જન્મકુંડળીમાં કેવા ગ્રહો સોરાઇસીસનો ભોગ બનાવી શકે
ચામડીના પહેલા પડ પર થતાં ભીંગડાં અને કરચલીઓ ધરાવતો ખરજવા જેવો પણ ખરજવા કરતાં જુદો રોગ એટલે સોરાઇસીસ, આ રોગના કુલ પાંચ પ્રકાર છે. પણ તેમાં પ્લાક સોરાઇસીસ જ મુખ્યત્વે જોવા મળે છે. જેમાં ખાસ કરીને ઘૂંટણ, કોણી હથેળી અને પગના પંજામાં તેની અસરો વધુ જોવા મળે છે. આ રોગનો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ જોઇએ તો મગજ શરીરને ખોટો સંદેશ મોકલે છે કે ચામડીના કોષ જ રોગ છે. આ રોગને દૂર કરવા મગજ જુદા આદેશ છોડે છે. જેના કારણે ચામડીના કોષ પર જ બીજા કોષનો જમાવડો થાય છે. આ જમાવડો ચામડીના પહેલા પડમાં પહોંચે એટલે આ ચામડી જર્જરીત દેખાય, કરચલી પડે અને ત્યાં ખંજવાળ પણ આવે છે. આમ તો આ રોગ શરીરના કોણ પણ ભાગમાં અથવા આખા શરીર પર થઇ શકે છે.
મેડિકલ એસ્ટ્રોલોજીની દૃષ્ટિએ જોઇએ તો ચામડીના ગ્રહ બુધ છે. ત્વચાના વિકારનું કારણ બને છે. બુધની ખરાબ સ્થાનમાં ઉપસ્થિતી , જ્યારે મગજ દ્વારા છોડાતા ખોટા સંદેશાનું કારણ છે. ચંદ્રની કુંડળીમાં ખરાબ સ્થિતી. બુધ અને ચંદ્ર જો ભેગ થઇને આઠમા સ્થાનમાં પડ્યા હોય ત્યારે સોરાઇસીસ થવાની શક્યતા વધી જાય છે. આવા કિસ્સામાં રોગ 18 વર્ષની ઉંમરે દેખા દે છે. અને તે આખા શરીરમાં વ્યાપી જાય છે. ખાવા પીવાની આદતો, આથો લાવેલો ખોરાક અને વાસી ખોરાક ખાવાથી આ રોગ વધારે વકરે છે. તો વળી બુધ જો છઠ્ઠા સ્થાનનો સ્વામી થઇને આઠમે સિંહ કે વૃશ્ચિક રાશીમાં બેઠેલો હોય તો બાલ્યાવસ્થામાં જ સોરાઇસીસ દેખા દે છે. જ્યારે લગ્નેશ બુધ હોય અને બારમા સ્થાને પડ્યો હોય અને કોઇ શુભ ગ્રહથી દૃષ્ટ ન હોય કે પછી બુધ રાહુ સાથે યુતિ કરતો હોય ત્યારે પણ 22માં વર્ષે સોરાઇસીસ થવાની તકલીફ થઇ શકે છે.
બુધ જ્ઞાનતંતુઓનો કારક છે. મગજ સુધી સંદેશા પહોચાડવાનું કામ બુધ દ્વારા થાય છે. સોરાઇસીસ રોગ મગજના કારણે તો થાય છે જ પણ તેમાં ગત જન્મના કર્મોના ફળ પણ જવાબદાર હોવાનું મનાય છે. ગૌમયથી સ્નાન કરવામાં આવે તો આ દોષ દૂર થાય છે અને સોરાઇસીસમાં રાહત થતી હોવાનું જોવાયું છે. બુધ અને ચંદ્રની યુતિ જન્મકુંડળીના કોઇ પણ સ્થાનમાં હોય તો પણ સોરાઇસીસ થવાની સંભાવના રહે છે. બુધ અને ચંદ્રની યુતિ શુભ ગણાતી નથી. જો કે સાથે સૂર્ય પડ્યો હોય તો આ તકલીફમાં રાહત થાય છે. પણ જો સાથે મંગળ પડેલો હોય તો તકલીફ વધે છે.
ખાસ કરીને મકર અને મેષ રાશીના જાતકો માટે બુધ ચામડીના રોગનો કારક બને છે. બુધ મીન રાશીમાં નીચનો બને છે જો મકર કે મેષ રાશીમાં બુધ મીન રાશીમાં હોય અને સાથે સૂર્યનો સંગાથ ન હોય તો તેવા જાતકોને સોરાઇસીસ થવાની શક્યતા વધી જાય છે.
જો સિંહ લગ્નની કુંડળીમાં છઠ્ઠા સ્થાનમાં બુધ અને ચંદ્રની યુતિ થઇ હોય તો તેમાં પૂર્વજોના દોષના કારણે 36 વર્ષની ઉંમરે સોરાઇસીની તકલીફ થાય છે. જો સમયસર અને નિયમીત સારવાર કરવામાં આવે તો આવા જાતકોને રોગમાંથી મુક્તિ મળી જાય છે.
નવેમ્બરથી જાન્યુઆરી મહિનાની 14મી તારીખ વચ્ચે જન્મેલા જાતકની કુંડળીમાં વૃશ્ચિક લગ્ન હોય અને બુધ કોઇ પણ સ્થાનમાં ચંદ્ર સાથે યુતિ કરતો હોય, સૂર્ય બુધથી બારમા સ્થાને હોય કે વક્રી હોય ત્યારે સોરાઇસીસની અસરો માથાના ભાગે વાળમાં વિશેષ જોવા મળે છે. જો મંગળ સાથે બુધની યુતિ વૃશ્ચિક લગ્નની કુંડળીમાં થાય તો પગ પર સોરાઇસીસની અસરો વધુ જોવા મળે છે. જ્યેષ્ઠા નક્ષત્રમાં જન્મ થયો હોય અને બુધ તેમજ રાહુની યુતિ થતી હોય ત્યારે ખોરાકના કે દવાના રિએક્શનના ભાગ રૂપે સોરાઇસીસનો ભોગ બનવાનું થાય છે.
સોરાઇસીસથી બચવા શું કરશો
- જેમની કુંડળીમાં બુધ મારક ન બનતો હોય તેવા જાતકોએ તો પ્રારંભથી જ બુધનો નંગ ધારણ કરવો જોઇએ. તેમ કરવાથી રોગ થવાની સંભાવના જ ઘટી જાય છે.
- સોરાઇસીસના રોગમાં હોમિયોપથીની દવાની અસર વધુ સારી અનુભવાઇ છે આથી હોમિયોપથીની દવા લેવાની સાથે સાથે બુધવારે વિષ્ણસહસ્ત્ર મંત્રના જાપ કરવાથી પણ રાહત મળે છે.
- જો બુધ રાહુ સાથે યુતિ કરતો હોય અને આઠમા સ્થાને હોય તો રાહુનો નંગ પહેરવો અને દર સોમવારે શિવપૂજન કરવાથી રાહત રહે છે. વિચારોમાં હકારાત્મકતા લાવવી જોઇએ.
- જો બુધ મંગળ સાથે યુતિ કરતો હોય અને રોગનો ભોગ બન્યા હોવ તો બિલાનું જ્યુસ પીવું, આદુ અને ગંઠોડા ખાવાથી દૂર રહેવું, હિંગનો ઉપયોગ પણ ખોરાકમાં ઘટાડી દેવો, ગણેશજીના પૂજન કરવા જોઇએ.