જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કે અનુમાન? અનાદિકાળથી ચાલતો વિવાદ
પ્રશ્ન- પ્રારબ્ધ મોટું કે પુરુષાર્થ, હું જ્યોતિષમાં માનતો નથી, કર્મમાં જ માનું છું. ભવિષ્ય જેવું કાંઇ હોતું નથી, ભવિષ્ય બનાવવું પડે છે. હજારો પ્રકાશવર્ષ દૂર રહેલા ગ્રહો મારા પર શું અને કેવી અસરો પાડે તેના આભાસી ખ્યાલ કરતાં મને નક્કર તર્કમાં અને વિજ્ઞાનમાં જ રસ પડે છે. કાર્ય અને કારણના સબંધને સમજ્યા વગર માત્ર શ્રધ્ધાના જોરે માનવી પડતી વાતો મને મજબૂત નહિ મજબૂર જ બનાવે છે.
ઉત્તર- તમારી વાત સાથે હું પણ આંશિક રીતે સંમત છું, માત્ર તમે જે તારણ કાઢ્યું છે તેમાં જ થોડો સમજનો દોષ મને દેખાય છે. પ્રારબ્ધ જેવું કાંઇ છે જ નહી પણ એક ઢીંગલી મેં બનાવી અને તેને મે બાર્બી નામ આપી દીધું. મેં ઢીંગલી બનાવી તે પહેલાં બાર્બી હતી જ નહી. પણ હવે તે છે. નક્કર છે. તમે કર્મ કરીને ભવિષ્ય બનાવો છો. નહી કે વર્તમાનને જ ભવિષ્ય ગણી લો છો. કેટલાક એવા દાખલા છે કે જેમાં ઘણા મહાપુરુષોએ સંખ્યાબંધ પ્રયત્નો કર્યા છતાં તેમને સફળતા નથી મળી અને પછી અનાયાસ ક્યારેક વિના પ્રયત્ને એવી જવલંત સફળતા મળી છે કે તેઓ દુનિયામાં છવાઇ ગયા છે. મહાપુરુષ બની ગયા છે. આ ઘણા પ્રયત્નોની નિષ્ફળતા પછીની સફળતા છે. જો તમે પુરુષાર્થ સાથે ટેક્નિકમાં બિલીવ ના કરો તો તમે વૈજ્ઞાનિક અભિગમવાળા ગણાવ ખરા? હવે જેને ટેક્નિક કેવી છે, તેની પાછળ શું ગણિત છે, કેટલી વખત તેનો અભ્યાસ કર્યો છે. તેને કેટલી વખત ખરાઇ કરીને ચકાસી છે અને તેની પેટર્નને વૈજ્ઞાનિક રીતે ફોલો કરી છે તે જાણ્યા વગર જ કાઢી નાંખો તે વૈજ્ઞાનિક તો જરાય નથી.
માની લો કે તમે ખુબ સાધન સંપન્ન પરિવારમાં જન્મ્યા છો. તમને શિક્ષણ અને સંસ્કાર સહિતની સુવિધા આપવામાં તમારા પરિવારે કોઇ ખામી નથી રાખી, તમે પણ સમજદાર અને મહેનતું વ્યક્તિ છો. તમે પ્રારંભથી જ વિજ્ઞાન શાખામાં જઇને તબીબ બનવાનું સ્વપ્નું સેવ્યું છે અને તેને પુરુ કરવા માટે તમે પુરતા અરે..તેનાથી પણ વધુ પ્રયત્નો કર્યા છે. પરંતું ધો.12ની પરીક્ષા બાદ તમારા ગુણ તમને વિદ્યાશાખામાં પ્રવેશ અપાવવા માટે જરૂરી હોય તેના કરતાં થોડા ઓછા ગુણ મેળવ્યા અને અચાનક તમને મહેનત અને પ્રયત્નો નકામા લાગવા માંડશે. પરીક્ષા માટે કરેલી મહેનત પર પાણી ફરી વળ્યું હોય તેવું ફિલીંગ આવવા માંડે છે. કેટલાક કિસ્સામાં તો ડિપ્રેશનમાં સરી જવાની પણ શક્યતા છે. જો તમે ધાર્મિક હોવ તો કદાચ તમારી શ્રધ્ધા ડગી જાય અને ભગવાન પરનો ભરોસો ઉઠી જાય તેવું પણ બને. જો તમે કર્મમાં જ માનતા હોવ તો તમને તમારા કર્મમાં ક્યાં ત્રૂટી રહી ગઇ તેવો અપરાધ ભાવ પણ જાગે.
