૧૪ જુલાઇથી િસંહમાં ગુરુ, દરેક રાશી માટે કેવું ફળ અાપશે?
તા. ૧૪મી જુલાઇથી દેવગુરુ બૃહસ્પતિ તેની પોતાની રાશી કર્ક છોડીને સૂર્યની સિંહ રાશીમાં જશે. અા પરિવર્તન અા દાયકાનું સૌથી મોટું પરિવર્તન સાબિત થશે. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે જ્યારે ગુરુ સિંહ રાશીમાં અાવ્યો છે, ત્યારે ત્યારે દુિનયામાં તમામ ક્ષેત્રોમાં ભારે પરિવર્તનો અાવ્યાં છે. યુદ્ધો થયાં છે. ભાગલા પડ્યા છે. બર્બરતા વધી છે. અાતંક અને અનૈતિકતાનું જોર વધ્યું છે. અામ થવાનું કારણ પણ છે કે જે બે ગ્રહો ગ્રહમંડળમાં સૌથી વધુ સત્તા અને શક્તિ ધરાવે તેમની વચ્ચે ગજગ્રાહ તો રહેવાનો જ અાથી જ્યારે સૂર્યના ઘરમાં ગુરુની અેન્ટ્રી દુિનયાની દરેક સક્રિય ચીજ વસ્તું, વ્યક્તિ અને ઘટના પર પડશે. અા તબક્કે દરેકને સ્વાભાવિક સવાલ થાય કે ગુરુના સિંહરાશીમાં પ્રવેશ અને ભ્રમણની ઘટનાથી મારી પર શું અસર પડશે? બીજી અેક રીતે પણ અા બાબત બહુ મહત્વની છે કે ગુરુનું પરિભ્રમણ અેક વર્ષ કરતાં વધુ ચાલવાનું છે. ૧૪મી જુલાઇથી ૧૧ અોગસ્ટ ૨૦૧૬ સુધી ચાલવાનું છે.
દરેક રાશીના વ્યક્તિઅો પર તેની કેવી અસર થશે તે જાણવું રસપ્રદ થઇ પડશે
મેષ રાશી
મેષ રાશી મંગળની રાશી છે. અા રાશીથી પાંચમા સ્થાનમાં ગુરુનું ભ્રમણ છે. ચંદ્ર રાશીથી પાંચમું સ્થાન સંતાન, િવદ્યાભ્યાસ, પ્રેમ, ટૂકા પ્રવાસ અને અચાનક થનારા લાભનું સ્થાન છે. ગુરુ સ્થાન ભ્રષ્ટ ગ્રહ હોવાથી તેના ભ્રમણ દરમિયાન િવદ્યાર્થીઅો પર ઘણી િવપરીત અસર થશે.પરીક્ષામાં પરિણામ તો સારું અાવશે પરંતુ તેઅો અાગળ કઇ લાઇન લેવી તેના િનર્ણય લેવામાં મુશ્કેલી થશે. ટીન અેજર્સને સાચો પ્રેમ અને માત્ર અાકર્ષણ વચ્ચેનો ભેદ પણ પારખવામાં મુશ્કેલી પડશે. તેઅો વચનથી બંધાઇ જશે અને પ્રામાણિકતાથી સબંધો ટકાવવાની કોશિશ કરશે.સામેના પાત્ર તરફથી રિસ્પોન્સ નહિ મળે.અાવું કેમ? તે શોધવા પોતાની બધી શક્તિ અને સમય ખર્ચી નાંખે અને તેના કારણે તેમના જીવનમાં અગત્યના અન્ય કાર્યો અટવાઇ જશે. અા સમયગાળામાં અન્યોનો દૃષ્ટીકોણ સમજવાની મહાનતા નુકસાન કારક છે.
જે વ્યક્તિઅોના તાજેતરમાં લગ્ન થયાં હોય તેમના માટે અા વર્ષના અંતમાં અેટલે કે ફેબ્રુઅારી મહિના પછી સંતાનનું ગર્ભાધાન થવાના ઉત્તમ યોગ છે. અા સમયે ઇચ્છિત અને મનવાંછિત સંતતિની પ્રાપ્તી થાય. હા પ્રેમમાં પડેલા વ્યક્તિઅો માટે ગુરુનું અા ભ્રમણ અેટલું શુભફળ અાપનારું નથી. પ્રિયપાત્રો વચ્ચે ગેરસમજો સર્જાય, નાની મોટી વાતોના મતભેદો મનભેદમાં પરિણમે અને વડીલોની દરમિયાનગીરીથી મામલો વધારે બગડે તેવું શક્ય છે. મેષ રાશીના જાતકોઅેે અા વર્ષના ગાળા દરમિયાન પોતાનો જ કક્કો સાચો છે તેમ િવચારવાનું અને સાબિત કરવાનું માંડી વાળવું પડશે. તેમને લેટ ગો કરતાં શીખવું પડશે નહિ ઇગો સાચવવામાં સબંધોનું િનકંદન નીકળે તેમ બની શકે.
નવો ધંધો કરવા ઇચ્છનારા કે નોકરીમાં પ્રમોશન કે ઉચીત ફેરફારની અાશા રાખનારા લોકો માટે અા વર્ષ સારું સાબીત થશે.નોકરી નવી મેળવવાની તક વધી જશે. ધંધો કરવામાં પણ સફળતા અને સારી તકો સામે અાવશે. અત્યારસુધી જેમ મહેનત કરતા હતા અને પરિણામ બરાબર મળતું ન હતું તેવી ફરીયાદો બંધ થઇ જશે. જેનામાં િવશેષ કૌશલ્ય છે. સ્પેશ્યલ બાબત છ તેવા લોકોને સારુ પ્લેટફોર્મ મળશે. અાર્થિક વળતર પણ વધી જશે. જેમને ધંધાર્થે િવદેશ પ્રવાસ કરવો છે તેમને પણ સારી તક મળશે. નાણાં રાેકીને ધંધો િવકસાવવાનું અા વર્ષે માંડી વાળવું જોઇઅે ગુરું નાણાં નું વળતર અાપવાના મામલે કંજૂસ છે.
લગ્ન કરવા ઇચ્છનાર વ્યકિતઅો માટે ગુરુનું સંિહ રાશીનું ભ્રમણ સારું છે પરંતું ઉતાવળ ન કરવી, પુરુતું ચકાસીને જ લગ્ન કરવાં કારણે કે પાંચમે ગુરુ ઇલ્યુઝન અેટલે કે ભ્રમણા અને પ્રથમ દૃષ્ટીના પ્રેમનો ગ્રહ છે. જે કાલ્પનિક વાતોને વધુ અને વાસ્તવિક વ્યવહારું પણાને અોછું મહત્વ અાપે છે. માત્ર દેખાવ, નોકરી કે ઘર જોઇને લગ્ન કરવાનો િનર્ણય કરનારાને પાંચમા ગુરુના સમયમાં પસ્તાવાનો મોકો અાવે તેવી શક્યતા રહેલી છે. જેમની ઉંમર ૨૦થીની ૨૫ની વચ્ચે છે તેવા જાતકો માટે લગ્ન કરવાનો ઉત્તમ યોગ સર્જાશે. જ્યારે ૨૬થી ૩૧ વર્ષના વ્યક્તિઅો માટે સારા સમાધાન કારક પાત્રો મેળવવા માટે પણ ઉત્તમ યોગ છે.
અાધેડ વયના વ્યક્તિઅો માટે અા સમય કશ્મકશનો રહેશે.પત્ની કે પરિવાર તરફની જવાબદારીઅો વધતી જશે અને બીજી તરફ પ્રોફેશનલ ફિલ્ડમાં પણ તેમની સામે પડકારો વધી જશે. ડર્યા વગર જો અા સમય હિંમતપૂર્વક ટકી જશે તો તેમને ચોકક્સ ફાયદો જ થશે. બાળકોને કૃમી કે અાંતરડાંને લગતી બીમારી થવાની શક્યતા છે. િકશોરોને માનસિક સમસ્યા સર્જાય, યુવાનોને જવાબદારી અને ગમતી બાબતો વચ્ચે સેન્ડવીચ બનવાનો યોગ થાય, અાધેડ માટે મનની વાત મનમાં જ રહી જાય હિંમતકરવા જતાં ફસાઇ જવાના યોગ થાય, વૃદ્ધો માટે અિત ઉત્તમ સમય બને, તબિયતમાં સુધારો દેખાય, સંતાનો તરફથી સંતોષકારણ વર્તન થાય અને તબીબી સલાહ અને ઉપાયોની પણ સારી અસર જોવા મળે
સ્ત્રીઅો માટે પાંચમે ગુરુ તરંગીપણાનો અને જીદ્દ્ીપણાનો કારક બને છે. અા સમય દરમિયાન અાપણા પ્રિયપાત્ર પર અાપણા કારણે કોઇ બોજો ના વધે તે જોવું જોઇ્અે. પરિવારની શાંતિ જાળવી રાખવા માટે િવશેષ પ્રયાસો કરવા પડશે. સંતાનોની ચિંતા ઘટશે, શારિરીક બાબતે અા સમયગાળો સારો રહેશે. નવું ઘર કે વાહન લેવું હોય તો તે ઇચ્છા પુરી થાય તેવા સંજોગો સર્જાશે. જેમને માથે લોન કે દેવું વધી ગયું હોય તેમને અા લેણું ચૂકવવાના પણ ઉત્તમ સંજોગો રચાશે.
