Ofsastropalmist.com ના રિલોન્ચિંગ પ્રસંગે..
જય ગણેશ,
ઘણા લાંબા સમયથી જ્યોતિષીય જ્ઞાન અને તેના લાભ શેર કરવા માટે શરૂ કરાયેલી વેબસાઇટ પાછળ પુરતું ધ્યાન આપી શકાયું નહતું. વળી આ વેબસાઇટના ક્ષેત્રનો બહોળો અનુભવ નહિ હોવાના કારણે જે રીતે જરૂરી હતું તે રીતે અપડેટ પણ રહી શકાતું ન હતું. સભ્યોને તેમની ભવિષ્યવાણી અને નિયમીત ગ્રહોની ફેરબદલની તેમના કે તેમના સ્વજનોના જીવન પર થનારી અસરોને પણ સમયસર જણાવી શક્યો નથી. આજે જ્યારે નવસર્જન કરીને પુન: હવામય(ઓન એર) કરવા માટે હું અને આપણી વેબસાઇટ બંને તૈયાર છીએ. ગણેશજીના આશિર્વાદ અને માર્ગદર્શનથી જ શરૂ કરાયેલો આ પ્રોજેક્ટ ગણેશ ચતુર્થીના દિવસે જ ફરીથી લોન્ચ થાય તેનાથી રૂડું બીજું શુ હોઇ શકે?
રિ લોન્ચ કરાઇ રહેલી આ વેબસાઇટમાં દરરોજ નવા વીડીયો, આર્ટિકલ અને રોજે રોજનું રાશિભવિષ્ય આપવાનો ઇરાદો છે. સાથે સાથે જે લાઇફ ટાઇમ સભ્ય છે તેમને ગ્રહોની ગતિ અને પ્રગતિનો ચાર્ટ બનાવી તેમના જીવનમાં આગામી દિવસોમાં શું બની શકે છે તેની આછી રૂપરેખા આપવાનો પણ ઇરાદો છે. સાથે સાથે ભારતીય ફ્લેવર ધરાવતા ઉત્સવો અને પર્વોમાં શું કરવું જોઇએ? શું ના કરવું જોઇએ? કેવી રીતે આ ઉજવણીને સાર્થક અને ઉપયોગી બનાવી શકાય. ઇન્ટરનેટના માધ્યમથી બધુ સમજવાના પ્રવાહમાં વહેતી આ નવી જનરેશનને આ જ માધ્યમના ઉપયોગથી કેવી રીતે ખુદની સંસ્કૃતિ અને ભવ્ય વારસાની જાણકારી ગર્વ સાથે આપી શકાય તેના તમામ પ્રયાસો અહીથી કરવામાં આવશે.
આર્ટિકલ્સ અને વીડીયો તમામ વિઝીટર્સ માટે છે. જ્યારે ફળાદેશ કે તમારી કુંડળીનું માર્ગદર્શન મેળવવા માટે તમારે લોગઇન કરવું પડશે. હા, ટ્વીટર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મિડીયાના પ્લેટફોર્મનો પણ જરૂર મુજબ વિવેકસભર ઉપયોગ કરવાની પણ કોશિશ કરીશુ
અસ્તુ,
જય ગણેશ
જીજ્ઞેશ શુકલ