ગણેશ સ્થાપના માટે શું કરવું ?
શુભ મૂહુર્તમાં શ્રીજીની મૂર્તિ લાવવી અને સાથે બીજી એક નાની પૂજા માટેની મૂર્તિ પણ લાવવી બંને મૂર્તિની ભૂદેવને બોલાવીને પંડાલમાં સ્થાપના કરવી, તેમનું ષોડષોપચારથી પૂજન કરવું
સ્થાપના માટે સામાનની યાદી
શ્રીજીની 2 મૂર્તિ એક મોટી એક નાની જો ઘરમાં સ્થાપના કરતા હોય તો એક જ મૂર્તિની સ્થાપના કરવી
પૂજા માટે અબીલ, ગુલાલ, કંકું, હળદર, ચંદન, દૂર્વા,
લાલ રંગના ફૂલ
ચોખા અને બાજઠ રાખવો
ધૂપ અ ગ્રામ
દીપ માટે દીવો અગરબત્તી લેવી
બેસવા માટે આસન અને પાણીનું પવાલું આચમની તરભાણું,
લાલ કપડું ભગવાની સ્થાપના માટે,
ગોળ, અને પ્રસાદ માટે મોદક,
ભગવાનને પહેરવા માટે હાર,
2 શ્રીફળ,
નાડાછડી,
ગણેશ સ્થાપનાની વિધી
કલૌ ચંડી વિનાયકૌ, અર્થાત.. કળિયુગમાં માં ચંડિકા અને ગણેશજીનું પૂજન નામ મંત્રથી પણ કરવામાં આવે તો તેનું સંપૂર્ણ ફળ મળે છે. આથી કળિયુગમાં ગણેશજીની સ્થાપના અને પૂજન ગં ગણપતયે નમ: નામ મંત્રથી કરવું
અન્યથા..
ગણાનાત્વા ગણપતિ ગૂં હવામહે પ્રિયાણાત્વા પ્રિયપતિ ગૂં હવામહે નિધીનાત્વા નિધીપતિ ગૂં હવામહે વસોમમ્, આહમ જાની ગર્ભધમાત્વમજાસિ ગર્ભધમ્મ
કે પછી
એકદંતાય વિદ્મહે, વક્રતૂંડાય ધિમહી, તન્નો દંતિ પ્રચોદયાત
મંત્રથી ગણેશજીનું ધ્યાન, આવાહન અને પૂજન કરવું મંત્ર બોલ્યા બાદ
શ્રી ગણેશાય નમ: ધ્યાનમ સમર્પયામિ, આવાહનમ સમર્પયામિ.. વિગેરે બોલવું,
ભગવાનને આસન, પાદ્ય અર્ધ, સ્નાન અને અભિષેક કરાવ્યા બાદ બાજઠ પર બેસાડી વસ્ત્ર અલંકાર આપવા અને પછી મોદક કે જે નૈવેદ્ય લાવ્યા હોય તે જમાડવું, દક્ષિણા મૂકવી અને પછી આરતી કરવી , પછી જેટલા દિવસ શ્રીજીની સ્થાપના હોય તેટલા દિવસ રોજ સવારે અને સાંજે આરતી અને પ્રસાદ ધરાવીને પંચોપચાર પૂજન કરવું. છેલ્લે ભગવાનની સ્તુતિ કરીને પ્રાર્થના કરવી. બધાને પ્રસાદ વહેંચવો ..