િકશોરો માટે લાગણીઅોનું િવશ્વ રચાશે, યુવાનોને પાંખો ફૂટ્યાની લાગણી થશે. વયસ્કોને હળવાશ મહેસૂસ થશે જ્યારે વૃદ્ધો માટે ભૂતકાળની ભવ્યતા ફરી જીિવત થશે.
વૃષભ રાશી
અા રાશી શુક્રની રાશી છે. તેનાથી ગુરુ ચોથા સ્થાનમાં અાવશે. ચોથું સ્થાન માતૃસુખ, વાહન, જમીન, િમલકત, શાંતિ, સ્વભાવ, સુખ અને સમૃદ્ધિનું સ્થાન છે. શુક્રની રાશી હોવાથી તે સંવેદના અને લાગણીઅો પર વધુ અાધાર રાખતી રાશી છે. ગુરુ અને શુક્ર બંને અામ જોવા જઇઅે તો ગુરુ જ છે. ગુરુ દેવોનો ગુરુ બૃહસ્પતિ છે જ્યારે શુક્ર રાક્ષસોનો ગુરુ ભૃગુઋષિ છે. ગુરુ અને શુક્રનો સબંધ બુદ્ધિગમ્ય છે. અા રાશીના જાતકોને અાગામી ૧૪મી જુલાઇથી અેક વર્ષ સુધી કંઇક અાવું ફળ મળશે.
િવદ્યાર્થીઅો માટે અા સમય સારો છે. તેમને અભ્યાસમાં સારી મદદ મળશે. અાર્થિક રીતે તેમને ભણવાની સાથે નોકરી કરવાની પણ તક મળશે. ઘરની સમસ્યાઅોથી પીડાતા છાત્રો માટે અા સમયમાં ઉજ્વળ કારકિર્દી બનાવવાની તક મળશે. જે બાળકો અા રાશીમાં અા વર્ષે ૧૨ વર્ષની ઉંમરના થશે તે બાળકોને મેમરીની સમસ્યા હશે તો તે સોલ્વ થશે. જેમનું મન અભ્યાસમાં નહિ લાગતું હોય તેમને અા વર્ષથી અભ્યાસમાં િચત્ત પરોવાય તેવું બનશે. ટીનઅેજર્સ માટે અા સમય ભટકવાનો છે. મન ભટકી જાય, ક્યાંક સોબતથી માઠી અસરો દેખાય તેવો યોગ છે. માતા િપતાઅે ખાસ કાળજી રાખવી. બાળકોની પ્રવૃત્તિ પર ખાસ નજર રાખવાથી તેમની સોબત અને અાદત બગડતી રોકી શકાય તેમ છે. જેમને અભ્યાસ માટે િવદશ પ્રવાસે જવું હોય તેમના માટે અા સમય ઘણો સારો છે. ગુરુ અને શુક્ર ઉપરાંત સૂર્યના ઘરમાં ગુરુ જતો હોવાના કારણે સુર્ય પણ એટલોજ મહત્વનો ગ્રહ છે. આથી સુર્ય , શુક્ર અને ગુરુનો સબંધ આ રાશિના જાતકોને ઘણો ફાયદો કરનાર બને છે. આ રાશિના લગ્નોત્સુક યુવક યુવતીઓ માટે આ ગુરુ ઘણો સારો છે. નવા સબંધો બાંધવાની તક મળશે. જુના સંબંધોમાં પણ ગુમાવેલી પ્રતિષ્ઠા પુન સ્થાપિત થશે. લવ મેરેજ કરવા ઇચ્છતા લોકો માટે આ સારી તક ગણાય.
અભ્યાસ કરવા માંગતા લોકો માટે આ ઉત્તમ યોગ છે. વિદેશ ભણવા જવું હોય તો આ ગાળા દરમિયાન પ્રયત્નો કરવા જોઈએ. ખાસ કરીને જેમને અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરવો હોય તેમને માટે આ સમયગાળો ફાયદાકારક છે. જે લોકોને નવો ધંધો કરવો હોય તેમના માટે આ સમય શ્રેષ્ઠ છે. ચાલુ કામમાં વધુ પ્રગતિ થાય, નવા ભાગીદાર મળે. જુના ધંધા સાથે જ નવો ધંધો શરુ કરવા માટે સારો તબક્કો ગણાય. જે દંપતી સંતાન માટે પ્રયત્ન કરતા હોય, તેવા દંપતિ માટે અા સમય ઉત્તમ ગણાય. નવો ધંધો કે નોકરી શોધી રહેલા લોકો માટે અા સમય બરાબર નથી. ધંધામાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે કે પછી નોકરી બદલવા માટે અા સમય સારો નથી. સ્ત્રીઅો માટે લાગણીઅો પર કાબૂ રાખવો જરૂરી બનશે. અારોગ્ય િવષયક બાબતોમાં િસંહનો ગુરુ હોર્મોન્સના ફેરફાર લાવે તેમ છે. જેના કારણે માનસિક સંતુલન ખોરવાય અને અંગત સબંધોમાં િવખવાદ અાવે ેતવા યોગ જણાય છે.
યુવાનો માટે અા સમય ખૂબજ ઉત્તમ છે. અાધેડ કે વયસ્કો માટે અા સમયગાળો બોરીંગ સાબિત થાય તેમ છે.તો વળી સ્ત્રીઅો માટે અા સમયમાં લાગણીશીલતાના પ્રશ્નો ઉદ્ભવે તેમ છે
મિથુન રાશી
અા બુધની રાશી છે. અા રાશીથી િસંહ રાશી ત્રીજા સ્થાને અાવે છે. અાથી ત્રીજા સ્થાને ગુરુનું ભ્રમણ િમથુન રાશીના જાતકો માટે નવી તકો સર્જનારું રહેશે. જુલાઇ ૧૫થી અોગસ્ટ ૧૧ ૨૦૧૬ સુધીના સમયમાં િમથુન રાશીના જાતકો માટે સાહસ કરવાની નવી તક મળે, જોખમ લેવાનું માથે પડે કે પછી પરિવાર માટે કાંઇક કરી છૂટવું પડે તેવા યોગ સર્જાય છે. જો તમે લાંબા સમયથી કોઇ અેક સબંધ િવશે િવચારીને તેના ભવિષ્ય િવશે િચંતા કરતા હશો તો અા સમયગાળામાં તેનું ભવિષ્ય નક્કી થઇ જશે. જેમના મનમાં કોઇ વાતનો અજંપો રહેતો હશે તેને તેના સવાલોના જવાબો મળવાનું શરૂ થઇ જશે. અા ઉપરાંત અા સમયગાળામાં ભાઇ ભાંડુંઅો સાથેના સંબંધોમાં ખાસ ચઢાવ ઉતાર અાવશે. લાગણી કે લોજીક બંનોનો ઉપયોગ કરવા જતાં અાપણે સાચા જવાબ સુધી ના પહોંચી શકીેઅે અને છેતરાયા હોવાની લાગણી થાય તેમ પણ બને. જો તમે ધંધાધારી વ્યક્તિ છો તો તમારે અંદાજો લગાવવામાં ખાસ કાળજી રાખવી પડે તેમ છે. ધંધામાં નવી દિશાઅો ખૂલતી હોય તેવું લાગશે. વધુ રોકાણ કરવાની તક મળશે. જો કે અા સમયગાળો જેના કોર્ટ કચેરીના લફરાં ચાલતાં હોય તેના માટે ઘણી તકલીફ દાયક બની શકે છે. ખાસ વ્યકિતઅો જ દગો કરે કે અાપેલી પ્રોમીસ પુરી ના કરે તેવુ બની શકે છે. તમારે ફૂંકી ફૂંકીને પાણી પીવું પડે તેવા યોગ છે.
િવદ્યાર્થીઅો માટે અા સમય મહેનત અને તપસ્યાનો છે. તેમણે અાળસ ખંખેરવું પડશે. માત્ર યાદશક્તિ કે અન્ય મદદના અાશરે બેસી રહેવાથી ભરોંસો ખોટો પડે અને અત્યાર સુધીની સારી કારકિર્દીમાં ગ્રહણ લાગી જાય તેવી શક્યતા રહેલી છે. અા સમયમાં િવદ્યાર્થીઅોને અન્ય િદશામાં ફંટાઇ જવાની માનસિકતા બને. ખાસ કરીને અન્યોની સરખામણીઅે પોતાને બદલવાની કોશિષ કરે તેવા યોગ છે. અાથી કોની સોબતમાં છીઅે અને કોની સાથે સરખામણી કરી રહ્યા છીઅે તે જોયા બાદ જ િવદ્યાર્થીને પોતાની સાચી િદશાની સમજ પડશે. જે િવદ્યાર્થીઅો િવદેશ જવાનું અાયોજન કરી રહ્યા હોય તેમને બંેકમાંથી લોન કે અન્ય સબંધીઅો તરફથી મદદની અપેક્ષા પુરી થશે. માતા િપતાથી દૂર જઇને અભ્યાસ કરવાનો યોગ થાય છે. ખાસ કરીને િદકરીઅો માટે અા સમય ઘણા ફ્રીડમનો છે. તેમને અત્યાર સુધી ના મળી હોય તેવી છૂટ મળે પણ તેનો વાજબી ઉપયોગ કરવો જરૂરી બને છે.
