અધિકાર, ધિક્કાર, ચિક્કાર, પણ મજેદાર
અેવી કઇ વસ્તુ છે કે જે લેવી ગમે પણ અાપવી ના ગમે? અો હો.. યાદી તો બહુ લાંબી થઇ જાય તેમ છે કારણ કે લોકોને લેવું હોય છે પણ અાપવું નથી હોતું. બધું લેવાનું લાયસન્સ એટલે અિધકાર. ક્રાંતિ કે બળવો અને પ્રેમ કે નફરત જેવી ઘટનાઅો અિધકારના જ ફરજંદ છે. અિધકાર અેટલે શું? ભારત અાઝાદ થયો ત્યારે લાયસન્સ રાજ ચાલ્યું હતું. કોલસાની ખાણોમાં કે સરકારી રેશનીંગમાં, જ્યાં જુઅો ત્યાં લાઇસન્સ રાજ જ હતું. અાવા અેકાધિકાર ઇજારાશાહી ગણાતો,અધિક મહિનામાં િવષ્ણુના સહસ્ત્રના નામ બોલાય છે પણ અિધકાર તો સહસ્ત્રથી પણ વધુ નામે અોળખાય છે. ઈજારો, હક, મોનોપોલી, લાયસન્સ. વાસસ્તવમાં તો અિધકાર જ ગુલામીનો જન્મદાતા છે. ૧૬મી સદીમાં મનુષ્યો પર નાણાં ખર્ચીને adકાર જમાવાતાે. ઉમરાવો ગુલામાે રાખતા અને તેમની સાથે કોઇ ચીજ વસ્તુ સાથે થાય તેવો વ્યવહાર કરવામાં અાવતો? જાણે માનવ અિધકારનું હનન કરવાનો અિધકાર તેમને મળી જતો. અાગળ જતાં ધર્મનો અિધકાર મળવા લાગ્યો, માણસ જેમ સમજદાર થતો ગયો તેમ તેમ તેણે અિધકાર મેળવવાના અવનવા રસ્તા શોધી કાઢ્યા. તેણે સૌપ્રથમ ધર્મનો સહારો લીધો. એ સમય હતો કે જ્યારે જ્ઞાની અેટલે ધર્મજ્ઞાની એમ જ મનાતું હતું. કોઇ પણ ધર્મનો ઇતિહાસ લઇને તપાસો તો ખબર પડી જશે કે દરેક ધર્મમાં અા કરાય અને અા ના કરાય તેવા અસષ્ટ િવભાગો પાડી દેવામાં અાવ્યા છે. અને પછી તેની છણાવટ કરવા માટે અેટલે કે અર્થ ઘટન કરવા માટે કોઇ ધર્માધિકારીને શોધવાનો. તે રસ્તો કાઢે તો જ અાગળ વધાય અને તેમ ના થાય તો ધર્મ સંકટ અાવી પડે. વાસ્તવમાં તો ધર્મને ફરજ સાથે જોડીને જોવામાં અાવે છે. અને અિધકાર અે ફરજવાળા સિક્કાની બીજી બાજું છે. તેમ છતાં ધર્મ જ ખુદ અેકાધિકારને ખુલ્લું અામંત્રણ અાપતો હોય તેવો સમાજ રચાઇ ગયો હતો. અને પેલા દલા તરવાડીની વાર્તાની જેમ રીંગણા લઉં બે ચાર, અરે લો ને દસ બાર..વાળો ખેલ જ રચાતો અને ધર્મ અિધકારી, ધર્મધૂરંધર બની જાય અને ધર્મના નામે બ્હ્મવાક્ય જનાર્દનઃ થઇ જતું.
