ભારત પાકિસ્તાનઃ 2016 તો ટ્રેઇલર છે, 2020માં ભીષણ યુદ્ધની વકી
અટલ બિહારી બાજપેયી જ્યારે વડાપ્રધાન હતા ત્યાર આર યા પારની લડાઇના બ્યૂગલ ફૂંકાયા હતા. ત્યારબાદ 2014ના મે મહિનામાં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા ત્યારે શપથ વિધી સમારંભમાં પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને ખાસ આમંત્રણ આપ્યું હતું છતાં ત્યાર પછીના બે વર્ષમાં ભારત અને પાકિસ્તાનના સબંધો વણસ્યા છે.પઠાન કોટ હુમલો, બુરહાન વાનીના મૃત્યું પછી કશ્મીરમાં તોફાનો ભડકાવવામાં પાકિસ્તાનનો હાથ, અને છેલ્લે ઊરી હુમલામાં 18 જવાનોની શહાદત બાદ સરહદો પર યુદ્ધની સ્થિતી ઊભી થઈ ગઇ છે. જો કે બંને દેશોની રાજકિય અને આર્થિક સ્થિતી જોતાં તો હાલમાં યુધ્ધ કોઇને પણ પરવડે તેમ નથી છતાં ભારતીય ઉપ મહાદ્વીપમાં જો યુધ્ધ થાય તો શું થાય? યુધ્ધ થાય ખરું ? જેવા કેટલાય સવાલોએ ફરીથી માથું ઊઁચક્યું છે.
જ્યોતિષ શાસ્ત્રની દ્ષ્ટીએ જોઇએ તો યુધ્ધનો ગ્રહ મંગળ અને ખૂના મરકી કે પછી કુદરતી કે માનવ સર્જિત વિનાશનો ગ્રહ શનિ 18મી સપ્ટેમ્બર 2106 સુધી મંગળની ખુદની રાશીમાં યુતિ કરતા હતા. એટલે ત્યાં સુધી યુદ્ધનો માહોલ ગરમાય તેવા બનાવો બન્યા છે પરંતું હવે મંગળ ધનું રાશીમાં જતો રહ્યો છે જે ગુરુની રાશી છે. આ રાશીમાં મંગળની ક્રૂરતાને ગુરુના ડહાપણની બ્રેક લાગશે. ભારત અને પાકિસ્તાન ઝઘડે પણ યુદ્ધ ના થાય તે માટે દુનિયાના અન્ય મોટા દેશો વચ્ચે પડીને સમાધાન કરાવશે.
1 સપ્ટેમ્બરે સૂર્ય ગ્રહણ હતું અને ત્યારે સૂર્ય અને શનિનો કેન્દ્ર યોગ રચાયો હતો. જેના કારણે છેલ્લા એક જ મહિનમાં યુદ્ધ યુદ્ધનો ઉન્માદ વધી ગયો છે પણ આ ઉન્માદ ચરમશીમાએ પહોંચે અને સાચે જ યુદ્ધ છેડાઇ જાય તેવી હાલમાં કોઇ શક્યતા દેખાતી નથી. હા, મંગળ અને શનિની યુતિની અસરના કારણે પ્રાદેશિક રીતે લડાઇ થાય તેમ બની શકે. ભારત પર આતંકી હુમલાઓ થાય અને તેના કારણે સ્થિતી ભારેલા અગ્નિ જેવી બની જાય તેમ થાય પણ ફૂલ ફ્લેજ યુદ્ધ થાય તેવા યોગ હાલમાં રચાતા નથી. ભારતની કુંડળી
.ભારતના જન્મ સમયની એટલે કે આઝાદી કાળની કુંડળી જોઇએ તો તેમાં વૃષભ લગ્ન છે અને તેના સાતમા સ્થાનમાંથી જ હાલ સપ્ટેમ્બર મહિના સુધી શનિ અને મંગળ પસાર થઇ રહ્યા હતા. ભારતના લગ્ન સ્થાનમાં વૃષભનો રાહું અને સાતમા સ્થાને કેતું છે. તેના પરથી જ મંગળ અને શનિનું ભ્રમણ યુદ્ધના જેવી સ્થિતી નિર્માણ કરે છે પણ શુભ ગુરુની સ્થિતિના કારણે લાંબા ગાળાના યુદ્ધ માટેની સ્થિતી હાલમાં સર્જાતી નથી.
