મેડિકલ એસ્ટ્રોલોજીઃ રોગને રોકવાનું અજોડ વિજ્ઞાન

એક ભાઇ મારી પાસે તેમની કુંડળી અને હથેળી બતાવવા આવ્યા. તેમના ગ્રહો જોઇને મેં તેમને પુછ્યું કે તેમે કોઇ રોગથી પીડાવ છો? તેમણે કહ્યું કે ના રે ના, હું તો સાવ તાજોમાજો છું. મને તો નખમાં ય રોગ નથી. હવે તેમના ગ્રહો અને કુંડળી જોઇને એમ લાગતું હતું કે તેઓ કોઇ મોટા રોગનો ભોગ બનવાના છે. તે વખતે તેમની ઉંમર 46 વર્ષની હતી. તેમણે બીજા કેટલાક સવાલો પુછ્યા અને વિદાય લીધી. આ વાતને છ એક મહિના થયા હશે તે ભાઇ ફરી મને મળવા આવ્યા. મારો કન્સલટન્સીનો સમય પુરો થઇ ગયો હોવાથી મેં તેમને બીજા દિવસે આવવા કહ્યું પણ તેઓએ મને વિનંતી કરીને છ મહિના પહેલાં મળ્યા હોવાની યાદ અપાવી અને કહ્યું કે તમે છ મહિના પહેલાં જે કહ્યું હતું તે જ સાચું પડ્યું છે. મને કિડનીની મોટી બિમારીનું હાલમાં જ તબીબોએ નિદાન કર્યું છે. તબીબોએ એમ પણ કહ્યું કે જો તમે છ મહિના પહેલાં આવ્યા હોત તો તમારો ઇલાજ સરળ હતો, હવે જરા કપરી સ્થિતી છે.
આ વાત સાંભળીને હું પણ ચકિત થયો. મેં તેમના ગ્રહોનો ફરી અભ્યાસ કર્યો, અને તેમને જે જરૂર હતા તે ઉપાયો બતાવ્યા. હાલમાં પણ આ ભાઇની સારવાર ચાલે છે. આ ઉદાહરણ આપવાનો મતલબ એ છે કે તબીબી વિજ્ઞાનમાં રોગ થયા પછી તેનું નિદાન કરવાનું પધ્ધતિસર શોધાયેલું છે. જ્યારે જ્યોતિષશાસ્ત્રમાં અને હસ્તરેખામાં તો જન્મસમયથી જે તે જાતકને ક્યો રોગ થશે અને તેનું કેવી રીતે નિવારણ કરી શકાય તે વિશે ખૂબ ઊંડું સશોધન કરવામાં આવેલું છે.અર્વાચીન જ્યોતિષમાં જેને મેડિકલ એસ્ટ્રોલોજી કહેવાય છે. આ મેડિકલ એસ્ટ્રોલોજીના આધારે તેમે ભવિષ્યમાં તમને ક્યારે અને ક્યો રોગ થવાનો છે. કે ક્યા અંગની પીડા થવાની છે, તેની માત્રા અને તીવ્રતા કેવી રહેશેથી માંડીને તે રોગ મટશે કે નહિ અને રોગ ના થાય તે માટે કેવી કાળજી લેવાના અનેક ઉપાયો પણ શોધાયેલા છે.
દરેક રાશી, નક્ષત્ર નવ ગ્રહો અને તેમની દૃષ્ટિ, યુતિ અને પરિવર્તનની શરીરના અંગો પર ચોક્કસ પ્રકારની અસર થાય છે.આ અસરો જે તે ગ્રહની દશા અને મહાદશા અને અંતરદશા દરમ્યાન વધારે અનુભવાય છે. કાયમી ઇજા, ખોડખાંપણ કે લાંબી ચાલતી બિમારી જન્મકુંડળીમાં ચોથા, છઠ્ઠા કે આઠમા સ્થાનમાં પડેલા ગ્રહોની સ્થિતીના આધારે થાય છે. જ્યારે ટૂંકી માંદગી કે વહેલા મટી જાય તેવા રોગની અસરો ચંદ્ર કે લગ્ન સ્થાનથી ગોચરના ગ્રહોના ભ્રમણના કારણે ઉદ્ભવે છે. જો યોગ્ય માર્ગદર્શન સાથે મેડિકલ એસ્ટ્રોલોજીનો ઉપયોગ કરીને સાવચેતી રાખવમાં આવે, તકેદારે લેવામાં આવે તો આરોગ્યને મહદઅંશે બગડતું અટકાવી શકાય છે.