ત્યાર પછીના િવકાસમાં માર્ગ અાવ્યો સત્તાનો પછી તો સત્તા અાગળ શાણપણ નકામુવાળી કહેવત પ્રચલિત બની અને રાજા, વાજાને વાંદરા વાળી ઊક્તિ પણ અાવી, (જો કે હજુ પણ રાજાની જગ્યાઅે બોસ શબ્દ મૂકીઅે તો અા ઊક્તિ નોકરીયાત લોકો માટે અેટલી જ સાચી છે, ભૂલી ગયા પેલું અંગ્રેજીને ચબરાકિયું. બોસ ઇઝ અોલવેઝ રાઇટ). રાજાના વાજાં વાગે અેટલે ખસી જવું, રસ્તાે ખુલ્લો મેળવવો અે રાજાનો અિધકાર, હામાં હા જ ભેળવવા દેવી તે રાજાનો અિધકાર, બેખોફ બનીને અેૈયાશી કરવી અે રાજાનો અિધકાર, જ્યારે અાવા રાજાની અડફટે નહિ ચઢવું અને અાયખુ અાખુ સંતાકૂકડી રમીને િવતાવી દેવું તે નમાલી પ્રજાની ફરજ બની જતી હતી. અાવા સમયમાં અધિકારના ધખારાઅે માઝા મૂકી હતી. દરેકને તાકાતના જોરે અિધકાર મેળવવાની સ્પર્ધામાં ઝૂકાવવું હતું. તેના કારણે બન્યું અેવું અિધકાર મેળવવામાં મોટો નાનાને ખાઇ જાય તેવું બન્યું અને કુદરતનો ક્રમ છે કે મોટાથી મોટું તો મળી જ રહે છે. અા મોટાથી મોટું મેળવવાની લ્હાયમાં રજવાડા ખતમ થઇ ગયા પણ અિધકારો જળવાઇ રહ્યા, ખાલસા થયા તો પણ સાલિયાણાના સ્વરૂપમાં અધિકારો જળવાઇ રહ્યા અને અા અિધકારોથી રાજ કરનારા રાજાઅો હવે, અિધકારના અેશિયાળા બનીને જીવવા લાગ્યા. માઠુ લાગે તેવું પણ સત્ય અે જ હતું કે રાજાઅો સાલિયાણાને અિધકાર ગણવા લાગ્યા અને તેના કારણે સરેરાશ પ્રજાની અાંખ ખૂલી ગઇ તેમને ખબર પડવા લાગી કે અિધકાર સારા હોય છે પણ તેને અેકાધિકાર બનાવવાનું ઝનૂન િવનાશ નોંતરે,બસ અિધકાર બદલાઇને ઇજારો બની ગયો, ઇજારો લેનારા લોકોનો નજારો બદલાઇ ગયો. સાયકલ ફેરવતા, રેંકડી ચલાવતા કે ધક્કાધક્કીનું કામ કરીને જીવી ખાતા લોકોને તેમની ઊંચા ઉગળા થવાની, વ્હાલા લાગવાની તાકાતથી હજુ પણ રાજાશાહીના કેફમાં રાચતા મુઠ્ઠીભર લોકોનો લાભ લેવા લાગ્યા, જી હજુર, હુકમ કે વાહ બાપુ, કહીને હુકો ભરવાની ત્રેવડ તો એવો ત્રીજો ભાઇ બન્યો કે જાણે તેમને તો લોટરી લાગી ગઇ, અેકલ દોકલ બનાવો નહિ પણ સરેરાશ બનાવોના સિલસિલાને જોઇઅે તો ૧૯૫૦થી ૧૯૬૫ સુધીના ગાળામાં અધિકાર જાણે અાશિર્વાદ બની ગયો. િવલિન થતાં રજવાડાં અને િવદાય થતાં રાજાઅોઅે નવા રાજાની ભેટ સમાજને અાપી અા લોકો હતા. વહીવટદારો, રાજાના ચમચાઅો. તેમણે રાજાની શાખ અને પાેતાની લુચ્ચી બુદ્ધી વાપરીઅે એવો દાવ ખેલ્યો કે જેવી એક નવી જ જમાત સમાજે જોઇ. અા લોકો વેપારી હતા. ભારત વેપારીઅોના કારણે ગુલામ થયેલો દેશ હતો. અાઝાદી મળવા છતાં તેનો અનુભવ ગણ્યા ગાંઠ્યા લોકોને જ થયો તેનું કારણ છે. અા લોકો. અા લોકો વેપારી હતા. કામ લાગે તેવા લોકોને ખરીદી લેવા, ભ્રષ્ટ કરવા અને ના થાય તો પદભ્રષ્ટ કરવા એ તેમનો િપ્રય ખેલ બની ગયો. અા લોકોઅે ભારતના સરેરાશ જન જીવનને નમાલું અને માત્ર સ્વપ્ન સેવી બનાવવાનો મોટો ગુનો કર્યો છે.
