દરેક રાશી માટે સિંહ રાશીમાં રાહુંનું પરિભ્રમણ કેવું રહેશે (29 જાન્યુઆરીથી 11 ઓગસ્ટ 2017)
તા. 29મી જાન્યુઆરીથી બદલાઇ રહેલો રાહુ સિંહ રાશીમાં પ્રવેશ કરશે. તે આ રાશીમાં ગુરુ સાથે ચાંડાળ યોગ કરશે.આ ચાંડાળયોગ તા.11મી ઓગસ્ટ સુધી ચાલશે. જ્યારે રાહુ સિંહ રાશીમાં 2017 ઓગસ્ટ સુધી ચાલશે. દરેક રાશી માટે આ રાહુંનું પરિભ્રમણ કેવું રહેશે તે નીચે મુજબ છે.
મેષ
રાહુ તમારા પાંચમા સ્થાનમાંથી પસાર થઇ રહ્યો છે. આ રાહુને તમારા અભ્યાસ,પ્રેમ સંતાન અંગેની બાબતો પર તમારી પર પ્રભાવ પાડશે. રાહુ 30મી જાન્યુઆરીથી 11મી ઓગસ્ટ સુધીમાં તમારી દરેક બાબતોમાં મિક્સ પરિણામો આપશે. તમે આ સમયગાળા દરમિયાન આત્મવિશ્વાસથી ભરપૂર હશો અને આકર્ષક પર્શનાલિટીના સ્વામી બનશો. આ સમય તમારી ક્રિએટીવીટીને હકારાત્મક રીતે કાર્યાન્વિત કરવાનો તબક્કો છે. આ તબક્કો બાળકો માટે સારો ન ગણાય. તમને તમારા સંતાનો સાથે મતભેદ સર્જાવાના યોગ છે.બાળકોની તબિયત પણ ચિંતા કરાવે. આ સમય દરમિયાન સગર્ભા સ્ત્રીઓએ વિશેષ કાળજી લેવી. ગર્ભને નુકસાન થાય તેવા યોગ રચાય છે. ગુરુ અને રાહુના યોગના કારણે શેરબજાર, લોટરી કે જુગારથી દૂર રહેવું સટ્ટો રમવો નહિ. આ સમય પ્રેમ સબંધો ટકાવવા કે બાંધવા માટે પણ એટલો સારો નથી. તમારા કામના સ્થળે સત્તાધિશો સાથે પણ સબંધો બગડે તેવી સંભાવના છે. વિદ્યાર્થીઓ માટે પણ ધ્યાનભંગ થવાનો ગાળો છે. જો તમને એમ લાગે કે રાહુની માઠી અસરો તમારા પર વધારે થઇ રહી છે તો તમે એક મુખી રૂદ્રાક્ષ લાલ દોરામાં કે ચાંદીની ચેઇનમાં પરોવીને ધારણ કરી શકો છો. તેનાથી તમને માનસિક શાંતિનો અનુભવ થશે. રાહુના બીજ મંત્રના જાપ કરવાથી પણ ફાયદો દેખાશે.
વૃષભ
રાહુ તમારા ચોથા સ્થાનમાંથી પસાર થઇ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન સામાન્ય રીતે ફાયદાકારક પરિભ્રમણ થઇ રહ્યું છે. જો કે, આ પરિભ્રમણ માનસિક શાંતિ ડહોળાઇ જાય તેમ કરી શકે છે. કૌટુંમ્બિક જિંદગીમાં કેટલાક ચઢાવ ઉતાર જોવા પડે. આ સમયમાં તમને ઘર કે મિલકતને લગતી તકલીફો પણ જોવા મળ અને ક્યારેક વાહનની ઉપાધિ પણ આવી પડી શકે છે. નુકસાન સહન કરવું પડે. આ સમય દરમિયાન કોઇ ભાગીદાર કરવી ન જોઇએ કે પછી નવું રોકાણ કરવાનું પણ ટાળવું જોઇએ. માતાની તબીયતની સમસ્યા સર્જાય કે પછી માતા સાથે કોઇ બાબતે મનમોટાવ પણ સર્જાઇ શકે છે. કામકાજના સ્થળે પણ વધુ સમય આપીને કામ કરવું પડે તેમ છે. મોટાભાગનો સમયગાળો તમે ચિંતા કે ઉચાટમાં જ પસાર કરશો. જો રાહુની વધુ પડતી ખરાબ અસરો મળી રહી હોય તેમ લાગે તો તમે ગળામાં માત્ર ચાંદીની એક ચેઇન પહેરી શકો છો, કાળાતલનું શનિવારે દાન કરવું અને રાહુના બીજ મંત્રના જાપ જાતે કરો કે પછી વિદ્વાન બ્રાહ્મણ પાસે કરાવો તો પણ રાહુની ખરાબ અસરોમાંથી મુક્તિ મળી શકે છે.