એક વાત ચોક્કસ સમજવા જેવી છે કે આપણે આપણા અનુભવોથી ઘડાઇએ છીએ. સારા અનુભવો તમને સારા માનવી બનાવે છે જ્યારે ખરાબ અનુભવ તમને સારા અને ખરાબ બંને જાતના લોકો દુનિયામાં હોય છે. સારી અને ખરાબ બંને જાતની ઘટનાઓ માનવ જીવનમાં બનતી હોય છે. સફળતા અને નિષ્ફળતા એક જ સિક્કાની બે બાજુ ગણાય છે, આજ આવી છે તો આવતીકાલ બદલાશે. તેવા પ્રામાણિક અને વ્યવહારુ(પ્રેક્ટિકલ) જ્ઞાન માટેની તમામ બારીઓ ખોલી નાંખે છે. તમારા અનુભવને તમે કોઇ એક બંધિયાર ખાબોચિયામાં બાંધો દો તો તમે બંધ વ્યક્તિ છો. તમારા દિમાગના દરવાજા પર અનેક ટકોરા કોઇ પોતાની ગરજે મારે તો કદાચ તમારો બંધ દરવાજો ખૂલે. આવું થવા છતાં, દરવાજા ખુલવા છતાં તમે મજબૂત નહિ પણ મજબૂર જ રહેવાના છો કારણે કે તેમાં તમારી સમજ નહિ બીજાની ગરજે જ દરવાજા ખુલ્યા છે.
નેવર સે નેવર.. કદી નહિ એવું કદી નહિ. જેનો મતલબ છે કુછ ભી હો શકતા હૈ.. અને જો કુછ ભી હો શકતા હૈ તો એવું જરૂરી નથી કે તે બધુ આપણને સમજાઇ જ જાય, જ્યોતિષનું જ્ઞાન અપાર છે, અપરંપાર છે. ખૂબ મદદરૂપ થઇ શકે તેમ છે. પરંતું તેમાં સંસ્કારવશ માનનારા માત્ર તેનો લાભ લઇ શકે છે. અન્યોને તેનો લાભ લેવા પ્રેરીત નથી કરી શકતા કારણે કે તેમની સમજશક્તિની શરૂઆત થાય તે પહેલાં જ તેઓ અમુક બાબતો પ્રિયજનો, ગુરુજનો કે આસપાસના પ્રભાવી લોકોની માન્યતાઓને એડોપ્ટ કરી લે છે. તેમને તમે પુછો કે તમે જ્યોતિષમાં માનો છે? તો તેઓ હા કહેશે પણ ક્યારેય નથી માન્યા કે તેમની માન્યતાને નથી ચકાસી તેથી તેઓ તેમની સમજના આદિ કાળથી જ માને છે. આવા લોકો સંસ્કારગત શ્રદ્ધાના શિકાર છે. તેમની શ્રદ્ધા વૈજ્ઞાનિક નથી વારસાગત છે. આવા લોકો હજુ જેને વિજ્ઞાનનો દરજ્જો નથી મળ્યો. અન્ડર સ્કેનર અને વૈજ્ઞાનિક હોવાના પુરાવા લોકોને આપવાની કોશિષ કરી રહેલા વિષયનો લાભ તો લઇ શકે છે. પણ તેનેનપ્રચાર, પ્રસાર અને ઓળખ અપાવી શકતા નથી. તેઓ માને છે કારણ કે તેઓ માને છે. તેમની પાસે માનવાના કારણો નથી અને નહિ માનવાની હિંમત નથી. તેઓ માત્ર ડિફોલ્ટ માન્યતાઓને માની લીધેલા પરિણામોથી પોષે છે. કારણો નથી શોધતા એટલે તેમના પ્રભાવમાં આવેલા લોકો પણ તેમની માન્યતાઓને માનીને માનવાવાળા લોકોનો એક એવો સમુદાય ઊભો કરે છે છે કે વિજ્ઞાનની એરણે ચકાસતા વર્ગમાં પછાત ગણાય છે.