નોકરી કરનારા પ્રોફેશનલ્સ માટે િસંહનો ગુરુ ખાસ સારા સમાચાર લાવવાનો છે. તેમને નવીન તક સાંપડે અને તેમના બજારભાવ વધે તેવા યોગ છે. જે લોકો સરકારી કે અર્ધ સરકારી નોકરીમાં છે તેમના પગાર ધોરણમાં ખાસ સુધારો થાય અને તેમની અાર્થિક સ્થિતી સુધરે તેવા સંયોગ છે. જે લોકો નોકરીના પગાર પર લોન લઇને ઘર ખરીદવા માંગે છે તેમના માટે અા સમય ઉત્તમ ગણાય. નોકરીમાં બદલી કરાવવાની ઇચ્છા પુરી ના થાય પણ અોિફસનું વાતાવરણ અનુકુળ બની જાય તેવા યોગ છે. ફ્રેશર્સ કે જેઅો પહેલી વખત જ નોકરી શોધી રહ્યા છે તેમના માટે સારી નોકરી મેળવવાની ઉત્તમ તક છે. જ્યારે જે લોકો ધંધાે કરી રહ્યા છે તેમણે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં ખાસ કાળજી લેવી પડશે. ક્યાંક ગજા બહારનું રોકાણ ના થઇ જાય તેની કાળજી રાખવી પડશે. િહસાબો પર અને હાથ નીચે કામ કરનારા વર્ગ પર ખાસ ધ્યાન રાખવું ચોરી કે છેતરપિંડી થવાનો યોગ છે.
અારોગ્યની બાબતે અા સમયગાળો અેકંદરે સારો રહેશે. જેમને અેલર્જી કે અન્ય િસંઝનલ િબમારીઅોની પેટર્ન હોય તેમણે અા સમયમાં ખાસ સાચવવું, િવટામીન ડી, બી ૧૨ અને અાયોડિનની ઉણપની શક્યતાઅો સર્જાઇ શકે છે. ૪૫ વર્ષની ઉપરના લોકોઅે ખાસ મેડિકલ ચેકઅપ કરાવી લેવું જોઇઅે. ડાયાબિટીસનો વ્યાધિ હોય તેમણે પરેજી પાડવામાં અને કસરત કરવામાં ખાસ ધ્યાન અાપવું જોઇઅે
યુવાનો માટે જોશથી ઊભરાતો સમય છે. વયસ્કો માટે સંયમ રાખવાનો સમય છે, વૃદ્ધો માટે અારોગ્યની સંભાળ રાખવાનો સમય છે.
કર્ક રાશી
અા રાશીથી ગુરુ બીજા સ્થાને પરિભ્રમણ કરવાનો છે. અા રાશી ચંદ્રની રાશી છે. અા રાશીના જાતકો સામાન્ય રીતે ખૂબ જ લાગણીશીલ હોય છે. તેઅો દરેક વાતને પોતાના કેન્દ્રમાં રાખીને જ જુઅે છે. ગુરુ લેણાદેણીનો ગ્રહ છે અને તે અા રાશીથી બીજા સ્થાને પસાર થાય છે ત્યારે તેમાં કેટલીક વાતો ખાસ ધ્યાન ખેંચે તેવી બનવાની છે. જેમ કે, અા રાશીના જાતકોને િસંહમાં ગુરુ અાવવાના કારણે લાગણીઅોની ભરતી અાવવાનો યોગ રચાય છે. સમજદારમાં સમજદાર વ્યકિત પણ કેટલાક ખોટા િનર્ણયો લઇ લે અને પછીથી તેણે સામાજીક જોખમ ઉઠાવવું પડે તેવી શક્યતા છે. લાગણીઅો પર સંયમ રાખવાથી જ અા સમયમાં નુકસાનથી બચી શકાશે. ઉચ્ચાભ્યાસ કરનારા લોકો માટે સમય બગડે અને સંસ્થાઅો કે સરકાર તરફથી અનુકુળ પ્રત્યુ્ત્તર ના મળે તેમ બને. જે સબંધોમાં ખાઇ સર્જાઇ હોય તે વધુ ઊંડી બને તેમ છે. િમત્રો તરફથી પુરતો સહકાર ના બને, સંતાનો તરફથી અને કૌટુંબિક બાબતોની સમસ્યા પડકારજનક બને. િવચારોની સ્થિરતા ઘટે અને અન્ય પરિબળો પણ િવપરીત થાય તો વ્યકિત ક્યારેક િડપ્રેશનનો િશકાર બને તેવી પણ શક્યતા રહેલી છે.
અા રાશીના િવદ્યાર્થીઅો માટે ઉત્તમ સમય ગણાય છે. તેમણે અભ્યાસ માટે કરેલી મહેનત લેખે લાગે અને તેમને ઉજ્જવળ પરિણામો પણ મળે. સાયન્સ અને અાર્ટસના િવષયોમાં રસ ધરાવનારા જાતકો માટે અા સમયમાં ઘણા નવા સ્કોપ સર્જાય. કોમર્સના જાતકો માટે કેટલાક નવા અભ્યાસક્રમોનો સમાવેશ માથાનો દુઃખાવો બને. અેન્જિનીયરીંગના અભ્યાસુઅો માટે ઇનોવેશન જ મુખ્ય માર્ગ ગણાય જ્યારે તબીબી કે બાયોલોજીના ક્ષેત્રમાં કેટલીક નવી શોધો નવી િદશાઅો ખોલે તેવું બને. ૧૪ વર્ષની ઉંમરે પહોંચેલા અા રાશીના જાતકો માટે સંપૂર્ણ સ્વભાવનો ફેરફાર જણાય, જ્યારે ૧૮થી ૨૨ વર્ષના જાતકો માટે અા સમયમાં કેટલાક નવા િમત્રો અને નવા સ્થળોનો અાનંદ મેળવવાનું સફળ બને. સોબતની અસરથી બચવું, લાગણીશીલ બનીને કોઇ સબંધોમાં પ્રોમિસ કરતાં પહેલાં ઘણું િવચારી લેવું જોઇઅે. ગુરુ અને ચંદ્રનો સબંધ ગજ કેસરી યોગ ગણાય છે પણ હાલના સંજોગોમાં પ્યોર, પવિત્ર લાગણીઅોનું શોષણ થાય તેવી શક્યતાઅો છે તેમાં પણ ગુરુ જ્યારે બીજા સ્થાનેથી પસાર થતો હોય ત્યારે અાવો યોગ વધુ બને છે.
જે લોકોને નોકરી ધંધાને લગતી બાબતો જોવાની તેમના માટે પૈસા જ મહત્વના હોય. બીજું સ્થાન ધન ભૂવન છે, જ્ચારે ગુરુ કૃપણ ગ્રહ છે અાથી નાણાંકીય ભીડ જોવા મળે , ખોટા ખર્ચા વધી જાય અને પૈસાનું બજેટ ખોરવાઇ જાય તેવી શક્યતાઅો છે. અા વર્ષ તમારા માટે નવા ખર્ચાઅો લાવનારું રહેશે. પરિવાર કે સંતાનો માટે ખાસ ખર્ય વધી જાય તેમ બનશે. અારોગ્ય િવષયક બાબતો પાછળ પણ સંભાળવાનું જરૂરી બને છે. નોકરીમાં અનૈચ્છિક બદલી થાય. સાથે કામ કરનારા કલિગ સાથે અણબનાવ થાય જેના કારણે નોકરીના સ્થળે બોજિલ વાતાવરણ લાગ્યા કરે. ધંધો કરવામાં નવા સાહસો પર બ્રેક મારવી જોઇએ રૂટીન સાયકલ જળવાઇ રહે તે જોવું જરૂરી છે. સ્થાનફેર કરવાથી ફાયદો થાય
સ્ત્રીઅો માટે અા ગાળો માનસિક સંતાપનો રહેશો કેટલાય અેવા સવાલો હશે જે અનુત્તર રહેશે અને તેના કરાણે મનમાં પીડા થયા કરશે. કોઇ સાથી કે જેની સાથે ઘણી વાતો શેર કરી શકાતી હતી તે દૂર જાય અને તેના કારણે અેકલાપણું અનુભવાય તેમ બનશે.
િકશોરો માટે પ્રેમનો અનુભવ અિવસ્મરણિય રહેશે. યુવાનો પ્રભૂતામાં પગલાં માંડવા અાડેના અવરોધો દૂર કરી શકશે. વયસ્કોઅે જોખમ લેવાનું ટાળવું જોઇઅે, વડીલોના અારોગ્યમાં સુધારો દેખાશે.
