કુંડળીમાં મંગળનું અશુભત્વ મોટાભાગના જીવલેણ રોગનું કારણ
-
મંગળ ગ્રહોનો સેનાપતિ છે. મંગળનો શરીરમાં પ્રભાવ લોહી(રૂધિર) પર છે. જ્યારે જ્યારે જન્મકુંડળીમાં મગળ આરોગ્ય સ્થાન સાથે સબંધમાં આવે અને કોઇ પાપ ગ્રહ સાથે યુતિ કરે ત્યારે મંગળના પ્રભાવથી રોગ થવાની શક્યતા વધી જાય છે. મંગળને ચંદ્ર અને ગુરુ સાથે દોસ્તી છે જ્યારે શનિ અને સૂર્ય સાથે શત્રુતા છે. બુધ અને શુક્ર સાથે તેનો સ્વભાવ સમ છે જ્યારે રાહુ અને કેતું સાથે મંગળ વધુ મારકત્વ મેળવે છે. લશ્કર, પોલીસ, ખેલાડી- રમતવીર જેવા શુભ ક્ષેત્રોમાં અને અંધારી આલમ, બે નંબરી ધંધા અને ભ્રષ્ટાચારના કામોમાં મંગળ અસરકારક ભૂમિકા ભજવે છે. જ્યારે વાત આરોગ્યની હોય ત્યારે મંગળ દરેક રાશીના જાતકો માટે જુદી જુદી તકલીફો ઊભી કરે છે. આ તકલીફો ના કારણે વ્યક્તિ જીવનમાં પ્રારંભિક તબક્કે જ મુશક્લી અનુભવે છે. મંગળની મહત્તમ આયુ 28 વર્ષની છે. મંગળને મર્જર સાથે લેવા દેવા હોવાથી જ કાયમ માટે લગ્ન સમયે મંગળને જ મહત્વનો ગ્રહ ગણવામાં આવે છે. આરોગ્ય લક્ષી બાબતોમાં આ લેખમા આપણે દરેક લગ્નની કુંડળી માટે મંગળ ક્યા ગ્રહ સાથે કેવા રોગનું કારણ બને તે વિશે જોઇએ.
મંગળ સૂર્ય યુતિઃ
મંગળ અને સૂર્યની યુતિથી અંગારક યોગ થાય છે. આ જાતકોને જન્મજાત જ શરીરમાં પિત્ત પ્રકૃતિનું પ્રાધાન્ય સર્જે છે. જેના કારણે ગેસ, એસિડિટી, કબજીયાત, અલ્સર, પાઇલ્સ, આંતરડાની બિમારી જેવા રોગ કરાવે છે. જો સૂર્ય મંગળની યુતિ જન્મકુંડળીના પહેલા સ્થાનમાં હોય તો બ્લડ પ્રેશરની બિમારી નાની વયે આવે છે. જો ચોથા સ્થાનમાં હોય તો કોલેસ્ટોરોલ વધી જવાની અને લોહીની નળીઓમાં બ્લોકેજ સર્જાય છે. જો છઠ્ઠા સ્થાને આ યુતિ થાય તો આંતરડાંમાં ચાંદા પડવાં, કોલઇટીસની બિમારી થાય છે. જો આઠમા સ્થાનમાં આ યુતિ થાય તો મૂત્રાશય અને ગુદા માર્ગના રોગ થાય છે. ઇન્ફેક્શન થાય છે. બ્લેડર અને કિડનીનું ફૂલી જવું જેવા રોગ પણ થાય છે. બારમા સ્થાને સૂર્ય મંગળની યુતિના કારણે આંખના રોગ થાય છે. સિંહ લગ્ન અને વૃશ્ચિક લગ્નમાં અંગારક યોગનું સૌથી અશુભ ફળ મળે છે. અંગારક યોગના દોષમાંથી મુક્તિ માટે ગણેશજીના પૂજન કરવાં, મંગળ અને રાહુના જાપ કરાવવા, શિવપૂજન કરવા જેવા ઉપાયો નિયમિત કરવાથી માઠી અસરોથી બચી શકાય.
મંગળ રાહુ વિકૃત યોગ
રાહુ સાથે મંગળનું મારકત્વ વધી જાય છે. ખાણીપીણીની ખોટી આદતો આ યુતિના કારણે વધી જાય છે. હોજરી, આંતરડાં અને લીવરની બિમારી થવા જેવા વ્યસનોની ચૂંગાલમાં વ્યક્તિ ખાસ ફસાય છે.. પહેલાં સ્થાનમાં મંગળ અને રાહુની યુતિ થાય તો કેટલાક વારસાગત રોગનો ભોગ બનાવે છે. જેમાં હ્રદયરોગ, વેરકોઝ વેઇન્સ અને પ્રોસ્ટેટની તકલીફ સામેલ છે. જ્યારે ચોથા સ્થાનમાં મંગળ રાહુની યુતિ થાય તો તેવા વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડે છે. તેને વારેવારે વાઇરલ ઇન્ફેક્શન, કમળો, ટાઇફોઇડ, મેલિરીયા અન્ય પાણીજન્ય રોગ થવાની શક્યતા રહે છે. આવી વ્યક્તિનું મેટાબોલિઝમ નબળું પડે છે. શરીર પાતળું અને વીટામીન્સ કે હિમોગ્લોબિનની કમી વર્તાયા કરે છે. જ્યારે જો આ યુતિ છઠ્ઠા કે આઠમા સ્થાને થાય તો કેન્સર, કંઠમાળ, ખૂંધ નીકળવી કે કરોડરજ્જુની બિમારી થવાની શક્યતા વધી જાય છે. બારમા સ્થાને મંગળ અને રાહુની યુતિ અકસ્માતમાં ઇજા થવી કે નાનપણથી પોલીયો કે અન્ય વિકલાંગતાનો ભોગ બનાવે છે. કર્ક લગ્ન અને કુંભ લગ્નની કુંડળીમાં મંગળ અને રાહુની યુતિ વધુ અશુભ પરિણામ આપે છે.
આ ઉપરાંત આઠમા સ્થાને કર્કનો મંગળ હોય તેના પર શનિ કે સૂર્યની દૃષ્ટિ પડતી હોય તો પણ જાડા પણા, હોર્મોન્સનું અસંતુલન,સ્ત્રીઓનો માસિક સબંધી સમસ્યા સર્જાય છે. જો છટ્ઠા સ્થાનમાં કર્ક રાશીનો મંગળ હોય કે બારમા સ્થાનમાં કર્ક રાશીનો મંગળ હોય તો તેવા જાતકોને રંગઅંધતા, પગમાં ખોડ આવે, શરીર પર ખીલ વધારે થાય, આવા જાતકોએ પૂરતી ઊંઘ લેવી, પાણી વધારે પીવું અને ગણપતિજીને જાસુદનું ફૂલ દર મંગળવારે ચઢાવવું.