હવે વાત કરીઅે વ્યકિતગત ક્ષેત્રમાં અિધકારની, હું જન્મ્યો અેટલે મારો અિધકાર. હું કમાયો અેટલે મારો અિધકાર, હું જીત્યો અેટલે મારો અિધકાર, હું જીવ્યો અેટલે મારો અિધકાર, મેં વેઠ્યું અેટલે મારો અધિકાર, માનવ છું અેટલે મારો અિધકાર, સમજું છું એટલે મારો અિધકાર, સમજાવું છું અેટલે મારો અિધકાર, હું તને પ્રેમ કરું છું એટલે મારો અિધકાર, બસ કરો ભાઇ શું માંડ્યું છે અા અિધકાર પુરાણ. વાંચતાં કંટાળી જાવ તો સમજી જાવ કે અધિકાર કાયદેસર બની જાય અેટલે તેને હક કહેવાય, અેકનો અિધકાર બીજાની ફરજ બની જાય, જાગ્રતિ વધે તેમ અિધકાર વધે, ઊંઘતા લોકોનો પ્રજાનો અિધકાર છીનવાઇ જાય, અિધકાર જાગૃતિ નથી લાવતો મદહોશી કે કેફ લાવે છે પણ જાગૃતિ અિધકાર લાવે છે અને બસ અામ જ સાયકલ(ચક્ર) ચાલ્યા કરે છે. તમામ અિધકારો અોગળે ત્યારે પ્રેમ થાય પણ ગમ્મત એ વાતની છે કે જેવો પ્રેમ થાય અેટલે અિધકાર જ કબજો જમાવીને બેસી જાય. અાજ કાલ માનવ અિધકારની બૂમો ખૂબ સંભળાય છે. માનવી હોવું એ તમારા વશની વાત નથી અરે માનવી તરીકે જન્મ મળી જાય પછી પણ માણસાઇ દાખવવી દોહ્યલી છે તેમ છતાં પેપર પર માનવી હોવાની અોળખ તમારા માનવ અિધકારનું લાયસન્સ બની જાય છે તેના અાધારે જાેહુકમી,ક્રુરતા અને દાંડાઇ કરી શકાય છે. થઇ રહી છે. નથી માનતા? અાતંકવાદીઅોને જોઇ લો, જો માનવ અિધકારના કાટથી મોરાલિટીની સાંકળ અાટલી કટાઇ ના ગઇ હોત તો અાતંકવાદનો રાક્ષસ અાટલો ફૂલ્યો ફાલ્યો હોત?