સિંહ રાશી
અા સૂર્યની જ રાશી છે. તેમાં જ ગુરુ પ્રવેશ કરવાનો છે. અાથી અા રાશીના જાતકો માટે અા વર્ષ માટે દુવિધા, ડબલ માઇન્ડ અને ધર્મ સંકટ જેવા શબ્દો વધુ વપરાશે. અા રાશીના જાતકો અા સમયમાં લીધેલા િનર્ણયો પુરા નહિ કરી શકવાના કારણે માનસિક ટેન્શન અનુભવશે. બાકી કામોનો ઢગલો વધતો જાય અને અાયોજન કે અનુકુળતાના અભાવે તેઅો પરિશ્રમ કરવા છતાં અાળસુ સાબિત થાય તેવા સંજોગોનો ખેલ છે. િસંહ રાશીના તમામ જાતકોને અા વર્ષે અેક પરંપરાગત પેટર્ન બદલાતી હોય તેવું લાગશે . તેમના મનો વ્યાપારોમાં પણ ઘણો બદલાવ અાવશે. અા પરિવર્તન સમયે જે લોકો જાગૃત હશે તેમને અા પરિવર્તન અાનંદદાયક બનશે બાકી તે પીડાદાયક બને તેવી પણ શક્યતા છે. સૂર્યના ઘરમાં ગુરુનો પ્રવેશ થવાથી અામ કરું કે તેમ,ટુ બી અોર નોટ ટુ બી.. મુખ્ય સંવેદના બનશે. અનુભવો અને ક્વાયત કરવા છતાં જોઇએ તેવું ફળ ના મળવાથી િનરાશા ઉપજે. જો કે સામાજિક પ્રસંગો ઉકેલાવામાં ગુરુ ખાસ મદદ કરશે.
લગ્ન કરવા ઇચ્છુક અા રાશીના જાતકો માટે ખૂબ જ ઉત્તમ સમય છે. તેમને મનપસંદ પાત્ર મળી જાય તેવી શક્યતાઅો વધારે છે. જે લોકોને પ્રેમ લગ્ન કરવા છે પરંતુ પરિવારનો િવરોધ છે તેવા જાતકો માટે ગુરુ ઉત્તમ ફળ અાપશે. કેટલાક અેવા ઘટનાક્રમ બનશે જેના કારણે પરિવારજનો તેમની લાગણીને માન અાપીને માની જશે. રંગે ચંગે લગ્ન જીવન શરૂ કરવાની ઉત્તમ તક સર્જાશે. જે લોકોને અેરંેજ મેરેજ કરવા હોય તેમના માટે અા સમયમાં યોગ્ય પાત્ર મળવાના અને લવ કમ અેરેંજ મેરેજનો યોગ સર્જાય તેવી પુરે પુરી શક્યતાઅો સર્જાશે. હા, જે લોકો પરણી ગયા છે અને માંડ અેક કે બે વર્ષ જ લગ્ન જીવનને થયાં હોય તેવા યુગલો માટે ગેરસમજ સર્જાવાની તક ઊભી થાય તેમ છે. કાળજીથી કામ લેવું પડશે નહિતર કાયમ માટે િતરાડ પડવાના યોગ છે.
નોકરી કરનારા જાતકો માટે અા વર્ષ િનરાશાજનક રહે, ધંધો કરનારા જાતકો માટે પરિશ્રમનું ફળ છેટું જતું દેખાય, નવી સ્પર્ધા શરૂ થાય અને સમગ્ર ધંધાની સ્ટ્રેટેજી બદલવી પડે તેવી શક્યતા છે. જે લોકો મેન્યુફેક્ચરીંગના ધંધામાં છે તેમના માટે સારો સમય છે પણ જેમને ટ્રેિડંગ કરવું હોય તેમણે ખાસ કાળજી લેવી પડશે. સગાવ્હાલા સાથે જેમણે ભાગીદારી કરી હોય તેમના માટે અા સમય જાગી જવાનો છે. પારિવારીક ધંધામાં ભાગ બટાઇ થાય અને ધઁધો જુદાે પડે તેવો પણ સંજોગ છે.
િવદ્યાર્થીઅો માટે માર્ગદર્શન મળવાનો અને ભવિષ્યની કારકિર્દીના ઘડતર માટે રસ્તો ખુલ્લો થાય તેવા સંજોગો છે. િવજ્ઞાન શાખાના િવદ્યાર્થીઅો માટે સંશોધનાત્મક સમય છે. ઉચ્ચાભ્યાસ માટે સારા યોગ સર્જાય છે. કોમર્સના િવદ્યાર્થીઅો માટે નોકરીના નવા ક્ષેત્રો ખુલે અને તેમને નવા સાહસો કરવાની પણ તક મળે તેમ છે. પ્રેમ પ્રસંગ બાબતે એમ કહી શકાય કે આ સમય સારો નથી.
અતિ િબમાર વ્યકિતને જીવનનો સમાપ્તી કાળ નજીક અાવી ગયો હોય તેવું લાગી શકે છે. જ્યારે નવ દંપતિઅોઅે અા સમયમાં પોતાના લગ્નજીવનમાં ખાસ કાળજી લેવી જોઇઅે. અોવર કોન્ફીડન્સના કારણે સમસ્યા સર્જાઇ શકે તેમ છે. ગજા ઉપરાંતનું કામ માથે લેવાથી ટેન્શન વધી જાય અને બોજારૂપ લાગે તેવી શક્યતા પણ છે. લગ્નોત્સુકો માટે અા સમય સારો નથી. લગ્ન કરવામાં કે યોગ્ય પાત્ર શોધવમાં િવલંબ થાય તેવી શક્યતા અો પણ રહેલી છે.
યુવાનો માટે સફળતા મળે, વયસ્કો માટે જોખમોથી સંભાળવાનો સમય, વૃદ્ધો માટે અારોગ્યની સાથે સાથે પરિવારભાવનામાં વૃદ્ધી થાય તેવાં પગલાં લેવાનો સમય.
કન્યા રાશી
ક્ન્યા રાશીનો સ્વામી બુધ છે. બુધ અને સૂર્ય હંમેશા સાથે રહેનારા અને બુધ સૂર્યની નજીકનો ગ્રહ છે અા બંને ગ્રહોને અેક બીજાથી મૈત્રી પણ છે. અા રાશીથી ગુરુ બારમા સ્થાનમાં જવાનો છે. અાથી અા રાશીના જાતકોને કુંટુંબ પરિવાર અાર્થિક નાણાંકીય બાબતોમાંં ખાસ સફળતા મળે. પરિવારને લગતી લાંબા સમયથી ચાલતી મુશ્કેલીઅોનો અત નજીકમાં જ જણાય માનસિક શાંતિ વધે અને પરિવાર તરફથી પણ સહકાર મળતો હોય તેમ લાગે. અન્યાય થતો હોવાથી લાંબા સમયથી ચાલતી લાગણીઅોને ખુલાસો મળે અને મન શાંત થઇ જાય તેવું બને. ટૂંકા અંતરની મુસાફરી માટે અાનંદ પ્રમોદ માટે પણ સમય ફાળવી શકાય. સંકુચીત િવચારસરણીથી છૂટકારો મળે, નવી હોબી કે કોઇ શોખ િવકસાવવમાં પણ મદદ મળે.
અા રાશીના િવદ્યાર્થીઅો માટે અા સમય મહેનત અને અેકાગ્રતાનો છે. જો તેઅો અેકાગ્રતા રાખવમાં સફળ થઇ જાય તો તેમના માટે અા વર્ષ અણધારી સફળથા અપાવનારુ બની શકે છે. તેમણે અન્યો સાથે પોતાની સરખામણી અને િબનજરૂરી સ્પર્ધા ટાળવી જોઇ્અે.અભ્યાસ માટે િવદેશ જવાનું સ્વપ્નું પુરુ કરવામાં અેક પગથિયુ અાગળ જવાય તેમ બને જો કે, અા સમયમાં શિસ્ત રાખવી ખૂબ જ જરૂરી છે. જે વિદ્યાર્થિઅોનો અભ્યાસ અધવચ્ચ્ે છુટી ગયો હોય તેમના માટે અા સમયમાં પુનઃ અભ્યાસ અારંભ કરવાનું પણ સરળ બની જશે. પ્રેમ પ્રસંગો બનશે પણ તેમાં વાદ િવવાદ વધારે થઇ જશે. િકશોર-િકશોરીઅો માટે અા સમય તપસયાનો છે નહિ કે વાદ િવવાદનો, અાથી તેમણે પોતાની મનની સ્થિતીઅો પર ખૂબ કાબૂ રાખવો પડશે.
નોકરી કરનારા લોકો માટે અા સમયમાં બદલી કરવાની કે પ્રમોશન લેવાની માંગણીઅો પર ધ્યાન અપાય અને જાન્યુઅારીથી મે મહિનામાં તેમને મન ગમતી જગ્યા કે પદ મેળવવમાં સ્ફળતા મળી શકે તેમ છે. ધંધા ધારી લોકો માટે ફંડ અેકઠું કરવામાં પડતી મુશ્કેલીઅોમાં અોર વધારો થતો હોય તેમ લાગે ધંધાધારી લોકો માટે અા સમયગાળો યોગ્ય નથી. તેમણે પોતાની પછેડી જોઇને પગ પસારવા જોઇઅે. જે લોકો સ્થાન ફેર કે ધંધામાં ફેર બદલ કરવા ઇચ્છતા હોય તેમને માટે અા સમય યોગ્ય નથી. જેમ ગાડું ગબડે છે તેમ જ ચાલુ રાખવા અને નવા અખતરા નહી કરવા જ વધારે હિતાવહ છે.
