાવનાનો કારક ગ્રહ મનાય છે. જ્યારે ગુરુ સદ્ભાવના અને સત્યપ્રિયતાનો ગ્રહ છે. અાથી અા બંને ગ્રહોની િમશ્ર અસરો અા સમયગાળામાં મળવાની સંભાવના છે. અા વર્ષ િસંહસ્થનું વર્ષ પણ કહેવાય છે. િસંહના ગુરુ દરમિયાન કેટલીક ઘટનાઅો ખૂબ નોધપાત્ર રહેશે અને તેની અસરો અાગામી દાયકા કે સૈકા સુધી અસર પાડનારી બને તેવો સંભવ છે. ટેક્નોલોજી અને િવજ્ઞાનની હરણફાળના કારણે જે ક્રાંતિ અાવી છે તેનો સામાન્ય જનમાનવ દ્વારા મહત્તમ ઉપયોગ થવા લાગ્યો છે. અા સમયગાળા દરમિયાન અા ક્રાંતિથી ટેવાઇ ગયેલા લોકો અન્ય િદશા તરફ દૃિષ્ટ દોડાવે તેવો સંજોગ રચાશે. અણીના સમયે ટેક્નોલોજી પણ જ્યારે કામ ના લાગે ત્યારે શું, તેવા સવાલના જવાબ શોધવાના પ્રયત્નો અારંભાઇ જશે. અાધ્યાત્મિકતા અને મનોવૈજ્ઞાનિક બાબતો તરફ વૈજ્ઞાનિકો અને સમાજશાસ્ત્રીઅોનું ધ્યાન વધુ ખેંચાશે. મોરલ કે સોશિયલ ગ્રાઉન્ડ પર લેવાનારા િનર્ણયોનો પ્રભાવ વધુ જોવા મળશે. ખાસ ફરક તો તબીબી િવજ્ઞાનમાં જોવા મળશે. અોલ્ટરનેટિવ મેડિસીન કે થેરેપી પર લોકોનો ભરોંસો વધશે અને અાધુિનક મેડિકલ સાયન્સની િવશ્વસનીયતાને ધોકો પહોંચે તેવા બનાવો બનશે. તેમાં તબીબી ક્ષેત્ર કાર્યરત લોકોની માનસિકતા અને ધંધાધારીપણું પણ મુખ્ય ભાગ ભજવશે. સોશિશ્યલ મીડીયાના કારણે ચોથી જાગીર ગણાતા અખબારો કે ન્યૂઝ ચેનલોના ટીઅારીપી કે રીડરશીપ પણ ઘટશે. લોકોને પોતે જેમાં સક્રિય બની શકે અને ભાગ લઇ શકે તેમજ વધુ ને વધુ લોકો સામે પોતાના િવચારો મૂકી શકે તેવા માધ્યમોનું જોર વધશે. ટેિલિવઝન અને ઇન્ટરનેટનો પ્રભાવ યથોચિત જ વધશે. પરંતું તેના દૂરુપયોગ પણ વધશે. મોરાલિટનીના મામલે વધુ જાગૃતિ અાવશે અને લોકો પોતાની વાતને કોઇ પણ સ્તરે વધુ મકકમતાથી જ રજૂ કરવા તૈયાર થશે.