મિથુન
આ રાશી માટે રાહુનું સિંહ રાશીમાં પરિભ્રમણ શુભ પરિણામો લાવનારું છે. આ સમયમાં તમને વધુ સારું કમાવા કે વળતર મેળવવાની તક સાંપડશે.ટૂંકા ગાળાની નાની મુસાફરીઓ દ્વારા પણ તમે ધંધાને ઉત્તમ કક્ષાએ લઇ જવા સક્ષમ બનશો. તમારી અંગત જિંદગી અને પારિવારિક જિંદગી પણ વધુ સુખી અને સંતોષકારક બનશે. જીવનમાં આગળ આવવાની તકો પણ મળશે.તમે જીવન માટે તમારી આગવી ફિલસુફી વિકસાવશો અને વધુને વધુ હકારાત્મક બનશો. તમે કરેલી કપરી મજુરીનો લાભ આ ગાળામાં તમને મળે તેમ છે. રાહુની વધુ માઠી અસરોથી બચવા માટે તમારે વહેતા પાણીમાં શ્રીફળ પધરાવવું, શનિવારે ગરીબ કે જરૂરિયાત મંદ લોકોને તાંબાના વાસણનું દાન કરવું. રાહુંના બીજમંત્રના જાપ કરવાથી પણ ફાયદો જણાઇ શકે છે.
કર્ક
રાહુ તમારી રાશીથી બીજા સ્થાનમાંથી પસાર થઇ રહ્યો છે.આ સ્થાન પરિવાર અને વારસાગત મેળવેલી મિલકતનું આ સ્થાન છે.રાહુ તમારી રાશીને સારું ફળ આપનાર નથી સાથે સાથે તે તમને પરિવારનો સાથ છૂટી જાય કે પરિવાજજનો સાથે વિચારભેદ કે મતભેદ સર્જાય તેવો યોગ ઊભો કરે છે. વગર કારણે થતી કેટલીક દલીલોના કારણે પરિવારના સભ્યો વચ્ચે રહેલી સંવાદિતતા જોખમાશે. દાંપત્યજીવન પણ પરિવારજીવનનો એક ભાગ જ છે. પત્ની કે પતિ સાથેના સબંધોમાં પણ ખાસ કરીને કડવી વાણીના કારણે મુશ્કેલી ઊભી થાય તેમ છે. તમારે તમારી કટુવાણી અને વ્યંગબાણ પર કાબૂ રાખવો પડશે નહિતર તે તમારા સબંધો બગાડશે. આ સમયગાળા દરમિયાન કદાચ પરિવારથી દૂર એટલે કે વિદેશ જવાનો યોગ થઇ શકે છે. આર્થિક રીતે પણ આ સમય મૂંઝવણભર્યો રહે, તમારી આવક અને બેંક બેલેન્સ સાચવતાં નવ નેંજા થઇ જાય તેમ છે. ગમે તે પરિસ્થિતી સર્જાય તમારે તમારી નૈતિકતાને પકડી રાખવી પડશે. આ સમયમાં કોઇ નવા ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ટાળજો. આ સમયમાં તમારે તમારી વાણી પર કાબૂ રાખવો એક સૌથી ઉત્તમ ઉપાય છે. તમે શનિવારે સરસવ કે મેથીનું દાન કરી શકો. રાહુના બીજ મંત્રનો જાપ કરવાથી પણ રાહુની માઠી અસરોથી બચી શકાય તેમ છે.
