વિજય માલ્યાઃ ઇર્ષાપાત્ર બિઝનેસ ટાયફૂનથી ધિક્કારપાત્ર દેવાળીયા સુધીની સફર, ગ્રહોની દૃષ્ટિએ
ટાટા-બિરલા, અદાણી કે અંબાણીભારતના ધનકુબેરોમાં મોટા નામો છે પણ તેમના કરતાં પ્રમાણમાં ઓછી સંપત્તિ હોવા છતાંલક્ષ્મીનું ખુલ્લેઆમ પ્રદર્શન કરનાર તરીકે અને નાણાંથી ખરીદી શકાય તેવી હરકોઇ ચીજ ખરીદીને તેનો ઉપભોગ કરવામાં અવ્વલ રહેનારા વિજય માલ્યાનો જોટો જડે તેવો નથી. કિંગ ફિશર એરલાઇન હોય કે બિયર, કંપનીને બ્રાંડ બનાવવા માટે અને વૈભવનું જાહેર પ્રદર્શન કરવા માટે માલ્યાએ જરાય પાછુ વાળીને જોયું નથી. વિજય માલ્યાની વૈભવી જીવનશૈલી જોઇને નાણાં હોય તો શું શું કરી શકાય તે જણાવતાં કેટલાય વન લાઇનર્સ જુવાનીયાઓમાં લોકપ્રિય બની ગયાં હતાં સામાન્ય રીતે સફળ ઉદ્યોગપતિની ચડતી પડતી અને જીવન તેમના જેવા બનવા ઇચ્છનારી પેઢી માટે પ્રેરણારૂપ બનતું હોય છે જ્યારે વિજય માલ્યાએ તેમની જાહોજલાલીના સમયમાં એવી જીંદગી જીવી છે કે તેમની જીંદગી ઇર્ષાનું કારણ બની ગઇ અને હવે બેંકોમાંથી કરોડો રૂપિયાની લોન લઇને ઉઠમણું કરવાના સમચારોએ નાણાંનો વેડફાટ કરનાર વ્યક્તિ તરીકે તેમની છાપ ધિક્કારપાત્ર બની ચૂકી છે. વિજય માલ્યા દેશની અડધો ડઝન જેટલી બેંકોમાંથી અબજો રૂપિયા મેળવી હાલમાં વિદેશમાં ફરાર થઇ ચૂક્યો છે. ત્યારે તેમના ગ્રહોની દૃષ્ટિએ આવું કેમ થયું અને હવે શું થશે તે વિશે જરા અભ્યાસ કરીએ.
વિજય માલ્યાનો જન્મ 18 ડિસેમ્બર 1955ના રોજ કર્ણાટક રાજ્યના બટવાલ ગામે સવારે 11-30 કલાકે થયો હતો. દારૂની એક કંપનીના ચેરમેન વિઠ્ઠલ માલ્યાના પુત્ર વિજય માલ્યાએ તેમનું શિક્ષણ કોલકતામાં લીધુ હતું. તેઓ વિદ્યાર્થી કાળથી પિતા સાથે લીકર બિઝનેશમાં જોડાઇ ગયા હતા. જન્મકુંડળીમાં કુંભલગ્ન છે. અને લગ્નેશ શનિ દશમે રાહુ સાથે શાપિત યોગ રચે છે. આ બતાવે છે કે વિજય માલ્યા ક્યારેય સીધી રીતે પોતાનો બિઝનેશ કરવાનો તેમનો નેચર જ નથી. તેઓ ગીમીક કરીને, નાણાંનો વ્યય કરીને બિઝનેશમેન હોવાની છાપ ભલે ઊભી કરી શકે પણ સાચો બિઝનેશ કરવો, દેશની જીડીપીમાં યોગદાન આપવું કે સોશ્યલ રિસ્પોન્શીબિલીટી નિભાવવી તે તેમના ગ્રહોની દૃષ્ટિએ શક્ય જ નથી. તેઓ સરકારી અને ફાઇનાઇન્સીયલ ક્ષેત્રમાં ફેલાયેલા ભ્રષ્ટાચારનો લાભ લઇને આગળ આવ્યા છે. તેમની કુંડળીમાં શનિ અને રાહુએ ખૂબ જ મહત્વનો રોલ ભજવ્યો છે. કુડળીમાં 10મે પડેલા શનિ અને રાહુની સ્થિતીના કારણે તેઓ બિઝનેસ સેટ કરવાને બદલે સેટીંગનો જ બિઝનેશ કરવામાં લાગી ગયા. તેમની વૈભવી જીવનશૈલી અને વિવાદો ઊબા કરીને લાઇમ લાઇટમાં રહેવાની આવડતના કારણે તેઓ રાજ્યસભાના સભ્ય તરીકે પણ ચૂંટાયા.આમ છતાં તેમને એ વાત સમજાઇ ગઇ કે રાજકારણમાં રહીને સરકારનો લાભ લેવાને બદલે બહાર રહીને તેનો વધારે લાભ લઇન શકાય તેમ છે આથી તેમણે રાજકારણને ગંભીરતાથી લીધુ નહિ. તેમણે એર લાઇન કંપની પણ ચાલુ કરી અને તેમાં પણ ધૂમ નાણાંનું આંધણ કર્યું.સામાન્ય માનવીને લાખ રૂપિયાની લોન આપવા માટે પણ સેંકટો દસ્તાવેજો માગતી બેંકોએ પણ તેમને ખોબે ખોબે નાણાંની લ્હાણી કરી તે તેમની નકારાત્મક કોશલ્યની કરામત હતી.
