આ દિવાળીએ તમારી રાશી મૂજબના ઉપાયો કરીને નવા વર્ષને વધુ સમૃદ્ધ અને સફળ બનાવો
જો તમે આ દિવાળીએ તમારા તમામ પ્રશ્નોનો ઉકેલ લાવીને, આગામી વર્ષ માટે નાણાંભીડથી બચવા માંગતા હોવ તો તમારી દિવાળી ઉજવો તમારી રાશી પ્રમાણે
મેષઃ સફેદ રંગનો રેશમી કે માદરપાટનો કકડો તમારા લોકરમાં કે તમારી તિજોરીમાં મૂકી તેના પર તમારું પૂજા કરેલું ધન મૂકવું, તેનાથી તમારા ઘરમાં ધનની વૃદ્ધી થશે.
વૃષભઃ બે કોડીયામાં ગાયના ઘીથી દીવો પ્રગટાવો અને તેની જ્યોત તરફની દિવેટને એક બીજા સાથે જોડીને પ્રગટાવવો, આખી રાત આ રીતે દીવો પ્રગટાવેલો રાખવાથી ઘરમાંથી કકળાટ અને અસહિષ્ણુતા દૂર થશે.
મિથુનઃ દિવાળીના દિવસે લક્ષ્મી પૂજન કર્યા પછી એક છોલીને રાખેલું શ્રીફળ લાલ વસ્ત્રમાં વીંટાળીને તમારા દેવસ્થાનમાં કે પછી ઘરની તિજોરીમાં ચોખ્ખી જગ્યાએ મૂકી રાખો. મૂકતી વખતે તમારી ઇચ્છા લક્ષ્મીજીની પ્રતિમાં કે તસવીર સમક્ષ વ્યક્ત કરો. તમારી ઇચ્છા પૂરી થાય ત્યારે એ શ્રીફળને લક્ષ્મીજીના મંદિરમાં અર્પણ કરી આવો.
કર્કઃ દિવાળીના દિવસે વિષ્ણ, રણછોડરાય, રાધાકૃષ્ણ કે લાલજીના મંદિરમાં પીળા રંગની ત્રિકોણ આકારની ધજા ફરકાવો, આ ધજા જેટલી ફરકશે તેટલી તમારા ભાગ્યની વૃદ્ધી થશે.
સિંહઃ દિવાળીના દિવસે તમારા ઘરના મુખ્ય દરવાજાની બહાર ઊંબરા પાસે એક દિપક જલાવો, જો દિપક આખી રાત જલે અને બીજા દિવસે નવા વર્ષના સૂર્યોદય ટાંણે પણ જલતો રહેશે તો આખું વર્ષ તમને કોઇ તકલીફ નહિ પડે.
કન્યાઃ જો તમે નાણાં બચાવવામાં ગયા વર્ષે જોઇએ તેટલી સફળતા ના મેળવી હોય તો આ વર્ષે તમારા લોકર કે તિજોરીમાં એક શ્રીફળને લાલ રૂમાલમાં વીંટાળીને મૂકી રાખો તેનાથી ઘરમાં લક્ષ્મીની વૃદ્ધિ થશે.
તુલાઃ જો તમે આર્થિક મંદીમાંથી પસાર થઇ રહ્યા હોય, ધંધામાં જોઇએ એવી સફળતા ના મળી રહી હોય તો તમારે દિવાળીની રાત્રે લક્ષ્મીના ચરણોમાં એક કમળનું ફૂલ ચઢાવી ઓમ શ્રીં મહાલક્ષ્મ્યૈ નમઃ મંત્રનો 108 વખત જાપ કરવો.ત્યાર બાદ એ ફૂલ લઇને ઘરની તિજોરીમાં મૂકવું
વૃશ્ચિકઃ જો તમે આર્થિક મંદીમાં પસાર થઇ રહ્યા હોય તો તમે કોઇ પર દેવાલયમાં બે કેળના વૃક્ષ વાવી દો, તેની દેખરેખ રાખો તેમાં જ્યારે ફળ આવતું થઇ જશે ત્યારથી તમારી મનોકામના પૂરી થશે.
ધનઃ બિલીના પાંદડા પર ચંદન વડે દાડમની સળીથી ઓમ રિં ક્લીં શ્રીં કમલે કમલાલયે મમ વાંછિત સિદ્ધિ કુરુ કુરુ સ્વાહા લખીને તેને તમારા લોકરમાં મૂકી રાખવો તેનાથી ધનની વૃદ્ધિ થશે.
મકરઃ જો તમારાથી ગયા વર્ષે ધાર્યા મૂજબની બચત ના થઇ શકી હોય કે બચાવેલા નાણાં છેલ્લી ઘડીએ વપરાઇ ગયા હોય તો તમે આ દિવાળીના દિવસે એક શ્રીયંત્ર લાવી તેના પર પીતચંદનનું તિલક કરીને તમારા લોકર કે તિજોરીમાં મૂકો.
કુંભઃ તમારે આ વર્ષે ઇચ્છિત ધન પ્રાપ્તી માટે કોપરાની કાચલીમાં ગાયના ઘીનો દિવો કરીને ઘરના ઇશાન ખૂણાંમાં આખી રાત મૂકી રાખવો તેનાથી આવકમાં વધારો થશે.
મીનઃ આકસ્મિક ધન પ્રાપ્તીના યોગ બની રહ્યા છે તમારે તે સહેલાઇથી મેળવવા માટે મંદિરમાં અત્તર કે અગરબત્તીનું દાન કરવું