સિંહ
તમારી રાશીમાં જ રાહુ અને ગુરુનું ભ્રમણ થઇ રહ્યું છે. આ ભ્રમણ સારું નથી. માનસિક શાંતિ ખોરવાય,ગુસ્સો વધે તેમ છે. આ ઉપરાંત એક ફાયદાકારક વાત એ પણ છે કે તમે આ સમયગાળા દરમિયાન કેટલીક અસાધારણ બુદ્ધિપ્રદર્શન કરો. કોઇ એવું કામ પણ કરો જેનાથી સરેરાશ વ્યક્તિઓ અચંબિત થઇ જાય. તમારી આક્રમકતા અને સમજદારીના કારણે તમારી સામાજિક અને ધંધાકીય ક્ષેત્ર નામના વધે. જો કે, આ સમય થોડા સ્વાર્થી બનવાનો છે. તમારી લાલચ અને સુખ સુવિધાના સાધનો ભોગવવાની તમારી લાલસા પણ વધે તેમ છે. તમારું અભિમાન વધે અને તમે જ બધુ કરવાના કેન્દ્રમાં છો તેવું તમને લાગવા માંડે, તમારા સ્વજનો તમારાથી દુભાય. તમારું લગ્ન જીવન પણ આ સમયગાળા દરમિયાન ખોરવાઇ જાય કારણ કે, તમારા સ્વભાવમાં આવેલો ફરક તમારી પતિ કે પત્નીને પણ દુઃખ પહોંચાડે. વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં સફળતા તો મળે પણ અગમ્ય કારણોસર તમે ઉચાટ પણ અનુભવો. આધ્યાત્મિક અભિગમ કેળવવાથી ઘણી તકલીફો પર કાબૂ મેળવી શકાશે. આ સમયગાળો રાહુના ભ્રમણના કારણે સારો થતી. ખરાબ અસરોથી બચવા માટે તમે આઠમુખી રૂદ્રાક્ષને લાલ દોરા કે ચાંદીની ચેઇનમાં ગળામાં પહેરી શકાય તેમ છે. રાહુના બીજ મંત્રના જાપ કરવાથી પણ રાહત રહે.
કન્યા
કન્યા રાશી માટે બારમા સ્થાને થતો રાહુનો પરિભ્રમણ યોગ સારો નથી. તેના કારણે ખૂબ મહેનત કરવા છતાં પણ તમારી આવક કે સબંધોની વૃદ્ધી થતી દેખાતી નથી.તમારી પરિવારજનો પાછળ પણ તેમના આરોગ્ય વિષયક બાબતોના કારણે વધુ પડતો ખર્ચ થાય તેવી સંભાવના છે. તમારે કેટલાક કારણોસર કોઇ કાનૂની આંટીઘૂટીઓનો પણ સામનો કરવો પડે કે પછી તમારી પર બદનામી થાય તેવા આક્ષેપો પણ મુકાય તેવી શક્યતા છે. તમને આવા કારણોથી ઊંઘ નહિ આવવાની પણ ફરીયાદ રહે. તમારા પરિવારમાં જ તમારા કેટલાક હિતશત્રુઓ છે તેમનાથી દૂર રહો. તમારે વિદેશની મુસાફરી કરવાના પણ સારા યોગ છે. તમારે સદભાવના કેળવવી પડશે અને સ્વભાવ પણ સારો રાખવો પડશે. ખરાબ અસરોથી બચવા માટે ગુરુવારના ઉપવાસ કરવા કે રાહુના જાપ કરવાથી તમને રાહત રહેશે.
તુલા
રાહુનું તમારી રાશીથી 11મા સ્થાન થઇ રહેલું ભ્રમણ તમારા માટે ઘણું જ સારું છે. તમને ઘણી બધી નવીન તકો મળશે. તમારે ભાગીદારી કે અન્યો સાથેના ધંધાના સબંધો વિકસવાના કારણે આર્થિક ઉન્નતિ થશે.તમે ફાયદાકારક ધંધામાં નાણાં રોકીને કમાણી કરી શકશો. સંતાનોને લગતી કેટલીક ચિંતા રહેશે, પિતાના આરોગ્યમાં પણ કઠિણાય વર્તાશે. વધુ પૈસા કમાવાની લાલચ છોડજો નહિતર કોઇ ઠગાઇનો ભોગ બનાય તેમ પણ છે.રાહુની ખરાબ અસરો ઘટાડવા માટે ચાંદીની ચેઇન પહેરો કે પછી કાળા વસ્ત્રોનું ગરીબને દાન કરો. રાહુ મંત્રના જાપ પણ કરી શકાય.
વૃશ્ચિક
તમારી રાશી માટે રાહુનું ભ્રમણ મિશ્ર અસરો આપનારું છે. તમારે તમારા કામકાજ પર પુરતું ધ્યાન આપવું પડશે. સંકલનની ખામીઓના કારણે તમારા મોટા લાભ અટકી જાય તેમ બની શકે છે. ધ્યાન ચૂકી ના જવાય તે ખાસ જોજો. તમારે નોકરી છોડવી પડે તેવા પણ યોગ છે. માત્ર કપરી મહેનત જ તમને આ ખરાબ યોગથી બચાવી શકે તેમ છે. તમારે રાહુની માઠી અસરોથી બચવા માટે 400ગ્રામ સીસું પાણીમાં પ્રવાહિત કરવું જોઇએ. રાહુના જાપ પણ કરાવી શકાય.