લગ્નોત્સુક લોકો માટે અા સમય સારો છે. અેંગેજમેન્ટ કરવા કે મન ગમતા પાત્રને પ્રપોઝ કરવા માટે િડસેમ્બરથી ફેબ્રુઅારી સુધીનો સમય ઘણો સારો છે. તે દરમિયાન અાવા સાહસોમાં સફળથા મળી શકે તેમ છે. િવદેશમાં વસવાટ કરતાં સ્વજનો તરફથી સારા સમાચાર મળે. ભાઇ કે બહેનો સાથેના સબંધો ગયા વર્ષે બગડ્યા હોય તો તેમાં સુધારો લાવવા માટે પહેલ કરવાથી ફાયદો જ થાય તેમ છે. સંતાનો સાથેના વર્તનમાં સંયમ રાખવો. નવ દંપતિઅો માટે અા સમય ખટરાગનો કે સેપરેશનનો છે. કોઇ પણ કારણવશ પતિ પત્નીને અલગ પડવાનું થાય અને અા અલગ પડવાનું મે ૨૦૧૬થી અોગસ્ચ ૨૦૧૬ સુધી ચાલે અેમ છે. પ્રગતિ માટે કકળાટ વગર અલગ પડવાનું થાય તે યોગ્ય છે. સ્ત્રી જાતકો માટે અ સમયગાળો ખાસ્સો ફાયદા કારક છે. મનને શાંત કરીને સ્વસ્થ ચિત્તે િનર્ણયો લેવાથી અવસ્ય સફળતા મળે.
િકશોરોઅે તાલિમમાં ધ્યાન પરોવવું જોઇઅે.યુવાનોઅે કેરિયરમાં, વયસ્કોઅે વ્યવહારમાં અને વૃદ્ધોઅે સંયમથી કામ લેવું પડશે.
તુલા રાશી
અા રાશી શુક્રની રાશી છે. અા રાશીથી ગુરુ ૧૧ મા સ્થાનમાં જવાનો છે અા સ્થાન લાભનું સ્થાન છે. અા રાશીના જાતકો માટે અણધાર્યો લાભ અાવે, અાર્થિક ઉન્નતીની તકો સર્જાય, િમત્રો અને સ્વજનો તરફથી ત્યાં સુધી કે સરકાર તરફથી પણ સહકાર મળે. વાણી પર કાબૂ રાખવો જરૂરી બની જાય. જે લોકોઅે જાહેર જીવનમાં કામ કરવું છે તેમના માટે અા ઉત્તમ તક છે. ચૂંટણીમાં િટકીટ મેળવવાની ઇચ્છા રાખનારા લોકો માટે અા સમય ઘણો ઉત્તમ છે. િવરોધીઅો પણ સ્વાર્થના કારણે તમને સાથ અાપે તેવા યોગ છે. નાણાંનો ખર્યો વધી જાય પણ અાનંદ પણ અેટલો જ માણવા માટે મળે તેવી અા ગુરુ પરિવર્તનની અસર થાય તેમ વર્તાઇ રહ્યું છે.
િવદ્યાર્થીઅો માટે અા સમય મન ભટકી જવાનો અને ભણવાનું અધૂરું મૂકીને નોકરી કે ધંધો કરવાનું મન થાય તેવા યોગ રચાય છે. તેમણે નાણાં કમાવાની લાલચ પર કાબૂ રાખવો જોઇએ. િવષયાંતર કરવાનું કે પછી માત્ર નાણાંકિય ફાયદો થાય તેવું જ િશક્ષણ મેળવવાનો યોગ રચાય છે. જે િકશોર કે યુવાઅોને અાર્ટસના ક્ષેત્રમાં વધુ રસ હોય તેમના માટે સામાજીક સ્વીકૃતી મેળવવા કે લાઇમ લાઇટમાં અાવવાના પણ સંજોગો છે. મિત્રો તરફથી ઇર્ષા થઇ રહી હોય તેમ લાગે પણ બોલીને બગાડવાના બદલે વેઇટ અેન્ડ વોચની નિતી જ કામે લાગશે.
લગ્ન કરવા માટે ઉત્સુક યુવાનો માટે અા સમયમાં યોગ્ય પાત્ર અાવે તેવા યોગ તો છે પણ અેક કરતાં વધુ પાત્રોની હાજરીથી મૂઝવણ થાય અને અન્યોની સલાહ લઇને કામ કરવા જતાં પાછળથી પસ્તાવાનાો સમય અાવે તેમ છે. અાવા જાતકોઅે હજુ રાહ જોવી જોઇઅે અને દરેક વ્યક્તિ સાથે સબંધ પાકો કરતાં પહેલાં તેને પોતાની જાતને સિદ્ધ કરવાની તક અાપવી જોઇઅે. પરણિત લોકો માટે મન મોટાવ દૂર કરવાનો ઉત્તમ યોગ રચાય છે. નાનો પ્રવાસ િડસેમ્બર કે જાન્યુઅારીમાં કરી લેવામાં અાવે પરિવાર સાથે તો અાગામી સમયમાં અાવનારા કઠિન સમયનું ભાથું બંધાઇ જશે. માતા કે િપતા જો અતિ વૃદ્ધ કે િબમાર હોય તો બે માંથી અેકનું છત્ર માથા પરથી ગુમાવવાનો અને અેકલતા અનુભવાય તેવો યોગ પણ રચાય છે. સંતાનો સાથેના સબંધોમાં સુધારો અાવે સંતાનો તમારી પરિસ્થિતી સમજ અને સહકાર અાપે તેવો યોગ છે. અા સમયમાં જે લોકો ગેરકાયદે કે બે નંબરના કામની કોઇ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય તો તેમણે િવશેષ કાળજી લેવી પડશે. નહિતર કોર્ટ કચેરી કે અન્ય સામાજિક બદનામી અાવે તેવો યોગ છે.
નોકરીયાતો માટે અેકંદરે સામાન્ય સમય છે. નવી નોકરી બદલવા માટે અોગસ્ટ અને ફેબ્રુઅારી મહિનામાં તક અાવે જેમની કુંડળીમાં સૂર્ય નીચનો કે ખાડાના સ્થાનમાં પડેલો હોય તેવા જાતકો માટે અારોગ્ય િવષયક સમસ્યાઅો સર્જાય તેવો યોગ છે. ખાસ કરીને વાહન ચલાવતી વખતે કે પ્રવાસ કરતી વખતે અારોગ્યની ખાસ કાળજી લેવી. અનાવશ્યક બદલી થઇ જાય કે ઉપરી સાથે નાની બાબતે ગેરસમજ સર્જાય અને પછીના સમયમાં તેની અસરોના કારણે તકલીફ ઉઠાવવી પડે તેમ પણ બની શકે છે. ધંધો કરનારા જાતકો માટે અા સમય અતિ ઉત્તમ છે. જેટલું સાહસ કરે તેટલો વધારે લાભ અને જેટલી મહેનત કરે તેટલો વધારે લાભ મેળવે તેવા યોગ રચાય છે. ધંધો કરવાની સાથે નોકરી કે નોકરી કરવાની સાથે ધંધો કરવો હોય તો પણ ઉત્તમ સંજોગો છે. જેમને શેરબજાર કે લોટરીમાં રસ હોય તેમના માટે પણ અા સમય ઘણો ઉત્તમ છે.સ્ત્રીઅો માટે અારોગ્ય િવષયક બાબતો ખાસ કરીને હોર્મોન્સની તકલીફો સર્જાય અને પાણીની કમી વર્તાય , શરીરમાં અાયોડિન, અાયર્ન, હિમોગ્લોબીનની ખામ સર્જાય અને તેની સારવાર લેવી પડે તેવો યોગ છે.
િકશોરો માટે અા સમય મ્હ્ોં બંધ રાખી પોતાનું કામ કઢાવી લેવાનો છે. યુવાનો માટે સાહસ કરીને અાગળ વધવાનો છે. વયસ્કો માટે અા સમય ઇન્વેસ્ટમેન્ટનો પુરો લાભ લેવાનો અને વૃદ્ધો માટે અા સમય પરેજી અને દવાની તકેદારી લેવાનો સમય છે.
વૃશ્ચિક રાશી
અા મંગળની રાશી છે. ગુરુ તેનાથી ૧૦મા સ્થાનેથી પસાર થવાનો છે. અા પરિભ્રમણ અેકંદરે અા રાશીના જાતકો માટે સારું છે. તેમને કોઇકની જગ્યા ખાલી પડવાથી પ્રગતિ કરવાની તક મળે, ઇગોને અાઘો ખસેડીને કામ કરવાથી લાભ થાય. અા સમયમાં મહેનત તો વધી જ જશે પણ સાથે સાથે જશ મળે, માન મળે, પ્રતિષ્ઠા મળે અને સાથે સાથે અાર્થિક લાભ પણ મળે તેવો યોગ છે. જે લોકો રૂટિન કામ કાજ કરી રહ્યા છે તેમણે સમયની નાડ પારખીને પોતાનામાં કે કામકાજમાં અપડેટેશન લાવવું પડશે. જે લોકો નવો અાઇડિયા ઇમ્પલીમેન્ટ કરવા ઇચ્છે છે તેમના માટે અા સમય ઘણો સારો છે.