કારણ વગરનું રાજકારણ અપ્રિય બનશેઃ ક્રાંતિના બીજ વવાશે
રાજકારણના િવષયમાં જોઇ્અે તો વધુ ટ્રાન્સપરસન્સી અાવશે. જાહેર જીવન જીવવું ઘણું કઠિન બની જશે. વારે વારે સ્ટીંગ અને સ્નૂપનો માહોલ વધશે. ખાનગી જીવન ખાનગી રહેવાની શક્યતા ઘણી ઘટી જશે. ડરમાં દરેક વ્યક્તિ પોતે સાચો છે તેમ દેખાડવાનો પ્રયત્ન કરશે. જાહેર જીવનમાં હાલમાં પણ ઘણો દંભ છે. પરંતું સિંહસ્થના ગુરુના સમયમાં અા દંભ પરાકાષ્ઠા વટાવી દેશે. શબ્દો મહત્વના બની જશે. રેકર્ડસ્નું મૂલ્ય વધી જશે. કન્સલટન્ટ્સનો પ્રભાવ વધશે. લોબીઇસ્ટોનું રાજ જોવા મળશે. પ્રોડક્શન ક્ષેત્ર ભારે મંદીનો માહોલ જોવા મળશે. બેકિંગ ક્ષેત્ર તેજી અાવશે. નાણાંની લેવડ દેવડના કારણે થતા અપરાધની સંખ્યા વધશે. સ્ત્રીઅો માટેના સન્માનમાં દેખીતો વધારો થશે. પણ સરેરાશ પુરુષ અને સ્ત્રીઅો વચ્ચે િવવાદ અને સંઘર્ષ વધશે. બંને મુખ્ય લિંગીક જાિતઅો અેક બીજા પણનો ભરોંસો ગુમાવી દેશે અને સ્વતંત્રતાની લ્હાયમાં સમરસતા અને સહજીવનનો છેદ ઉડાડતા જશે. ઘરોમાં સંવાદિતતામાં ઘટાડો થશે. કેટલાક રાજકારણીઅો હથેળીમાં ચાંદ બતાવીને પોતાનો લાભ મેળવવામાં સફળ તો થશે પણ તેમનો કરિશ્મો લાંબો નહિ ચાલે અને તેમની દુર્ગતિ થશે. ભારતમાં દક્ષિણના રાજ્યોમાં વધુ રાજકીય અરાજકતા સર્જાશે. ત્યાં સત્તાપરિવર્તનો અને અાક્ષેપો પ્રતિ અાક્ષેપોનો દોર અેવો ચાલશે કે સરેરાશ અામ અાદમીનો િવશ્વાસ વહીવડ અને નેતાગીરી પરથી ઉઠી જશે. ક્રાંતિના બીજ વવાશે અને ક્યાંક સ્થાપિત પરંપરાનું અેવી રીતે ઉલ્લંઘન થશે કે જેના કારણે બંધારણમાં પણ ફેરફાર કરવાનું જરૂરી બની જશે. જો કે , અા ફેરફાર અાડે ઘણાં િવઘ્નો અાવશે જેમાંથી પસાર થવામાં સમય પણ ઘણો લાગી જશે પરંતું અા સમયમાં તેના બીજ વવાઇ જશે. દક્ષિણમાં શાસન કરતાં મહિલા રાજકારણીનું ઘણું કદ વધશે પણ તેમનો તેજો વધ થશે. ન્યાયપાલિકાના હસ્તક્ષેપના કારણે તેમણે સત્તા પરથી ઉતરી જવું પડશે. વ્યકિતવાદ અને માનવ પૂજાનું મહત્વ વધી જશે. ઉત્તરના રાજ્યોમાં હાલમાં સત્તામાં રહેલી પાર્ટીનું ભારે ધોવાણ થશે. તેમને પ્રજા સબક શીખવાડ્યો હોય તેવો માહોલ સર્જાશે. અા સમયગાળા દરમિયાન િવદેશી રાેકાણ અાવશે, ઘણું અાવશે. પરંતું રાજકીય ખટપણ અને દાવપેચના કારણે છેડાના વ્યકિત સુધી તેનો લાભ નહી મળે. દેશના પશ્ચિમ િવભાગમાંથી વધુ અેક વખત અેક કદાવર નેતા ઉભરીને અાવશે. જે અાગામી દિવસોમાં લોકલાડીલો બનશે.
ભારત જોડે લેવાદેવા હોય તેવા દેશની સ્થિતી