સાતમા સ્થાનમાં રહેલો ગુરુ પણ તેમના અંગત જીવન વિશે પણ ઘણુ કહી જાયછે. તેમણે પહલાં લગ્ન સમીરા તૈયબજી નામની એર હોસ્ટેસ સાથે કર્યા હતાં. તેનાથી તેમને એક દીકરો પણ છે જે આઇપીએલની મેચોમાં લોકોને જોવા મળતો હતો. સિધ્ધાર્થ માલ્યા, તેને પણ પિતાના ગુણ વારસમાં જ મળ્યા હોવાનું ચર્ચાય છે. જો રે સમીરા તૈયબજી સાથેનું તેમનું લગ્ન જીવન ઝાઝુ ટક્યું નહિ અને તેમણે છૂટાછેડા લીધા , ત્યારેબાદ તેઓ એક રેખા નામની યુવાવસ્થાની સખી સાથે પરણ્યા છે. તેનાથી તેમને બે દિકરીઓ પણ છે. સાતમા સ્થાનમાં ગુરુ હોય તો એક વખત નંદવાયેલું લગ્ન જીવન આપે છે.
પરંતું કહેવાય છે કે પાપનો ઘડો છાપરે ચઢીને પોકારે તેમ ગ્રહોએ પણ તેનો ભાગ ભજવ્યો છે. 2016માં તેમના જન્મના શનિ પરથી જ શનિનું પરિભ્રમણ તેમના માટે મોકાણના સમાચાર લાવનારુ બન્યું. આમ તો શનિ વૃશ્ચિક રાશીમાં આવ્યો ત્યારથી જ કિંગફિશર એર લાઇન નાણાંકીય કટોકટી અનુભવી રહી છે અને બંધ થઇ જશે તેવા સમાચાર આવવાનું શરૂ થઇ ગયું હતું.પણ 2012થી માલ્યાની કંપનીઓનો વાર્ષિક રિપોર્ટ નબળી આવવા માંડ્યો હતો. પરંતુ પ્રોપોગેન્ડા કરીને માલ્યા શેર હોલ્ડર્સને તેમજ બેંકોને આવા રિપોર્ટ્સ તરફ દુર્લક્ષ્ય સેવવા તૈયાર કરી શક્યા. 11મા સ્થાને સૂર્ય, શુક્ર અને બુધની યુતિ તેમની જીવન શૈલીનું નિરૂપણ કરે છે. ધન રાશીનો શુક્ર લાભ સ્થાનમાં હોવાના કારણે તેઓ નાણાંને ઉપભોગની વસ્તુ તરીકે જજોઇ રહ્યા છે. તેમને મન નાણાં એટલે કોઇ પણ ભોગે કમાવાની વસ્તુ અને કમાયા પછી વાપરવાની વસ્તુ જ બની રહે છે. બારમા સ્થાને મકરનો ચંદ્ર તેમને સબંધો સાચવનારા વ્યક્તિ બનાવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કોઇ પણ પાર્ટીની સરકાર આવી છતાં કોઇએ માલ્યાનો ધંધો કેવી રીતે ચાલે છે, તેઓ નાણાંનો શું ઉપયોગ કરે છે તે જોવાની તસ્દી લીધી નથી.આ બતાવે છે કે તેમની વ્યક્તિને મેનેજ કરવાની તાકાત કેવી હતી. તેમનો બેંકોના નાણાં પર ધંધો બેરોકટોક ચાલી રહ્યો હતો. પરંતું ગ્રહો જેનું નામ,સમય આવે ત્યારે તેઓ કોઇને છોડતા નથી.
