અા વર્ષે તમારી પનોતી બેસે છે કે ઉતરે છે? એક નજર…
તુલા રાશી
તુલા રાશીની પનોતી 26મી જાન્યુઆરીથી ઉતરી જશે તેમને 21 જૂનથી 26 ઓક્ટોબર સુધી ફરીથી એક વખત પાંચ મહિના જેટલા સમય માટે પનોતીની અસરમાં સપડાવું પડશે.
વૃશ્ચિક રાશી
વૃશ્ચિક રાશીને લોઢાના પાયે ચાલી રહેલો પનોતીનો પહેલો અઢી વર્ષનો તબક્કો 26મી જાન્યુઆરીએ પુરો થશે અને બીજો તબક્કો ચાંદીના પાયે શરૂ થશે જે 26મી જૂન સુધી ચાલશે. 26મી જૂનથી શનિ વક્રી ગતિએ પુનઃ વૃશ્ચિક રાશીમાં આવતાં જ તેમને પાંચ મહિના માટે ફરી પાછો સોનાના પાયે પહેલો તબક્કો આવશે 26મી ઓક્ટોબર સુધી ચાલશે. 26મી ઓક્ટોબરે શનિ ફરી ધન રાશીમાં જતાં જ ચાંદીના પાયે પનોતીનો બીજો તબક્કો ફરીથી શરૂ થશે જે 24મી જાન્યુઆરી 2020 સુધી રહેશે.
ધન રાશી
ધન રાશીને હાલમાં ચાલી રહેલી શનિની પનોતીનો તાંબાનો પ્રથમ પાયો 26મી જાન્યુઆરીએ પુરો થશે અને 26મી જૂન સુધી સોનાના પાયે શનિની પનોતીનો બીજો તબક્કો શરૂ થશે. 21મી જૂનથી 26મી ઓક્ટોબર સુધી ફરીથી શનિ વક્રી થતાં પાછો ચાંદીના પાયે પનોતીનો પ્રથમ તબક્કો ફરીથી પાચ મહિના ભોગવવો પડશે. ત્યારબાદ 26મી ઓક્ટોબરથી 24-4-2020 સુધી સોનાના પાયે પનોતીનો બીજો તબક્કો ભોગવવાનો રહેશે.
મકર રાશી
મકર રાશીને 26મી જાન્યુઆરીથી શનિની પનોતીનો લોખંડના પાયો પ્રારંભ થશે જે 21મી જૂન સુધી ચાલશે. 21મી જૂનથી શનિ વક્રી ગતિએ પાછો વૃશ્ચિક રાશીમાં જતાં પાંચ મહિના માટે મકર રાશીને પનોતી ઉતરી જશે. પરંતું 26મી ઓક્ટોબરે શનિ માર્ગી બનીને ફરીથી ધન રાશીમાં આવતાં જ 26મી ઓક્ટોબરથી 24 જાન્યુઆરી 2020 સુધી પનોતીનો પ્રથમ તબક્કો લોઢાના પાયો શરૂ થશે.
મેષ રાશી
મેષ રાશીને હાલમાં સોનાના પાયે નાની પનોતી ચાલી રહી છે. 26મી જાન્યુઆરીએ પુરી થઇ જશે પણ વક્રી શનિના કારણે 21 જૂનથી 26મી ઓક્ટોબરની વચ્ચે પાંચ મહિના ફરીથી નાની પનોતીની અસરો ભોગવવી પડશે.
વૃષભ રાશી
વૃષભ રાશીને 26મી જાન્યુઆરીથી 21મી જૂન સુધી શનિની નાની અઢી વર્ષની પનોતીની શરૂઆત થશે. 21મી જૂનથી 26મી ઓક્ટોબર સુધી પુનઃ પનોતીમાંથી મુક્તિ મળશે. વળી પાછી 26મી ઓક્ટોબરથી 24મી જાન્યુઆરી 2020 સુધી પનોતી લોઢાના પાયો રહેશે.
સિંહ રાશી
સિંહ રાશીને અઢી વર્ષની પનોતી 2016માં હતી તે 26મી જાન્યુઆરીએ પુરી થશે. જો કે શનિ વક્રી ગતિએ પાછો વૃશ્ચિક રાશીમાં આવતાં જ તેમને 21મી જૂનથી 26મી ઓક્ટોબર સુધી પાંચ મહિના ફરીથી નાની પનોતીની અસર ભોગવવી પડશે.
કન્યા રાશી
કન્યા રાશીને 26મી જાન્યુઆરીથી 21મી જૂન જૂન સુધી શનિની નાની અઢી વર્ષની પનોતીની શરૂઆત થશે. 21મી જૂનથી 26મી ઓક્ટોબર સુધી પુનઃ પનોતીમાંથી મુક્તિ મળશે. વળી પાછી 26મી ઓક્ટોબરથી 24મી જાન્યુઆરી 2020 સુધી પનોતી લોઢાના પાયો રહેશે.
આ સિવાયની રાશીઓ જેવી કે મિથુન, કર્ક, કુંભ અને મીન રાશીને 2017ના વર્ષમાં કોઇ પનોતીની અસરો ભોગવવાની નથી.