િવદ્યાર્થીઅો માટે અા સમય સારો અને વધુ મહેનત સાથે યોગ્ય માર્ગદર્શન મેળવવાનો છે. અેક કરતાં વધુ લોકો પાસેથી માર્ગદર્શન મેળવનારા િવદ્યાર્થિઅોને સાચુ માર્ગદર્શન ના મળે, જે લોકોને પાેતાના કેરિયર માટે દિશા પસંદ કરવી છે તેઅો માત્ર પૈસા નહિ પણ પોતાનાે રસ કઇ લાઇનમાં વધુ છે તે િવશે ખાસ િવચારે. માત્ર નાણાંકિય લાભ િવશેના િવચારો ટૂંકા ગાળા માટે જ ફળ અાપશે. જે િવદ્યાર્થિઅોને અાર્થિક ભારણ હેઠળ ભણવાનું નસીબ મળ્યું છે તેમને કોઇ દત્તક લે કે મદદ કરે તેવા યોગ છે. જો કે જેમની કુંડળીમાં ગુરુ ખરાબ હશે તેઅો અા બાબતનો વધારે લાભ લઇ નહિ શકે. તેમણે સોબત પર ખાસ ખ્યાલ રાખવાની જરૂર છે. લલચાવે કે અાદત પાડી દે તેવી મીઠી ખાઇ તમારા માટે તૈયાર છે, તમારે તેનાથી બચવાનું છે અાથી ટૂંકા રસ્તા અપનાવવા તરફ નજર જ ના કરવી.
લગ્ન માટે ઉત્સુક લોકોને અા વખતમાં પરિવાર તરફથી અસાધારણ મદદ મળે અને પરિવારમાંથી જ નજીકમાંથી જ યોગ્ય પાત્ર લગ્ન માટે મળી જાય તેમ બને. અા રાશીના જે પ્રોફેશનલ્સ છે તેમના માટે ઘણી સારી તક છે. તેમને તેમની મહેનત અને અનુભવનું ફળ હવે મળતું થયું હોય તેમ લાગે. િરસ્પેક્ટેબલ બનાય અને બજારમાં ગુડવીલ પણ બને જેને વળતરમાં ફેરવવાની અાવડત કેળવી લેવી પડે. જે લોકો િટપીકલ પ્રકારની સમયથી બંધાયેલી નોકરી કરે છે તેમના માટે અા સમય સામાન્ય છે. પણ જેઅો પડકારજનક નોકરી કરે છે તેમને અાગળ વધવાની અનેરી તક મળે, કોઇની જગ્યા ખાલી થવાથી ફાયદો થઇ જાય. ધંધો કરનારા લોકો માટે પણ અા જ ગણિત કામ લાગશે.
જે લોકો મકાન કે દુકાન ખરીદવાનું પ્લાનીંગ કરી રહ્યા હોય તેમના માટે અા સારો સમય છે. જો કે અા ખરીદી જાન્યુઅારીથી મે મહિનાની વચ્ચ્ે ના કરવી તેની પહેલાં કે પછી જ કરવી જોઇઅે.સ્ત્રીઅો માટે સમય પુરુષોને સારી અેવી હરિફાઇ પુરી પાડવાની છે. તેમને સરકારી લાભ મળે. અારોગ્યમાં પણ સુધારો વર્તાય, અાગળ વધવા માટે પરિવારથી સાસરી અને પિયર બંને તરફથી મદદ મળે તેમ છે. િવદેશ પ્રવાસ માટે અા સમય સારો છે પણ જેમણે ધધાકિય કારણોસર પ્રવાસ કરવો છે. તેમણે ખાતરી કર્યા બાદ જ કોઇ સાહસ કરવું પડશે. િ
િકશોરો માટે િવસ્મયથી જાણકારી મેળવવાનો , યુવાનોને માર્ગદર્શનની અાગળ વધવાનો અને વયસ્કોઅે સમજદારી દાખવવી પડે તેવો સમય છે. વૃદ્ધો માટે સાધારણ સમય છે.
ધન રાશી
ધન રાશીનો સ્વામી જ ગુરુ છે અને પોતાની રાશીથી અા ગ્રહ નવમા સ્થાને પરિભ્રમણ કરવાનો છે. ધન રાશી સાથે નવમ પંચમ યોગ રચે છે. અા રાશી માટે અા પરિવર્તન અત્યંત શુભદાયી છે. જુનું દેવું ચૂકવવાથી માંડીને નવા અાયોજનો કરવા સુધી તમામ ક્ષત્રે સફળતા મળે, સમાજમાં વાહ વાહ થાય, સંતાનોથી અને પત્નીથી સંતોષ મળે અને વડીલોના અાિર્શવાદ મળે તેવો ઉત્તમ સમય છે. બસ, અા સમયમાં ખાસ ખાવા પીવામાં કાળજી લેવા જેવી છે. વાયુ અને પિત્તનો પ્રકોપ થાય અને તેના કારણે શરીરમાં સાંધાના દુઃખાવા થાય તેવી શક્યતાને બાદ કરતાં અા રાશીના જાતકો માટે અા સમય અતિ ઉત્તમ છે.
િવદ્યાર્થીઅો માટે અા સમય અસાધારણ મદદ અને િહંમત અપાવનારો છે. જે લોકો સ્કોલરશીપ કે અન્ય પ્રકારના અેડમિશનન િવગેરેની રાહ જોઇને બેઠા હશે તેમને તે અા સમયમાં જરૂરથી મળી જશે. જે બાળકોને અભ્યાસની સાથે સાથે જોબ કરીને પોતાનો ખર્ચ જાતે ઉઠાવવો છે તમને પણ નોકરી મેળવવાની તક મળશે. અેટલું જ નહિ, અા સમયમાં િવદ્યાર્થીઅોને માત્ર સ્કુલ કે કોલેજમાં જ નહિ જીવનની પાઠશાળામાં પણ ઘણું નવું શીખવા મળશે. અાર્ટસના િફલ્ડમાં રસ ધરાવનારા િવદ્યાર્થીઅો માટે તો અા ગોલ્ડન સમય છે. પીઅેચડી કે ઉચ્ચાભ્યાસ માટે પ્રયત્ન કરી રહેલા િવદ્યાર્થીઅોને પણ સફળતા મળશે. પ્રેમ અને લાગણીની બાબતમાં અા સમય ઘણો અનુકુળ રહેશે. મિત્રો તરફથી મદદ મળે, પરિવારનો સહકાર મળે અને કુદરતની પણ મદદ મળે તેમ છે.
લગ્નની વયે પહોંચેલા જાતકો માટે લગ્ન કરી લેવાના ઉત્તમ સંજોગો રચાશે, કેટલાક નબળા ગુરુ વાળા જાતકોને તો ખુદની ઇચ્છા હાલમાં લગ્ન કરવાની નહિ હોય છતાં અકસ્માતે પ્રેમમાં પડીને કે પરિવારના અાગ્રહને વશ થઇને લગ્ન કરી લેવા પડે તેવો બળવાન યોગ છે. અોન લાઇન માધ્યમોથી જીવનસાથી મેળવવાના પ્રયત્નો પણ સફળ થાય ભૂતકાળમાં જ્યાંથી રિજેક્શન અાવ્યું હોય તેવા પાત્ર તરફથી પણ પુર્નવિચાર કરવામાં અાવે અને સ્વીકૃતી થાય તેવાે યોગ છે. જ્યારે જે દંપતિઅો અોલરેડી પરણી ગયાં છે પણ તેમના લગ્ન જીવનમાં હજુ તાલમેલ અાવ્યો નથી કે જોઇઅે તેવી સંવાદિતતા નથી તેમના માટે પણ અા સમયમાં ઘણો હકારાત્મક સુધારો દેખાય તેવા યોગ છે.
નોકરી કરનારા જાતકોને મરજી મુજબનું કામ કરવા મળે અને તેમણે અત્યાર સુધી જે કામ કર્યું છે તેનું વળતર મળે, નોંધ લેવાય અને મોભો વધે તેવા યોગ છે. હા, માત્ર કામચોરી કરીને દેખાડા પર જ પોતાનું કેરિયર ટકાવી રાખનારા કેટલાક અપવાદો માટે ગુરુ સબક શિખવનારો પણ બની શકે તેમ છે. ધંધો કરનારા વ્યક્તિઅો માટે પણ ગુરુ ઘણી સફળતાઅોનું ભાથંુ લઇને અાવનાર છે. કાયદા, કન્સલટન્સી, દલાલી, પ્લેસમેન્ટ, ડોક્ટર જેવા વ્યવસાય કરનારા જાતકો માટે ગુરુ ઉત્તમ ફળદાયી છે. જે લોકો મેન્યુફેક્ચરીંગ કે પ્રોડક્શનનું કામ કરી રહ્યા છે તેમણે ખાસ કામદાર વર્ગથી થોડી મુશ્કેલીઅો સર્જાશે પણ મુત્સદીગીરીથી કામ લેવાશે તો તેમાં પણ સફળતા મળશે. ટ્રેિડંગનો વ્યવસાય કરનારાઅોઅે સંગ્રહખોરીથી ખાસ બચવાની જરૂર છે જેમને માર્કેટની અને ડિમાન્ડથી સારી માહિતી હશે તે લોકો ફાવી જશે.