જેવો જન્મના શનિ પરથી શનિનું ભ્રમણ શરૂ થયું તેવું તરત જ માલ્યાનું પતન થવાનું શરૂ થઇ ગયું છે. 2016ના વર્ષમાં માર્ચ મહિનામાં શનિની જન્મના રાહુ અને શનિ પરથી પસાર થવાની સાથે જ માલ્યાની કંપનીઓનું ગબડવાનું શરૂ થઇ ગયુ હતું. જો કે જ્યાં સુધી જન્મના ગુરુ પરથી ગુરુ પસાર થતો હતો ત્યાં સુધી તેમને કોઇ મોટી તકલીફ આવી નહિ. પરંતું જેવો 11મી ઓગસ્ટે ગુરુ કન્યા રાશીમાં તેમના જન્મ કુંડળીના આઠમા સ્થાને આવ્યો કે તરત જ તેમની હાલત બગડવાનું શરૂ થયું. તેમણે દેશ છોડીને ભાગી જવું પડ્યું અને લોકોના મોંઢે તેમની કરણી ભારે ધિક્કારનું કારણ બની ગયું.
બારમા સ્થાને ચંદ્ર હોય તો તેવી વ્યક્તિને કોઇ પણ ભોગે વિદેશમાં શરણું લેવું પડે તેમ છે. હાલની પરિસ્થિતી જોતાં તેમણે વિદેશની વાટ પકડી છે પણ તેમના માટે શનિની વક્રી ગતિ ભારે બદનામી અને નુકસાનીનું કારણ બને તેમ છે. 26મી જાન્યુઆરીએ શનિ વૃશ્ચિક રાશી છોડીને ધન રાશીમાં ગયો છે તેથી હાલ પુરતો તો તેમના માટે થોડો બચાવનો સમય છે. શનિ જૂન મહિનામાં જ્યારે વક્રી થઇને પાછો વૃશ્ચિક રાશીમાં આવશે ત્યારે તેમના માટે ભારે કપરો કાળ શરૂ થશે. જૂન મહિનાથી ઓક્ટોબર 2017 સુધીના સમયમાં તેમણે જે ખોટું કર્યું હશે અને જે ભ્રષ્ટાચાર આદર્યો હશે તેનાં માઠાં પરિણામો ભોગવવાં પડશે. ગ્રહોની દૃષ્ટિએ એટલું કહી શકાય છેકે માલ્યા માટે જૂન થી ઓક્ટોબર સુધીનો ગાળો કદાચ તેમને ભારત લાવવામાં આવે અને તેમણે કરેલી નાણાંકીય ગેરરીતી બદલ તેમને જેલની હવા પણ ખાવી પડે તેમ છે. તેમની કુંડળીમાં નવમા સ્થાને તુલા રાશીનો શુક્રના ઘરમાં મંગળ બિજરાજમાન છે . તે બતાવે છે આવી વ્યકિતની પ્રકૃતિ હાર માનવાની નથી. તેઓ ભલે દેશના ગુનેગાર બને. કાયદો તેનું કામ કરે અને વિજય માલ્યા સામે કેસ પણ ચાલે છતાં થોડા સમયમાં ઘીના ઠામમાં ઘી પડી જાય. જેલમાં જાય પણ તેઓ જેલમા જાય તો જેલ પણ સેલિબ્રિટી હોમ બની જાય તેવી શક્યતા છે. તેમણે ઉઠમણું કર્યું છે પણ તેઓની વ્યક્તિગત જીંદગીને ગરીબાઇની છાયા પણ પડી નથી. શનિ કદાચ આગામી ઓક્ટોબર સુધી તેમને તકલીફમાં રાખે પણ પછી જેવો ફરી ધન રાશીમાં પ્રયાણ કરે એટલે ઓક્ટોબર 2017 પછી તરત જ કાયદાની છટકબારીઓનો લાભ લઇને માલ્યા જેલની બહાર આવી જાય અને ફરીથી પોતાનો બિઝનેશ નવેસરથી શરૂ કરે તેમ પણ ગ્રહો કહી રહ્યા છે.