જન્મકુંડળીમાં કુંડળીમાં 6, 8 અને 12મું સ્થાન અશુભ સ્થાન મનાય છે. 1,4,7.12 કેન્દ્ર સ્થાન છે. જ્યારે 1,5, 9 શુભ સ્થાન છે.નીચે જણાવેલી રાશીમાં નીચે જણાવેલા ગ્રહો પૈકી જે ગ્રહ જે રાશીમાં પડ્યો હોય તે રાશી અને ગ્રહના પ્રભાવ મુજબના રોગનો ભોગ વ્યક્તિને બનવાનું થાય છે કેટલાક જન્મજાત થતા રોગ છે. તેની જાણ કુંડળી જોઇને જ પડી જાય છે. કેટલાક ગ્રહો ઉંમર વિતતાં થાય છે. તેનું કારણ ગોચરના ગ્રહોનું જન્મના ગ્રહો પરથી ભ્રમણ પણ છે અને કુંડળી મુજબ જ્યારે તે ગ્રહોની મહાદશા ,દશા અને અંતરદશા આવે ત્યારે તે રોગ થવાની શક્યતા છે.
જો જન્મકુંડળીનું કોઇ સ્થાન એક કરતાં વધારે પાપગ્રહો(સૂર્ય, મંગળ અને શનિ, રાહુ કેતું) થી દૂષિત થતું હોય તેમાં પણ આ ગ્રહો જો કેન્દ્ર સિવાયના સ્થાનમાં પડેલા હોય તો તે રોગના કારક બને છે જ્યારે ગુરુ અને શુક્ર જેવા ગ્રહો જો નીચ રાશી કે નીચ સ્થાનમાં પડેલા હોય તો તેઓ તેમના સ્વભાવ મુજબના રોગનું કારણ બને છે. આ આર્ટિકલની સિરીઝમાં આપણે ક્યા રોગ થવા માટે કેવા ગ્રહોની સ્થિતી કુંડળીમાં જવાબદાર હોય છે તે આવતા હપ્તે વિગતવાર જોઇશું.
કઇ રાશી ક્યા અંગ,તત્વ કે સ્થિતી પર પ્રભાવ પાડે છે.
મેષઃ માથું, તાળવું, કપાળ, સ્નાયુઓ, અગ્નિતત્વ
વૃષભઃ ચહેરો, ગળું,પૃથ્વી તત્વ
મિથુનઃ છાતી, ફેફસાં, વાયુતત્વ
કર્કઃ હ્રદય, ધમનીઓ, પાંસળીઓ, જલત્તવ
સિંહઃ પેટ, આંતરડાં, હોજરી, અગ્નિતત્વ
કન્યાઃ થાપો, પૃથ્વી તત્વ
તુલાઃ નાડીઓ, નાભિ, વાયુતત્વ
વૃશ્ચિકઃ સ્ત્રી અને પુરુષના પ્રજનન અવયવ, જલતત્વ
ધનુઃ સાથળ, અસ્થિ, અગ્નિતત્વ
મકરઃ ઘૂંટણ, પૃથ્વી તત્વ
કુંભઃ ઘૂંટણની નીચેના પગ, વાયુતત્વ
મીનઃ પગના તળિયાં, જલતત્વ
ગ્રહોનો ક્યા અંગો પર કેવો પ્રભાવ
સૂર્ય- ટાલ પડવી, પેટ, હાડકાં,હ્રદય, શિરાઓ,રક્ત, આંખ, મગજ, ગળું, તાવ,માનસિક અસંતુલન,આંખ,કાન,નાક ગળુના રોગ અને ઝાડા થવા
ચંદ્ર-અગત્યના અવયવ, ગ્રંથીઓ,હ્રદય, પેશાબ, લોહીના તત્વો, વિટામીન્સ
મંગળ-દાઝવું, ઘા પડવો, બોનમેરો,તાવ, હેમરેજ,ગર્ભપાત, માસિક ધર્મની અનિયમિતતા,વા,ચેપી રોગ
બુધઃમન, ગળું, જીભ, થાઇરોઇડ, ચામડી,નર્વસ સિસ્ટમ,બહેરાશ, પાગલપન, સ્મૃતિભ્રમ
ગુરુઃપાચનતંત્ર, જાડાપણું, લિવર
શુક્રઃ જાતિય અવયવ, ચામડી, સાથળ, વાળ, નખ, શુક્રાણું, અંડપિંડ,સંક્રમણ રોગ
શનિ-કિડની, મૂત્રાશય,પાઇલ્સ,મસા, દાંત,કાંડુ, પગની પાની, અલ્સર, ખેંચ, પાર્કિંન્સન, શ્વસનતંત્રના રોગ
રાહુ-કોલેરા, ચિકનપોક્સ,ઝેરી અસર,એલર્જી,ચેપ,
કેતું-હાડકાં, નસાથી થતા રોગ,હાડકાંની બિમારી, કેન્સર,