ઘર ઘરમાં અિધકારની લડાઇ ચાલે છે. સાસુ અને વહુ વચ્ચેના અિધકારના સુક્ષ્મ ઝઘડા કહેવાતા ઘરના વડીલ અેવા પુરુષને પાંગળો બનાવી દે છે. અોિફસમાં કામ કાજના કારણે થતાં સત્તાના ઝઘડામાં અિધકારની જ અાહલેક સંભળાય છે. પ્રેમી યુગલો જ્યારે લડે ત્યારે તેના મૂળમાં શું હોય છે? મનોચિકિત્સકો કુદરતની રચના અને માનવની કચકચના લેખાજોખાં કાઢે છે તે લોજિકલ હોય છે. પણ અિધકારમાં કોઇ લોજિક ચાલતું નથી. ગેરસમજની જ બોલબાલા હોય છે. રૂઢિગત રીતે માની લીધેલી વાતોના કારણે પુરુષપ્રધાન સમાજ રચાયો અને હવે પુરુષપ્રધાન સમાજના િધક્કારમાંથી જ રચાશે સ્ત્રીયારાજ. સ્ત્રીઅો ઘણું બધુ ચલાવી લે છે અને તેમના કારણે ઘણું બધું ચાલી રહ્યું છે. કાર્ય અને કારણ, મૂલ અને શાખા, પ્રારંભ અને અંત બંને સ્ત્રીઅો જ હોય છે. ઘણા કિસ્સામાં સ્પર્ધાનું કારણ સ્ત્રી હોય છે. યુદ્ધનું કારણે સ્ત્રી હોય છે. અને પછી ગુમાવવાનું પણ સ્ત્રીઅે જ હોય છે. તો પણ પાછો ગુસ્સો તો સ્ત્રીઅો ને જ અાવે અને વાંક નીકળે પુરુષોનો કારણે કે અેક્ટિવ પાર્ટ પુરુષોનો છે, પેસિવ પ્રમોશન સ્ત્રીઅોનું છે. મનોચિકિત્સકો ગળુ ફાડી ફાડીને કહે છે કે મૂલો નાસ્તિ કુતો શાખા? જ્યાં મૂળ જ ના હોય તો શાખા ક્યાંથી? અામ છતાં કારણ પુરુષ જ ગણાતાે રહ્યો છે તેનું નુકસાન પણ વેઠતો રહ્યો છે.
ના અહી પુરુષોનો પક્ષ લેવાની કોઇ વાત નથી. અિધકારોના મામલે નબળા લોકોને પ્રાયોરિટી મળે છે અને અા પ્રાયોરિટીથી તેઅો પ્રાઇમ બને છે. સવાલ અે છે કે પ્રાઇમ બન્યા પછી પણ અા અધિકારો ચાલુ રહે તો અનર્થ સર્જાય. બીજા વિશ્વયુદ્ધમાં અામ તો બધા જ દેશો પાયમાલ થઇ ગયા હતા. પણ જર્મની અને જાપાન સૌથી વધુ પાયમાલ થયા હતા. અા દેશોને ઊભા કરવા માટે કોઇ પેકેજ કે બુસ્ટર ના અપાયા અાજે યુરોપમાં જર્મની અને અેશિયમાં જાપાન જ િવકાસની બાબતમાં અગ્રેસર છે. તેમને યુદ્ધનો, જિદનો, ઝનૂનનો અને દુનિયા પર અિધકાર જમાવવાનો પરચો મળી ગયો, જ્યારે અમેરિકા તેની બહુભાષી અને દુિનયાભરમાંથી ભેગી કરાયેલી પ્રજાના શાણપણથી બચી ગયુ બાકી બ્રિટન હોેય કે ફાંસ, ભારત હોય કે પાકિસ્તાન, બધાને જીતના કારણે જે અિધકારાે મળ્યા તેણે તેમની કેડ ભાંગી નાંખી છે. અાત્મસન્માન અને અાત્મવંચના વચ્ચેના તફાવત જીતના કારણે ધોવાઇ ગયો. બધા જ ઉજવણીના કેફમાં મસ્ત બની ગયા અને સમય તો તેનું કામ કરે જ છે તેણે કામ કર્યું. અેક બહુસરસ ઊક્તિ છે.