પાકિસ્તાન અને ખાડીના દેશોની હાલત વધુ બગડેશે. ચીનમાં હિમાલયમાં નેપાળમાં બાંગ્લાદેશમાં અને ભૂટાન જેવા દેશોમાં ભૂકંપ અાવે તેવી પણ શક્યતા છે. અા કુદરતી હોનારતની અસર ઉત્તરભારતમાં પણ વર્તાશે.અમેરિકાને ત્રાસવાદીઅો કરતાં અાર્થિક રીતે હેરાન કરવાના શ્રીગણેશ મંડાશે. તેમાં ચીન નેતાગીરી લેશે. ભારત તેમાં નહી જાેડાય પણ અન્ય દેશોની મદદ મળશે. અમેિરકા તેના સબંધો અને વગનો ઉપયોગ કરીને તેનો છેલ્લો દાવ અજમાવશે પણ તેમાં તેને અાશિંક સફળતા જ મળશે. અમેરિકા અને યુરોપના દેશોમાં મહત્તમ સ્ત્રીઅો જ સત્તા પર અાવશે તેના કારણે કેટાલક િનર્ણયોમાં તેઅો પાછા પડશે. અાર્થિક જંગમાં અમેરિકાને મોટો માર પડશે તેનું અર્થતંત્ર ડચકા ખાવા માંડશે. યુરોપમાં પણ મંદીનો જ માહોલ થશે. જર્મની સિવાયના દેશમાં જીવનસ્તર નીચે જશે. યુરોપના જ દેશોમાં ડાબેરી િવચારસરણી ફરીથી જોર પકડશે. કોઇ પૂર્વના દેશોમાં અોરિજિન ધરાવતો નેતા યુરોપમાં ધાક જમાવશે અને ત્યાંના યુિનયનને ફરીથી અેકઠું કરવાનો પ્રયત્ન કરશે.િસંહના ગુરુના સમય ગાળામાં દરિયામાં ઘણી સક્રિયતા જોવા મળશે.મધ્ય યુરોપમાં જ્વાળામુખી ફાટવાના અને પ્રશાંત મહાસાગર અને અરબ સાગરમાં પણ અાંધી ચક્રવાત કે સુનામી જેવા જોખમાે સર્જાશે. કુદરતનું મોસમન્ું સાયકલ અા વર્ષે સાવ ખોરવાઇ જશે. ચોમાસામાં ચામડી તતડાવે તેવી ગરમી, ઉનાળામાં વરસાદ ખાસ કરીને મે, ૨૦૧૬માં ઘણી અાફતો અાવે તેવું બની શકે. ગ્લોબલી વાતાવરણમાં ગરમીનું પ્રમાણ ઊંચું જશે. પાણીનું સ્તર ઘટશે અને ઘણા દેશોમાં પાણીની કટોકટી સર્જશે. કુદરતી સ્ત્રોત જે દેશ પાસે વધુ હશે તેેઅોનો જ સિક્કો ચાલશે. ખાડીના (ગલ્ફ)ના દેશોની સમૃદ્ધી વધશે. પોલીસી અંગેના િનર્ણયો લેવામાં તેમની સંમતિ જરૂરી બની જશે.
અાતંકવાદ પણ અેક વ્યવસાય છે , વધુ પુરાવા મળશે.
અાતંકવાદીઅોની અરાજકતા ઘટે અને તેમનો નૈતિક જુસ્સો અાપોઅાપ તૂટી જાય તેવા કુદરતી બનાવો બનશે જે દુિનયાના લગભગ તમામ દેશો માટે ખુશીના સમાચાર બનશે. નવી વૈજ્ઞાનિક શોધ થશે અને તેનો ઉપયોગ અવકાશી સત્તાને વિકાસાવવામાં અને ટ્રેકિંગ ઇક્વીપમેન્ટનો ઉપયોગ કરવામાં વધુ થશે. ધર્મના નામે અાતંકવાદી બનવવાના કારસા ખુલ્લા તો પડશે જ પણ તેની સાથે તેમની અંદરનો જ કોઇ વ્યકિત અેવો ખુલાસો કે ધડાકો કરશે કે અાખી દુિનયમાં અાતંકવાદને સમર્થન અાપનારી માનસિકતા ધરાવતા લોકો પણ િવચારતા થઇ જશે. અાતંકવાદને બુદ્ધિજીવીઅોના મતે અેક પ્રોફેશનનો દરજ્જો અાપવો પડે તેવા સંજોગો રચાશે. જેવી રીતે મલ્ટી નેશનલ કંપનીઅોનો ભગવાન છે નફો તેવી રીતે અાતંકવાદનો ભગવાન છે ડર. અા સમયમાં એવા બનાવો બનશે કે અાતંકવાદીઅો પણ કાળા માથાના માનવીઅો જ છે. તેમના અાતંકથી કે બર્બરતાથી ડરવાને બદલે મકક્મતાથી સામનો કરવાની જરૂર છે તે વાત લોકોને સમજાઇ જશે. દુનિયાભરમાં થતા અાતંકવાદી હુમલાઅો પાછળ અંધશ્રદ્ધા અને ધર્મઝનૂન જ નહી પણ પાક્કા વેપારીની ગણતરી અને નફાની માનસિકતા છે તે વાત સામાન્ય વ્યક્તિઅોને પણ સમજાઇ જશે. અેકવાર અાતંકવાદી બનીને બર્બરતા અાચરી ચૂકેલા વ્યક્તિઅોનો સામાન્ય જન જીવનમાં પુનઃસ્વીકાર થશે અને તેના કારણે અાતંકવાદીઅોની અછૂતી વાતો પણ સામે અાવશે અને તેમના વાસ્તવિક વિચારો જાણવા મળશે તેના થી અાતંકવાદ તરફનો ડર ઘટશે અને તેને નાબૂદ કરવાના નક્કર પ્રયાસોને દિશા મળશે.