ઇતિહાસ ગવાહ છે કે લોજીકલી એક્સેપ્ટેબલ ના હોય તેવી સેંકડો વૈજ્ઞાનિક વાતો તેમના સમયના એકલવીર સંશોધકોને પાગલ, ધૂની કે અંધશ્રદ્ધાળુ ગણાવી ચૂકી છે. ગેલેલિયો હોય કે આર્કિમિડીસ, ભૂગોળ હોય કે ભૂમિતી, જે પૃથ્વીની ક્ષિતિજોની અંદર છે તેવી શોધો માત્ર સગવડો વધારવા માટે ઉપયોગી છે પણ જે આકાશને આંબે તેવી શોધો છે તે તો ચમત્કારીક પરિણામો પહેલાં લાવીને બતાવે પછી જ લોકો તેમાં પોતાની બુદ્ધિ ઇન્વેસ્ટ કરે તેમ છે. રાઇટ બંધુઓ જ્યારે વિમાન બનાવવા માટે મથી રહ્યા હતા ત્યારે તેમને તેમના સમયના ડાહ્યા ગણાતતા લોકોએ લગભગ ગાંડા ઠેરવી જ દીધા હતા. હવે ફ્રાંસનો ભવિષ્યવેત્તા નોસ્ત્રદોમસ કેટલીક આગાહીઓ માત્ર વિઝનથી કરતો હતો. તેની આગાહીઓ તેના સમયમાં તો સાચી પડતી જ હતી પણ તેણે તેના મૃત્યુ પછી 100 વર્ષ પછી પણ શું થશે તે લખ્યુ છે તે સાચુ પડે છે. તેની ભવિષ્યવાણી ગર્ભિત હોય છે કારણ કે તેના સમયમાં પણ તેની આવી શક્તિને વિચક્રાફટ એટલે કાલાજાદુ ગણી લેવામાં આવતું હતું. ફ્રાન્સના રાજા અને રાણીઓએ તો કાઉન્સેલ તરીકે નોસ્ત્રાડામસની વરણી કરી હતી. તેની શક્તિઓનો લાભ પણ લીધો હતો પણ તેના આર્ટને કે સાયન્સને તેનો દરજ્જો આપ્યો નહતો.
માનવી જેવો માનવી કોઇ વસ્તુનું નિર્માણ કરે તો તેની પેટર્ન બનાવે છે. તેને અસરો વિષે, ઉપયોગિતા વિશે, તેમાં અપડેટેશન વિશે ભવિષ્યમાં કરવા પડનારા સુધારા વિશે આટલુ રિસર્ચ કરે છે. કુદરત સૌથી મોટો કલાકાર છે. તેણે માનવી જેવી એક્સ્ટ્રા ઓર્ડિનરી જાતિની ઉત્ક્રાંતિ કરી તેણે તેના ભવિષ્યમાં શું થશે તે નિર્ધારિત ન કર્યું હોય તે માનવું મૂર્ખતા છે. શ્રીમદ ભગવત ગીતાજીમાં કહ્યા મુજબ આ બધા મરી ગયેલા છે. અનેક યુગો અને કલ્પો આવ્યા અને ગયા, હજુ આવશે અને જશે. તમે નિમિત્ત માત્ર છો, કર્તાભાવ રાખશો નહિ. સાક્ષીભાવ રાખો. હવે સાક્ષીએ શું કરવાનું હોય, સામે બનતું હોય તે જોયા જ કરવાનું હોય કે તેમાં ભાગ લેવાનો હોય? ભાગ લેવો હોય તો કર્મ કરવું પડે, કર્મ કરીએ એટલે તેની કોન્સિક્વન્સ(પ્રતિક્રિયા) બને. પછી તેમાં તમારી મરજી હોય કે ન હોય તમારે તેમાં જોડાવું જ પડે છે. શરીરધારણ કરીને જન્મ લીધા પછી થતાં 100 કર્મોને તમે નાણીને જુવો અને પોતાની જાતને પ્રશ્ન પુછો કે જો તમને પરિણામોનો જરા જેટલો પણ અંદાજ હોત તો તમે આવો નિર્ણય લીધો હોત ખરો? તો મોટે ભાગે જવાબ એવો મળે કે 50 ટકા કરતાં વધુ કામો એવાં હતો કે જેના પરિણામો વિશે જરા પણ અંદાજ હોત તો મેં