ંસ્ત્રીઅો માટે અા સમયમાં પોતાની દબાયલી ઇચ્છાને વ્યકત કરવાનો અને પુરી કરવાનો મોકો મળે તેવા યોગ છે. જે કામકાજી મહિલાઅો છે તેમના માટે બહારના લોકો તરફથી મદદ કે સહકારનો અિવરત પ્રવાહ મળે તેમ છે પરંતું તેમણે પાસે અાવનારા વ્યક્તિઅોની દાનત અોળખવી પડશે. હાલમાં મદદ કરીને પાછળથી શોષણ કરે કે ઇમોશનલ બ્લેક મેઇલ કરે તેવા લોકોને અોળખી તેમનાથી દૂર રહેવું જોઇઅે. નવું મકાન લેવાનું સપ્ન સાકાર થતું લાગે તે અાડેની મુશ્કેલીઅો પણ ધીમે ધીમે દૂર થશે. પતિ સાથેના સબંધોમાં સંવાદિતતા અાવશે. લાંબા સમયથી મનમાં ઘૂંટાઇ રહેલા વહેમનું પણ અોસડ મળશે અને ચમત્કારીક રીતે મન શાંત થઇ જશે. પાસે રહેનારા લોકો િવશેની ફરીયાદો પણ દૂર થશે.
કિશોરો માટે દુિનયા મુઠ્ઠીમાં લેવાનો અાત્મિવિશ્વાસ પેદા કરવાનો, યુવાનો માટે પ્રેમમાં પડવાનો અને અાનંદ મેળવવાનો, વયસ્કો માટે અાર્થિક સ્થિતી સુધારવાનો અને વૃદ્ધો માટે વીશ લિસ્ટ ખાલી કરવાનો સારો સમય છે.
મકર રાશી
મકર રાશીનો સ્વામી શનિ છે. અા રાશીથી ગુરુ સિંહ રાશીમાં જતાં અાઠમા સ્થાનમાંથી પસાર થવાનો છે. ૧૪મી જુલાઇ બાદ અા સમયગાળામાં અાગલા વર્ષમાં થયેલી ભૂલો સુધારવાનો સમય છે. જે કામ અટક્યું હોય તો તેને નવેસરથી શરૂ કરવાથી તેમા સફળતા મળવાની તકો વધી જશે. અન્યો પર અાધાર રાખવાને બદલે દરેક મહત્વના િનર્ણયો અને કામગીરી પર પોતાની નજર રાખવી સહેલી પડશે. િવશ્વાસઘાત થાય, નાણાં ગુમાવવા પડે, ભરોંસાની વ્યકિત્અો અણીના સમયે જ પાણીમાં બેસી જાય કે ગાયબ થઇ જાય અને કુદરતને દોષ દેવા સિવાય અન્ય કોઇ વિકલ્પ ના બચે તેવા અણસાર સાંપડી રહ્યા છે. જે લોકોને પોતાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે કોઇ અેકશન લેવા છે તેમણે ખાસ અાયોજન અને તૈયારી કરવી પડશે. પરિવારનો સહકાર ના મળે અને એકલા પડી જવાય તેવા યોગ છે.
િવદ્યાર્થીઅો માટે અેકંદરે સમય િનરાશાજનક છે. તેમણે કરેલા પ્રયાસોનું ૫૦ ટકા જેટલું જ ફળ મળે અાથી અાગળથી જ અા વાત જાણીને ૧૦૦ ટકા સફળતા મેળવવા માટે ૨૦૦ ટકા પ્રયત્નો જ કરવા જોઇએ. અારોગ્ય બગડવાના કારણે પણ અભ્યાસમાં ખલેલ પડે તેમ છે. માનસિક રીતે પણ અન્યોની સાથે સરખામણી કે સ્પર્ધામાં િનષ્ફળ જવાની િડપ્રેશન અાવે અને અયોગ્ય માર્ગ અપનાવવાની લાલચ થઇ અાવે તેવા યોગ પણ રચાય છે. િવદ્યાર્થિઅોને ખાસ અે સુચના અાપવાની કે અા સમયમાં ધીરજ અને સંયમથી કામ લેવું પડશે. તેમે ગમે તેટલા હોંશિયાર હોવ છતાં પણ કોઇ ભૂલ થઇ જાય અને તેના કારણે સફળતા સામે હાથ છેટું રહી જાય તેવા સંયોગ છે.
નોકરી કરતા જાતકો માટે અપમાન સહન કરવાનો કે પછી અણગમતી કામગીરી કરવી પડે તેવો યોગ છે. તમે તમારું કામ દિલ દઇને કરતા હશો છતાં કાવાદાવા દ્વારા તમને નકારા કે નક્કામા સાબિત કરવાનો પ્રયત્ન થાય અને તેમાં અાશિંક સફળતા પણ મળે. જુની ગુડવિલ બગડે અને સમાજમાં તમારું ખરાબ દેખાય તેવું કરવા માટે દુશ્મનો સક્રીય થશે. તેમે જો રાજકારણ કે અેના જેવી જ કોઇ વધારે ખટપટવાળી ભૂિમકા ભજવી રહ્યા હોવ તો તમારે કોઇના પર પણ િવશ્વાસ રાખવો નહિ, તાંત્રીક કે માંત્રીક ઉપાયો કરવા નહી, ઉગ્ર દેવની અારાધના કરવી નહિ, અઘરાં વ્રત કે ઉપવાસ પણ કરવા નહિ, નહિતર તેમાં ચૂક થવાના કારણે મોટું નુકસાન થાય તેવો યોગ છે. ધંધો કરનારાઅો પણ સમજી િવચારીને જ િનર્ણયો કરવા, કોઇના ભરોસે કે બજાર વધશે તેવા ભરોંસે સટ્ટાવાળુ કામ કરવું નહિ. ખોટા જોખમ ખેડવા નહી, લાંબા ગાળાનું ઇન્વેસ્ટમેન્ટ પણ કરવું નહિ,
મકાન ખરીદવા ઇચ્છનારા માટે જાન્યુઅારીથી મે મહિના ૨૦૧૬ વચ્ચેનો ગાળો શુભ છે. અારોગ્યની કાળજી લેવી અને િડસિપ્લીન ખાસ ફોલો કરવી. લગ્ન કરવા ઇચ્છતા જાતકો માટે અા સમય િનરાશાજનક છે. તેમને સારાં પાત્ર ન મળે અને મળે તો તેની સાથે મેળ ના બેસે અને અફસોસ થાય તેવી શક્યતા છે. વાહન ખરીદવું હોય તો નવેમ્બરથી જાન્યુ્અારી વચ્ચેનો ગાળો શ્રેષ્ઠ છે. ઘરમાં અને પરિવારમાં મતભેદ વધે અને સંતાનો સાથે વિતંડાવાદ થાય તેમ છે. જો કે અાઠમાં સ્થાનમાં ગુરુ કોઇ વડીલની અણધારી િવદાય પણ સૂચવે છે. દાંપત્ય જીવનમાં સુમેળ લાવવા માટે અા સમય સારો છે.
સ્ત્રીઅો માટે અા સમયમાં ગઇ ગુજરી ભૂલી જઇને નવેસરથી અેકડો ઘૂંટવાનો તબક્કો છે. પ્રેમમાં પડનારા માટે નાસી પાસ થવાનો સમય છે. િવદેશ જવા માટે સારો સમય છે. જ્યારે ટૂંકા પ્રવાસોમાં અકસ્માતથી ખાસ સાચવવું, ગુરુના કારણે અાંતરડાની કે મૂત્રાશયની તકલીફ વધે, પાઇલ્સ કે પથરીની પીડા ઉપડે તેવા પણ યોગ છે.
િકશોરો માટે શાંતિ જાળવવાનો યુવાનોને તકેદાર રહેવાનો, વયસ્કોઅે મોટુ મન રાખવાનો અને વૃદ્ધોઅે અારોગ્ય જાળવવાની જરૂર છે.
કુંભ રાશી
કુંભ રાશી પણ શનિની જ રાશી પણ તે મકર રાશી કરતાં શનિની માઠી અસરો અોછી ભોગવે છે. જ્યારે ગુરુ અા રાશીથી સાતમા સ્થાનમાંથી પસાર થઇ રહ્યો છે તે અા રાશીના તમામ જાતકો માટે ખૂબ જ ઉત્તમ યોગ કરે છે. ખાસ કરીને લગ્નની ઉંમરે પહોચેલા અા રાશીના જાતકો માટે લગ્નના બંધનમાં જોડાવનો અને જન્મ પર્યંતનો જીવનસાથી મેળવવાનો ઘણો જ સારો યોગ કરે છે. ધંધામાં ભાગીદાર શોધી રહેલા વેપારીઅોને અાર્થિક મદદ કરે તેવા સ્લીંપીંગ પાર્ટનર્સ મળી જાય તેવા યોગ છે. જ્યારે જે લોકો પ્રણયભંગ થયા હોય તેમના બંને વચ્ચે સમાધાન થાય અને તેઅો સુખપૂર્વક ભેગા જીંદગી ગુજારે તેવા યોગ પણ સર્જાય છે.