ભારતમાં સૌથી વધુ અપાતા અાશિર્વાદ બે છે. પુત્રવાન-વતી ભવ અને િવજયી ભવ. હવે િવજયી ભવ જો પુરુષાર્થ નહિ પણ અાશિર્વાદનો પ્રભાવ છે તો હારનારાના ગુરુજનો, વડીલો જ દોષિત ગણાય. અાશિર્વાદ વંચના છે. અાત્મગ્લાનીને રોકવા માટે કે પછી અાત્મ પ્રશંસાને સ્તુત્ય બનાવવા માટેનુ હથિયાર છે. ઘણા કિસ્સમાં જ તપ કરીને મેળવેલા અાશિર્વાદ, સેવા કરીને મેળવેલા મેવા કે ફરજ બજાવીને મેળવેલા અિધકાર કાંઇ જ કામના રહેતા નથી અને અેક્ટ અોફ ગોડ જ કામ કરી જાય, નાનપણમાં િવધવા થએલી સ્ત્રીઅે ખૂબ દુઃખ વેઠીને મોટાે કરેલો દિકરો અકાળે મૃત્યું પામે કે પછી ઘરડી ઊંમરે માંને ઘરડાઘરમાં મૂકી અાવે ત્યારે ફરજ બજાવીને મેળવેલા અિધકાર પર તિરસ્કાર અાવે છે. કુદરત પર ગુસ્સો અાવે છે. ત્યાં બધું અંધેર જ ચાલે છે તેવા િનઃસાસા નીકળે છે. પણ કોઇ એક્ટ અોફ ગોડને સમજવાની કોશિષ કરતું નથી. નોકરીમાં કચકચાવીને મહેનત કરનાર જ પ્રમોશનમાં વાગી જાય અને માત્ર હા હો અને પાટલા ઘો કરીને બેસી રહેનારને મલાઇ મળી જાય તો કામગરા કર્મચારીના કાંગરા ખરી જાય કે નહિ? અાવું ના થવું જોઇએ પણ થાય છે. ડગલે ને પગલે થાય છે. અા અે વાતની સાબીતી છે કે અિધકાર કુદરતી નથી, માનવ સર્જિત છે. માનવ સર્જિત ચીજોની લોંગ લાઇફ હોઇ શકે પણ સંપૂર્ણતા ન હોય. માનવ સર્જિત વસ્તુ ઉપયોગી હોઇ શકે પણ નુકસાનકારક ના હોય તેમ નથી હોતું. તેના સિક્કાની બે બાજુ જરૂરથી હોય છે. કુદરતનો સિક્કો શોલેના િવરુનો સિક્કો છે. જ્યારે માણસનો સિક્કો બે બાજુ બતાવે છે. અેક બાજુ જોઇને અાકર્ષાઇ જનારા લોકો પસ્તાય છે. બે બાજુનો િવચાર કરનારા લોકો અાળસાય છે. અડસટ્ટો લગાવનારા લોકો, અાંખ મીચીને કુદરત પર ભરોંસો રાખીને માત્ર પરિશ્રમ કરનારા લોકો જ કાંઇક પામે છે. અા જ તો છે ગીતા સાર.., કર્મ કર પણ ફળની ચિંતા ન કર.
અા કોઇ વેદીયા વેડાની વાત નથી, અધિકારોની ઘૂટન અનુભવાય છે. મુક્તિમાં તો જંગલ લો છે. બળિયાના બે ભાગ, વાળી વાત તંદુરસ્ત સ્પર્ધાને પ્રેરે છે. જે લોકોને કુદરતે કોઇ ખામી અાપી છે તે દંડ ભરે છે. કોર્ટમાં કોઇ કેદીને અાજીવન કેદની સજા ફરમાવાય અને તેના પરાપૂર્વના સબંધથી અજાણ કોઇ નવાંગતૂક અે કેદીની દયા ખાય અે ક્યાંનો ન્યાય છે. કુદરતે કરેલી સજા ભોગવવામાં સળરતા કરી અાપવી એ માણસાઇ છે. તેમાં િવઘ્ન નાંખવું એ રાક્ષસી પ્રવૃત્તિ છે. તેનું પ્રોત્સાહન કરવુંઅે કુદરતની સામે મોરચો ખોલવાનો ખેલ છે. અાવું ના કરાય, અેમ કરતાં કુદરતનું બેલેન્સ ખોરવાય અને અનેક અાફથો ઉતરી અાવે. બચવાનું છે તે બચવાનું જ છે. સહન કરવાનું લખ્યું હોય તો કોઇ રોકી શકવાનું નથી અને જે તે રોકવાનો પ્રયત્ન કરે છે તે કુદરતની સામે બાંયો ચઢાવે છે તે િનર્વિવાદ છે. સમજદાર કો ઇશારા કાફી હૈ.