જોડીયા બાળકો અને ટેસ્ટટ્યુબ બેબીઃ જ્યોતિષ શાસ્ત્રની નજરે
ભગવાન વિષ્ણુના 10 અવતાર છે, કહેવાય છે મત્સ્યાવતારથી લઇ બુદ્ધાવતાર સુધીના અવતારો ઉત્ક્રાંતિનું ઉદાહરણ છે. કુદરતે બાળકથી માંડીની જરા(વૃદ્ધાવસ્થા) સુધીનું જીવન અવતાર ધારણ કરીને જીવી બતાવ્યું છે. પશું અને પક્ષીનો પણ અવતાર લીધો છે.(કાકભૂશૂંડી). નૃસિંહ અવતાર પણ જીનેટીકલ એન્જિનીયરીંગની વિભાવનાને વિચાર બીજ બનાવતો અવતાર છે. જેમાં મ્યુટન્ટ એટલે કે માનવ શરીર અને પ્રાણીઓની શક્તિનો સમન્વય કરી શકાય તેવો વિચાર છે. તો પછી જરા વિચારો કે કુદરતે ક્યારેક જોડીયા બાળકો તરીકે કેમ કોઇ વિચાર બીજ આપ્યું નહિ હોય.?
ટ્વીન્સ એટલે કે જોડીયા બાળકોને વિજ્ઞાન વિક્રૃતી ગણે છે. ધર્મ પણ વિકૃતિ ગણે છે. તેથી જ તો જોડીયા બાળકો જન્મે તો યમલ દોષની શાંતિ કરાવવી પડે છે. જોડીયા બાળકનું જન્મવું હાલના જમાનામાં એક જ પ્રસુતીમાં બે બાળકો મેળવી લેવાની વૃત્તિના કારણે વધારે લોકપ્રિય બની રહી છે. પતિ અને પત્ની બંને નોકરીયાત હોય, હરિફાઇના જમાનામાં સ્ત્રીઓને બે બાળક મેળવવા માટે બબ્બેવાર પ્રસુતી કરવી પડે અને તેમા સમય બગાડવાનું થાય અને સમવયસ્ક પુરુષોની સરખામણીમાં તેમણે પાછળ ના પડવું પડે તે માટે જોડીયા બાળકોનો કોન્સેપ્ટ વધુ પ્રચલીત બની રહ્યો છે.
જોડીયા બાળકો જ્યોતિષ શાસ્ત્રના આલોચકો માટે હથિયાર છે કે એક જ માતાની કૂખે, એક જ સ્થળે અને એક જ સમયે જન્મેલા બાળકોનું ભવિષ્ય કેમ એક સરખું નથી હોતું. તો પછી જ્યોતિષ વિદ્યા સાચી કેવી રીતે ગણાય. પરંતુ અહી એક વાત યાદ રાખવી પડે તેમ છે કે જોડીયા બાળકોમાં એક જ બાળક કુંડળી મુજબનું ફલાદેશ ભોગવે છે જ્યારે બીજું બાળક પરોક્ષ રીતે બીજા પિંડમાંથી રચાય છે જેથી તેના ફળાદેશમાં સક્રિય બાળકની રેપ્લીકા બને છે. ઘણા બધા મેડિકલી ઓબ્ઝવ્ડ કિસ્સાઓમાં પણ જોડીયા બાળકોમાં એક વધુ સક્રિય અને બીજું વધુ નિષ્ક્રિય જોવા મળ્યું છે.
બીજી મહત્વની વાત એ છે કે જોડીયા બાળકોમાં કયું બાળક મોટું ગણાય તે વિશે પણ મતમતાંતર છે. જે વહેલું જન્મે તે બાળક નાનું ગણાય અને જે પછી થી જન્મે તે બાળક મોટું ગણાય તેવો પણ એક મત પ્રવર્તે છે.. શાસ્ત્રો અનુસાર, જે બાળક પછીથી જન્મે તેનો પિંડ પહેલો બંધાયો હોય છે. જેથી જ્યારે જોડીયા બાળકો હોય ત્યારે માતાને અગ્નિદાહ નાના પુત્રે આપવાનો હોય છે જે વાસ્તવમાં પહેલા જન્મેલું બાળક છે. જ્યારે પછીથી જન્મેલો બાળક મોટો ગણાતો હોવાથી વાસ્તવમાં મોડો જન્મેલો બાળક મોટો ભાઇ ગણાય અને તે પિતાને અગ્નિદાહ આપવાનો હક્કદાર ગણાય છે.
પરંતું હાલમાં તો ટેસ્ટટ્યુબ બેબીનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે, કુદરતી રીતે જો જોડીયા બાળકો જન્મે તો ઓછી વિક્રૃતિ ગણાય પરંતું જો વૈજ્ઞાનિક આધાર સાથે મેડિકેશન સાથે પ્લાનીંગ મુજબ જોડીયા બાળકો જન્મ લે તો તેમાં પહેલું જન્મેલું બાળક જ મોટું ગણાય અને પછીથી જન્મેલું બાળક નાનું ગણાય છે. આવા બાળકોના જન્માક્ષર કે જન્મપત્રિકા તો લગભગ એક સરખી જ હોય છે પરંતું તેમના ફળાદેશ માટે કુંડળીવાળું જ્યોતિષ કરતાં હસ્તરેખા અને સામુદ્રિક શાશ્ત્ર વધું અસરકારક સાબીત થાય છે.
જોડીયા બાળકોમાં મનોવૈજ્ઞાનિક અને મેટાફિઝીકલ રીતે સંખ્યાબંધ નાના માટે ફેરફારો હથેળીની રેખાઓમાં જોવા મળે છે. વળી જન્મતા વેંત જો જોડીયા બાળકો પૈકી કોઇ બાળક બીમાર પડે, કોઇ શારિરીક ખામી સાથે જન્મે તો તો ક્યું બાળક સક્રિય છે અને ક્યું નહિ તે સ્પષ્ટ થઇ જાય છે પરંતું જો બંને દેખાવથી માંડી મેઘા સુધીના બધાજ ક્ષેત્રોમાં એક સરખા દેખાતા હોય તો તેમાં કેવી રીતે ભેદ તારવવો અને તેમને કેવી રીતે ઉછેરવા, તેમની પ્રકૃતિની ભિન્નતા પ્રમાણે તેમનો કેવી રીતે ઉછેર કરવો, તે પણ મહત્વનો ઇશ્યું બની રહે છે.
આવા સમયે, બાળકોનો ઉછેર કરવાનું મેન્યુઅલ જ્યોતિષશાસ્ત્રમાંથી મળે છે. જેમ કે જોડીયા બાળકો હોય ત્યારે બંનેના ઉછેરમાં તેમને એક સરખી રીતે ઉછેરવા ના જોઇએ. તે પૈકી જો કોઇ એક બાળક જમણેરી(જમણા હાથનો ઉપયોગ કરતો) તો બીજાને લેફ્ટી(ડાબોડી) બનાવવાની કોશિષ કરવી, ખાવા પીવામાં પણ આ બાળકોની રૂચિ અલગ અલગ જ હોય છે.