આવું કામ કર્યું જ ના હોત. આ થઇ એક વાત. હવે બીજી વાત, તમે જીવન દરમિયાન જે કર્મ કરો છો તે બધાં તમારી મરજી અને સમજ મુજબ તમારું લોજીક કહે તે મુજબ જ કરો છો કે પછી લાગણી, પ્રેમ, મજબૂરી , સંજોગો અને અન્યોની ઇચ્છાઓના દબાણમાં આવીને પણ નિર્ણયો લો છો? તો તેનો જવાબ પણ કદાચ એવો જ મળશે કે હા બધા નિર્ણયો ભલે મેં લીધા પણ એમાંના કેટલાક નિર્ણયો મેં કોઇને ખોટું ના લાગે માટે લીધા હતા. તો વળી કેટલાક નિર્ણયો બીજાના આગ્રહને વશ થઇને લીધા હતા. માનવી તરીકે આપણે એટલા બિચારા અને ગરીબડા છીએ કે આપણ લોજીકલમાં લોજીકલ સેન્ટીમેન્ટસ પણ ઇમોશનલ ચાસણીમાં બોળીને જ આપણે ચાખીએ છીએ. વિમાન બનાવીને ઉડવા માટે સંખ્યાબંધ એરોડાઇનેમિક્સ ગણતરી કરવી પડે પણ મૂળ ઉડવાની ઇચ્છા તો સાવ ઇલોજીકલ જ હતી. જે ઇચ્છાને જે સ્વપ્નદૃષ્ટાઓએ લોજીકની લાકડી મારીને ભગાડી ના દીધી તે જ લોકો કોઇ નવા આવિષ્કાર માટેનો પાયો નાંખી શક્યા. હવે જે સાધન જે કામ માટે છે તે કામ સિવાયના કામ માટે તે સાધનનો ઉપયોગ કરવાથી શું પરિસ્થિતી સર્જાય તે કાંઇ સમજાવવું પડે તેમ નથી. જો સોયથી કાપવા જઇએ અને કાતરથી સાંધવા જઇએ તો મૂર્ખ ગણાઇએ. આથી સંશોધન કરવા માટે લોજીક જરૂરી છે. તો તેનો ઉપયોગ તો જ્યોતિષશાત્રમાં પણ ભરપૂર થયો છે. ભૃગુઋષિથી માંડીને ગર્ગ સુધીના તમામ મહિષીઓએ લોજીક વાપરીને જે ગાણિતિક જ્ઞાન મેળવ્યું છે. તે એસ્ટ્રોલોજી જ નહી પણ એસ્ટ્રોનોમી (ખગોળશાત્ર) માટે પણ તેટલું જ ઉપયોગી નિવડ્યું છે. પૃથ્વીથી ગ્રહોનું અંતર, તેમનો સ્વભાવ, તેમની ભ્રમણ કરવાની પદ્ધતિ વિગેરે સેટેલાઇટ છોડીને ચકાસણી કર્યા પછી પણ સાચી જ ઠરી છે. મંગળ ઉગ્ર ગ્રહ છે. ત્યાં આગના ગોળા છે. તે ધાર્મિક પુસ્તકોની વાત વૈજ્ઞાનિક રીતે પણ સાચી છે. ચંદ્ર શીતળ ગ્રહ છે. તો ત્યાં પાણી હોવાની વાત પણ સાચી ઠરી છે. તો પછી આ ગ્રહોના પોતાના ગુરુત્વાકર્ષણ અને ભ્રમણથી પૃથ્વી પર અને તેમાં રહેનારા સજીવો પર પણ અસર થાય તે વાત સાચી નહિ હોવાની શેખી મારવી જ અતાર્કિક છે.
એ વાત સાચી છે કે કોઇપણ શોધ કે સંશોધનને વૈજ્ઞાનિક ગણવા માટેના જે પરિમાણો નક્કી થયાં છે તે પરિમાણોની એરણ પર જ્યોતિષ શાત્રને ખરુ ઉતારનાર બુધ્ધિશાળી લોકો તો પહેલેથી જ જ્યોતિષને અવૈજ્ઞાનિક અને ગપગોળા માનીને તેમાં ડોકીયું સુધ્ધાં કરતો નથી. તો પછી આ શાસ્ત્રમાં વૈજ્ઞાનિક સાબિત થવાની સંભાવના અને લોજીકલી તેને માન્ય રીતે લોકભોગ્ય બનાવવાના પ્રયાસો સફળ કેવી રીતે થાય?