નરેન્દ્ર મોદીની કુંડળી
જ્યારે ભારતના વડાપ્રધાન કે જેમના પર પાકિસ્તાન સામે પગલાં ભરવા માટે દેશભરમાંથી દબાણ હતું તેમની કુંડળીનો અભ્યાસ કરીએ તો પણ સપ્ટેમ્બર મહિના સુધી જ તેમના વૃશ્ચિક લગ્નની કુંડળીમાં શનિ અને મંગળની યુતિ હતી. તેમાં જન્મના મંગળ પરથી મંગળનું પરિભ્રમણ થતું હતું. જેના કારણે તેઓ હુમલાને પણ કૂટનિતિજ્ઞ રૂપ આપી શક્યા છે. પરંતું ભારતની કુંડળીમાં પાંચમા સ્થાનેથી થતું ગુરુનું ભ્રમણ અને નરેન્દ્ર મોદીની કુંડળીમાં 11મા સ્થાનેથી થતું ગુરુનું ભ્રમણ આગામી દિવસોમાં ઘીના ઠામમાં ઘી પડી રહે અને કોઇ મોટા યુદ્ધમાં ભારતને ઢસડાવું નહિ પડે. જો કે હાલમાં પાકિસ્તાનના વડા નવાઝ શરીફ માટે કપરા સંજોગો છે તેમને કદાચ હાલની સ્થિતી મુજબ ડિસેમ્બર મહિના પહેલાં ગાદી છોડવી પડે તેવા ગ્રહ સંકેત છે.
જો કે 2020ની સાલમાં પરિસ્થિતી જુદી હશે. ત્યારે જાન્યુઆરીમાં શનિદેવ મકર રાશીમાં પ્રવેશ કરનાર છે અને માર્ચ મહિનામાં ગુરુ પણ મકરમાં પ્રવેશ કરનાર છે. તેમાં પણ ગુરુ 30મી જૂન 2020માં વક્રી થશે અને જે ભારતની કુંડળીમાં ભાગ્ય સ્થાનમાં યુતિ કરશે. આ સમયગાળો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના બ્યુગલ પુરજોશમાં ફૂંકાય અને તેમાં શનિનો પ્રભાવ યવન દેશોને અને ચાઇનાને પણ યુદ્ધમાં જોતરી દે તેવો યોગ રચાય છે. , વળી 2019માં ભારતની લોકસભાની સામાન્ય ચૂંટણીઓ પણ આવનાર છે. તે વખતે નવી ચૂંટાયેલી સરકાર પણ ભાજપની જ હોય તેવી શક્યતા ભારોભાર છે. અને તેથી પણ બીજી વખત ચૂંટાઇને આવેલી સરકાર યુદ્ધ કરવાનું જોખમ ઉઠાવે. પાકિસ્તાનના અટચાળાપણું વધે અને તે વખતના ચૂંટણી ઢંઢેરામાં પણ પાકિસ્તાનના દાંત ખાટા કરવાની વાત જ મુખ્ય હોય તેવી સંભાવના છે.
આમ હાલમાં સર્જીકલ સ્ટ્રાઇક કે કારગીલ જેવા નાન યુદ્ધની સંભાવના નકારી ન શકાય પરંતું મોટા પાયો યુદ્ધ થાય અને સરહદો બદલાઇ જાય કે ભારતીય ઉપમહાદ્વીપમાં કોઇ વૈશ્વિક અસરો પડે તેવું યુદ્ધ થાય તેવી શક્યતા દેખાતી નથી.