િવદ્યાર્થીઅો માટે અા સમય સહાધ્યાયીઅોની મદદ મેળવીને ગંતવ્ય સ્થાન સુધી પહોંચવાની શક્યતાઅો સર્જાય છે. કદાચ તમારે અા વર્ષથી માતા પિતાથી દૂર જઇને હોસ્ટેલમાં કે પેઇંગ ગેસ્ટ તરીકે અેક કરતાં વધુ રૂમ પાર્ટનર્સ સાથે રહેવું પડશે. તમારી અાગળ ભણવાની મનોકામના પુરી થશે અને મન ગમતી શાખામાં પ્રવેશ મેળવવાના પ્રયત્નોને પણ સફળતા મળશે. હા, અા વખતમાં તમારે અિભમાનથી રહેવું, શેરીંગ નહિ કરવું કે અેકલ પેટા બનવા જેવા દુર્ગુણોથી બચવું પડશે. નહિતર જીવનભરનો સારો અને સાચો મિત્ર મેળવવાની તક ચૂકી જશો. અભ્યાસાર્થે િવદેશ જવાની સુંદર તક ઊભી થશે. પરિવારનો પણ સપોર્ટ મળશે. જો કે પેટની િબમારીઅો અને ખાસ કરીને અેન્ડ્રોનીલ ગ્લેન્ડના પ્રોબ્લેમ્સ અાવશે. તેનાથી બચવા માટે ખોરાક પર ખાસ કાબૂ કરવો પડશે. બહારનું, ફાસ્ટફૂડ કે વાસી ખોરાક ખાવાથી તમને ક્યારેક વ્હાઇટ સેલ વધવાની અને અપચાની કે અેસિડિટીની તકલીફો વધશે જેનાથી તમારી અેકાગ્રતા ખોરવાશે.
નોકરી કરતા જાતકો માટે અા સમય અેકંદરે રૂટિન છે. ખાસ કોઇ નવા જૂની અાપોઅાપ બનવાની નથી અને તમારે અેવી કોઇ ઉપાધી સામે ચાલીને સર્જાય તે માટે પ્રયત્નો કરવાની જરૂર નથી. ધંધો કરનારા જાતકો માટે અા સમયમાં ઘણી નવી તકો તો સર્જાશે પણ ક્યારે મૂડીના અભાવે તો ક્યારેક વર્ક ફોર્સ કે િવષયનું જ્ઞાન નહિ હોવાના કારણે તક જતી કરવી પડે તેવી શક્યતા છે. સાચું અને સ્પષ્ટ બોલવાથી લાભ થશે. પડશે તેવા દેવાશે કે પછી અાગળ જતાં જે થશે તે જોયું જશે… વાળું વાક્ય તમે ના બોલો અને ના અનુસરો તો ધંધામાં તકલીફો અોછી પડશે.
સ્ત્રીઅો માટે અા સમયમાં પ્રેમની લાગણીઅો વધુ અંકુરિત થશે. પ્રિયતમ કે પતિ માટે બલિદાન અાપવાની કે તેમના માટે ઉજાગરા કે મહેનત કરીને કાંઇક કરી બતાવવાની ઇચ્છા વધી જશે. જો કે તેનું સારુ કે ખરાબ ફળ તમને અા વર્ષે જોવા નહી મળે. સંતાનો અંગેની તમારી ચંિતા પણ પરિવારના સભ્યો ધ્યાન નહી અાપે અને તેની ચિંતામાં તમારી ઊંઘ અોછી થઇ જશે. ખાનગી વાતો ખાસ િમત્રો-બહેનપણીઅોને કહેતાં સો વાર િવચાર કરજો.
કિશોરો માટે બુદ્ધીની ધાર કાઢવાનો સમય, યુવાનો માટે સબંધોનું િવશ્લેષણ કરી પસંદગી કરવાનો સમય, વયસ્કો માટે અિભમાનથી બચવાનો સમય અને વૃદ્ધો માટે ન્યાયની વાત કરવાનો સમય છે.
મીન રાશી
મીન રાશી ગુરુની ખુદની રાશી છે. અા રાશી જલ તત્વની રાશી છે. તે અતિસંવેદનશીલ અને કલાકારોની રાશી છે. અા રાશીથી ગુરુ છઠ્ઠા સ્થાનેથી પસાર થઇ રહ્યો છે. અા રાશીના જાતકોને સ્વપ્નમાંથી જગાડી દેવાનું અને વાસ્તવિકતાનું દર્શન કરાવવાનું કામ સંિંહરાશીમાં ગુરુ કરશે. અભિવ્યક્તિ અને પ્રદર્શન વચ્ચેનો ભેદ અોળખી લેવો પડશે. અાપ સારા તો જગ સારા.. વાળી ઊક્તિ ખોટી પડતી હોય તેવું લાગે અને લાગણીઅોને ઠેસ પહોંચે તેવા બનાવો અિવરત બનતા રહે. તેના કારણે સબંધો પરથી ભરોંસો ઉઠી જાય તેવી શક્યતા છે. ખૂબ જ નજીકના લોકો અાપણા નામ, કામ કે ઇચ્છાને અવગણે તે સ્થિતી અસહ્ય બને તે પહેલાં મનને તૈયાર કરી લેવું પડશે.
િવદ્યાર્થીઅો માટે રોજનું કામ રોજ કરો, અે મુદ્રા લેખ બની જશે. જો અાળસ કરશો તો અા વર્ષ તમને જીંદગીની સૌથી મોટી શીખ અાપી જશે. સાથે સાથે િવષય કે સ્ટ્રીમની પસંદગી કરવામાં પણ ખાસ કાળજી લેવી પડશે. જે લોકોને સાયન્સ િવષયો લેવા છે તેમણે અેક વાત ખાસ સમજી લેવી પડશે કે અત્યાર સુધી તમારી મેમરી કે ઇન્ટેિલજન્સીના અહોભાવમાં જે પરિણામો લાવ્યા છે તે અા વર્ષે ચાલે નહી , માત્ર મહેનત કરનારાને જ ગુરુનો લાભ મળશે. જેમને ટ્યુશન ક્લાસીસ કે અન્યોની મદદની અાશા હોય તેમણે તો અત્યારથી જ િનષ્ફળતા નક્કી લખી લેવી પડશે. રિકરંીગ વેલ્યુમાં ગણી શકાય તેવી રીતે અેકધારી મહેનત અને અાયોજન કરવાથી જ સારું પરિણામ મેળવી શકાશે.
નોકરી કરનારા માટે પણ મહેનત અને લગન જ મુખ્ય સંવેદન રહેશે. અામ છતાં ક્યારેક અન્યોને વધું ફાયદો કે મહત્વ મળી રહ્યું છે તેમ લાગશે. અામ છતાં હાલમાં ગ્રહોની હાલત જોતાં અેવી સલાહ ચોક્કસ અાપી શકાય કે ફરિયાદ કરવાથી કોઇ ફાયદો થવાનો નથી ઉલટું તે તમારી િવરુદ્ધમાં જશે. માટે હાલમાં સમયની નજાકતતાને સમજીને ચૂપ જ રહેવું જોઇઅે. નવંુ મકાન ખરીદવા માટે જાન્યુઅારીથી માર્ચ મહિના વચ્ચે અન જુલાઇ અોગસ્ટ મહિનમાં સારા યોગ સર્જાય છે. િવદેશ પ્રવાસની તક મળે. સંતાનોના કારણે ખોટા ખર્ચાનો ભોગ બનવું પડે. પત્ની-પતિના અારોગ્યની પણ સમસ્યા સર્જાય તેમ છે.
સ્ત્રીઅો જો કામકાજમાં જોડાયેલી છે તો તેમના માટે અા કસોટીનો કાળ છે પણ જેઅો માત્ર હાઉસ વાઇવ્ઝ છે તેમને માટે ઘરના પ્રશ્નો ઉકલેવાની અને પરિવારમાં પોતાની વાત મનાવવા માટેની ઉત્તમ તક ગણી શકાય મીન રાશીના જાતકો સામાન્ય રીતે ઘણા લાગણીશીલ હોય છે ગુરુ છઠ્ઠા સ્થાને અાવે ત્યારે લોહીના ના હોય તેવા સબંધો તરફનો ઝૂકાવ વધે, સાસરી પક્ષ તરફથી તકલીફ થાય, ધર્મસંકટમાં મૂકાવાની શક્યતા છે. જીવનસાથી સાથે મતભેદો વધારે ઘેરા બને, અારોગ્ય િવષ્યક સમસ્યાઅોથી ખાસ સંભાળવું પડે. ખાસ કરીને ગળાની શ્વાસની, કે વારસાગત રોગની તકલીફો ઉથલો મારે.
િકશોરોઅે દાનત સંભાળવી, યુવાનોઅે િવચારો પર કાબૂ રાખવો, વયસ્કોઅો માફ કરવું અને વૃદ્ધોઅે જૂનવાણી માનસિકતા ત્યજવી પડશે.