જીવલેણ વ્યાધિ થવાની જાણ જન્મકુંડળીના ક્યા ગ્રહોથી જાણી શકાય
મનુષ્ય વિજ્ઞાનની નવી નવી શોધો કરે છે. જીવનશૈલીમાં પરિવર્તન આવ્યું છે. ખોરાક અને રહેણીકરણીમાં પહેલાં અને અત્યારના સમયમાં એવો તફાવત આવ્યો છે કે જેના કારણે રોજ વિચાર્યું ન હોય કે સાંભળ્યું પણ ન હોય તેવા ગંભીર રોગોએ માથું ઉચક્યું છે. પહેલાં પ્લેગ, અપસ્પાર, ક્ષય જેવા રોગો ગંભીર ગણાતા હતા. આજે જાત જાતના કેન્સર, એઇડસ કે ટ્યુમરના રોગો જીવલેણ ગણાય છે. જન્મકુંડળીમાં પડેલા ગ્રહોથી એ જાણી શકાય કે કોઇ વ્યક્તિની કુંડળીમાં તેના જીવનકાળ દરમિયાન ક્યારેય કોઇ ગંભીર બિમારીનો ભોગ બનવાની સંભાવના છે કે કેમ, જો આવી સંભાવના છે તો તે ક્યારે છે અને તેને રોકવા માટે શું કરી શકાય તે વિશે જાણવું પણ અગત્યનું છે.
જીવલેણ રોગ વિશે જાણવા માટે સહુ પ્રથમ જન્મકુંડળીમાં ક્યું લગ્ન છે અને લગ્નેશ ક્યા સ્થાનમાં પડેલો છે જાણવું પડે. જો લગ્નેશ લગ્નમાં જ હોય, સ્વગ્રહી હોય, ઉચ્ચનો હોય કે કેન્દ્રના સ્થાનમાં પડેલો હોય તો આવા જાતકોને ક્યારેય ગંભીર બિમારી હોવાની સંભાવના રહેતી નથી. બળવાન લગ્ન હોય તો તે સરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારી દે છે. જ્યારે કુંડળીમાં જન્મલગ્નેશ આઠમા કે બારમા સ્થાને પડેલો હોય, અંશાત્મક ક્ષીણ હોય કે નીચ રાશીમાં બિરાજમાન હોય કે વળી રાહુ કે કેતુ સાથે દુષિત થતો હોય તો તેવા જાતકોને જીવનમાં ગંભીર બિમારી થવાની સંભાવના ભારોભાર રહેલી છે. દાખલા તરીકે જો જન્મકુંડળીમાં સિંહ લગ્ન હોય, તેનો સ્વામી સૂર્ય મીન રાશીમાં આઠમા સ્થાને રાહુ કે કેતું સાથે કે પછી નીચના બુધ સાથે યુતિ કરતો હોય તો તેવા જાતકને હ્રદયની કે શ્વાસની ગંભીર બિમારી થવાની શક્યતા રહેલી છે. તો વળી નીચનો બુધ પણ સાથે હોવાના કારણે તેવા જાતકોને જ્ઞાનતંતુઓની બિમારી, પેરાલિસિસ કે મતિભ્રમ થવાની પણ તકલીફ થાય છે.
જો જન્મકુંડળીમાં જન્મલગ્ન અને આઠમા સ્થાનમાં પડેલા ગ્રહો વચ્ચે પરિવર્તન યોગ થતો હોય તો મોટી બિમારીના આસાર જરૂરથી જણાય છે પણ સમયસર ચેતી જવાના કારણે તેમને આ રોગની યોગ્ય સારવાર મળી જાય છે અને તેઓ વધુ પીડામાંથી બચી જાય છે. ગંભીર બિમારીમાં સૌથી વધુ જેનો ડર લાગે છે તે છે કેન્સર, આ બિમારી શરીરના કોઇ પણ અંગમાં થઇ શકે છે. આ બિમારી વારસાગત પણ હોઇ શકે છે અને તે સ્વયં ઉદભવે તેમ પણ બને છે.
લગ્નેશની સ્થિતી મુજબ બિમારીનું ફળ કથનઃ
- લગ્નેશ સૂર્ય આઠમે રાહુ કે કેતુ સાથે હોય ત્યારે કે બારમા સ્થાને હોય ત્યારે કરોડરજ્જુના કેન્સરની બિમારી થવાની શક્યતા સર્જાય છે. ક્યારેક આ યોગમાં આંખમાં પણ સિસ્ટ થાય છે.
- લગ્નેશ ચંદ્ર પાંચમા સ્થાનમાં રાહુ કે કેતુ સાથે હોય તો પેન્ક્રીયાસનું કેન્સર થવાની શક્યતા રહેલી છે. જો આઠમા સ્થાનમાં રાહુ કે કેતુ સાથે લગ્નેશ ચંદ્ર હોય તો તે ફેફસાનું કેન્સર થવાની શક્યતા ઊભી કરે છે.
- લગ્નેશ મંગળ જો સૂર્ય સાથે બારમા સ્થાનમાં હોય તો ડાબી આંખ અને બીજા સ્થાનમાં હોય તો જમણી આંખમાં ટ્યુમર સર્જે છે. જો કે તે કેન્સરના જ વિષાણુઓવાળું હોય તેવું તો સૂર્ય મંગળ અને રાહુની યુતિ થાય અને આ બે પૈકી કોઇ છઠ્ઠા સ્થાનના સ્વામીની સાથે બેસે તો જ બને છે.
લગ્નેશ શુક્ર પાંચમા સ્થાનમાં નીચનો હોય, સાથે રાહુ કે કેતું હોય તો સ્ત્રીઓમાં તે ગર્ભાશયના કેન્સરની સ્થિતી ઊભી કરે છે. જો સાથે મંગળ હોય કે તેના પર મંગળની દૃષ્ટિ હોય તો સર્જરી કરાવવી પડે છે. પરંતું જો સાથે ગુરુ હોય કે તેની દૃષ્ટિ પડતી હોય તો તે મટી શકે છે. તો વળી શુક્ર લગ્નેશ થઇને આઠમા સ્થાને હોય ત્યારે પણ મૂત્રાશય કે પિત્તાશયના કેન્સરની સમસ્યા ઊભી થઇ શકે છે. જો શુક્ર એકલો હોય તો ઓછી પણ રાહુ કે કેતુ સાથે હોય તો આ સમસ્યા વધુ ગંભીર બને છે. ખાસ તો જ્યારે તુલા લગ્નમાં લગ્નેશ શુક્ર બારમા સ્થાને રાહુ કે કેતુ સાથે હોય ત્યારે ચામડીનું કેન્સર થવાની શક્યતા જોઇ