જય શ્રી કૃષ્ણ સામાન્ય પણ સર્વમાન્ય
દુનિયાભરમાં પહેલી ગુરુ માતા ગણાય છે. માતાને જન્મતાં વ્હેંત જ્ઞાનગંગોત્રીમાં ડૂબકી મરાવનાર, ચોરીને સંસ્કારનું રૂપ અાપી માખણ ચોરીનો શિરસ્તો પાડનાર, મોસાળમાં મામાને મામા બનાવીને દુનિયામાંથી અાતતાયીઅોનું નિકંદન કાઢનાર કૃષ્ણનો અાજે જન્મદિવસ છે. અામ તો રામનું નામ અાવે અેટલે તેમના પહેલા અને સૌથી મોટા દુશ્મન તરીકે રાવણનું નામ અાવે અને રાવણનો વધ થાય અેટલે જાણે રામાયણ પુરું થઇ જાય પણ કૃષ્ણમાં અેવું નથી, કંસ,શિશુપાળ, જરાસંધ, બકાસુર, પુતના, દુર્યોધન, ચાર્ણુર, કાલિયનાગ વિગેરે વિગેરે, કેટલાય નામો છે કે પ્રજાને રંજાડતા હતા. કોઇ મહાન કાર્ય કર્યાની ભાવના વગર જ રમત રમતમાં જ લોકો ડરે નહિ અને તેમનો સત્ય પરથી ભરોંસો હટે નહિ તેવી રીતે કૃષ્ણ અાતતાયીઅોનો વધ કર્યો હતો. તેઅો ભગવાન હતા. પણ તે તો યુગો વિત્યા પછી સ્વીકારાયા. તેમના સમકાલીન લોકોમાં તો કેટલાયને તેમની ઇર્ષા અાવતી, કાળિયો, ગોવાળિયો અને નાટકિયો જેવા કેટલાય નામો તેમને મળ્યા હતા. અરે રણછોડ જેવું અપમાનીત કરતું નામ પણ જેના અાગળ લાગતાં પવિત્ર અને પૂજનીય બની ગયું. પારસમણિ જેવું કામ તેમનું હતું. ગૂઢ વાણી અને રમૂજી શૈલી, હળવું સ્મિત અને મોડે મોડેથી સમજાય તેવી વાણી, માનવીય મર્યાદા અોઢીને મહામાનવ બનવાની રીતસરની ગાઇડ બૂક, ઉચ્ચ કૂળમાં જન્મ ખરો પણ સામાન્ય પરિવાર અને મધ્યમ કે ગરીબ વર્ગની વચ્ચે ઉછેર, ગરીબીને બદલે કરીબીનો મહિમા ગાવાનું શીખવતું બાળપણ, વિરોધ કરતાં કરતાં પોતાનાની મોટાની લાગણીઅો સાચવવી, બાળસખાની દોસ્તીનું ઋણ ચૂકવવાની સાથે ક્યારેક અપરાધભાવ કે અહોભાવ ના જાગે તેવી કાળજી લેવી, અભિમાનથી જોજનો દૂર રહેવું અને પ્રેમ કરવામાં પહેલ કરવાથી ક્યારેય પાછા નહિ હટવાની કર્મણી શીખ મળે તેવું જીવન જીવનું, મોહમાયા વચ્ચે રહીને ત્યાગનું મહત્વ સમજવું,