ધનું
તમારી રાશી માટે રાહુનું ભ્રમણ સામાન્ય રીતે સારું ફળ આપનારું જોવાયું છે.જેમની કુંડળીમાં રાહુની મહાદશા કે અંતરદશા ચાલી રહી હોય તેમના માટે આ સમય સંભાળવા જેવો છે. પિતના તબિયત તમારી ચિંતાનો વિષય બની શકે તેમ છે. તમારી ધર્મ અને પૂજા કે શ્રદ્ધામાંથી રસ ઓછો થતો હોય અને મન થોડું નાસ્તિક બનતું હોય તેમ જણાય. તમને મંદિર કે યાત્રાના સ્થળોએ જવાનું પણ મન ના થાય, લાંબા સમયથી તમે જે નિત્ય પૂજા કરતા હોય તેમાં પણ જવાનું મન ના થાય. વિદ્યાર્થીઓ પણ તકલીફનો અનુભવ કરે. ખાસ કરીને તમારે ધાર્મિક ભાવના વધારે રાખવી પડેશે. રાહુનું દાન કરવું, કપાળ પર ચંદનનું તિલક કરવું, રાહુના જાપ કરવાથી પણ ફાયદો લાગશે.
મકર
રાહુનું તમારી રાશીથી આઠમા સ્થાનમાંથી ભ્રમણ થઇ રહ્યું છે. આ રાહુની ખરાબ સ્થિતી છે. આ સમયગાળામાં સ્વાસ્થ્ય સબંધી તકલીફો વધી જાય. અકસ્માત થાય, જીવનમાં વિઘ્નો આવે. તમારે રસ્તા પર ચાલતી વખતે પણ ખાસ કાળજી રાખવી આર્થિક સ્થિતી પણ લથડે. તમારે કમાણી માટે ખૂબ મહેનત કરવી પડે. ખર્ચા વધે. તમે લગ્ન જીવનને લગતી પણ સમસ્યાઓનો ભોગ બનો. લગ્નજીવનનો આનંદ ઘટે. તમારે જીવન જીવવાનો રસ્તો એવો પસંદ કરવો જોઇએ જેનાથી ઓછામાં ઓછી તકલીફો આવે. આ સમય દરમિયાન તકલીફો દૂર થાય તે માટે તમે તંત્ર વિદ્યા કે અન્ય અનૈતિક ઉપાયો કરવા તરફ દોરવાવ તેમ પણ બને. જો કે રાહુ સાથે ગુરૂ પણ હોવાથી આ બધી ખરાબ અસરોને તે ઘટાડી દેશે. રાહુનો બીજ મંત્ર બોલવાથી ફાયદો થશે.
કુંભ
આ સમયગાળો તમારા માટે સારો છે. રાહુ તમારા સાતમા સ્થાનેથી પસાર થઇ રહ્યો છે.તમારી અધિકાર જમાવવાની વૃત્તિ અન્યો માટે તકલીફ દાયક બને અને તમારા સબંધો પર તેની અસર પણ પડી શકે છે.લગ્ન જીવનની મીઠાસ ઘટી જાય અને અંગત જિંદગીને લૂણો લાગે તેમ બને. આ સમય ગાળામાં વિશ્વાસનો ભંગ થાય તેમ છે. દેખાડો કરે તેવા મિત્રોથી દૂર રહેવું. તમારા શત્રુઓ તમને ફસાવી દેવાના કાવતરાં રચે તેમ છે. તમારી પતિ કે પત્ની માટે આરોગ્ય વિષયક ખર્ચ કરવો પડે તેવો યોગ છે.રાહુની ખરાબ અસરોથી બચવા માટે કાળા તલનું દાન કરવું. શનિવારના ઉપવાસ કરવા અને રાહુના જાપ કરવા.
મીન
રાહુ તમારા છઠ્ઠા સ્થાનમાંથી પસાર થઇ રહ્યો છે. આ ભ્રમણ તમારા માટે સારું ગણાય તેમ છે. તમારી તબિયતમાં સુધારો થાય, શત્રુઓ હેરાન કરવાની કોશિષ તો કરશે પણ તેમના હાથ હેઠા પડશે. તમે બહાદૂર અને હિંમતવાળા બનશો. સરકારી સત્તાધિશો તરફથી તમને ઘણી મદદ મળી રહેશે.તમારા આસિસ્ટન્ટ પણ તમને ઘણી મદદ કરશે. જો કે, આ સમયમાં કોઇ અકસ્માત કે ઇજા ના થાય તેનું ખાસ ધ્યાન રાખશો. ગુરુની હાજરીના કારણે રાહુની ખરાબ અસરો ઘટશે. રાહુના પ્રકોપથી બચવા માટે માછલીઓ અને કિડીઓને ખવડાવવું. રાહુના બીજ મંત્રના જાપ કરાવવા.