નરેન્દ્ર મોદીમાં અગામી દશકના એિશયન લીડર બનવાની ક્ષમતા છે
શ્રી નરેન્દ્ર મોદી(વડાપ્રધાન, ભારત)
એક ચા વાળામાંથી ભારત જેવી દુિનયાની સૌથી મોટી લોકશાહીના વડાપ્રધાન બનવાનો ચમત્કાર સર્જનાર નરેન્દ્ર મોદી, ભારતના રાજકારણના અાઝાદીમાં ભાગ લેનારા નેતાઅો બાદ, સૌથી વધુ લોકપ્રિય, સૌથી વધુ િવવાદસ્પદ અને સૌથી વધુ ફેસવેલ્યુ ધરાવનારા નેતા બની ચૂક્યા છે. ગુજરાતી હોવાની સાથે સાથે ભારતને મહાસત્તા બનાવવાનું સપનું વધારે ઝનૂનથી જોનાર અને ભારતીયોને બતાડનાર નેતા તરીકે તેઅો અાજની તારીખે ટોચ પર છે. જાપાન હોય કે ચાઇના, અમેિરકા હોય કે અોસ્ટે્િલયા, વિશ્વની તમામ મહાસત્તા સામે છાતી કાઢીને ઊભા રહેવાનું અને ભારતની બહુમતી જનતા જે ભાષા બોલે છે તે જ ભાષા બોલીને દુિનયામાં ભારતનો ડંકો વગાડનાર નરેન્દ્ર મોદી અલગ રાજકારણી બની ચૂક્યા છે. વ્યક્તિત્વનો અાવો િવકાસ કેવી રીતે શક્ય બન્યો? ૧.૨૧ અબજની વસ્તી ધરાવતા દેશમાં છેલ્લા ૩૦ વર્ષમાં કોઇ પક્ષને ના મળી હોય તેટલી બહુમતી ભાજપને અને કોઇ વ્યકિતને ના મળી હોય તેટલી લોકપ્રિયતા નરેન્દ્ર મોદીને મળી છે. અામ થવા પાછળ જ્યોતિષ શાસ્ત્રની દૃિષ્ટએ ક્યા ગ્રહો અને કેવા યોગ જવાબદાર બન્યા હશે?
ગ્રહો કરતાં નરેન્દ્ર મોદીની કુંડળીમાં ૧૧માં અને ૧૨માં સ્થાન વચ્ચેનો સબંધ જ વ્યક્તિત્વનો સૌથી પ્રભાવી િહસ્સો છે. તેમની કુંડળીમાં ૧૨મા સ્થાનમાં સૂર્ય, બુધ અને કેતું છે. તેમાં બુધ સ્વગ્રહી છે.૧૨મું સ્થાન અઢળક પ્રવાસ કરાવે છે. અાવા પ્રવાસથી જ જાત અનુભવથી જન સામાન્યની લાગણી અને જરૂરીયાત અાત્મસાત કરવાની શક્તિ િવકસી છે. ૪૦ વર્ષની ઉંમર સુધી તેઅો અારએસએસ અને ભાજપના અદના સૈનિક તરીકે સમગ્ર ભારત ભ્રમણ કરી ચૂક્યા છે.અન્ય કોઇ ગુજરાતી નેતા કરતાં તેઅો છટાદાર િહન્દી બોલી શકે છે. તેમની શિસ્ત અને િનયમ પાલન ઇમ્પ્રેસિવ છે. જેની પાછળ પાંચમા સ્થાનમાં પડેલા ગુરુની કડક તાલિમ અને પાયાના સંસ્કાર છે.
મૈ સત્તા કે ગલિયારોમે ઘૂમને વાલા અાદમી નહી હું. મૈ યહાં અાયા નહિ હું મુજે બુલાયા ગયા હૈ
તેઅો જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમનો ઘણો િવરોધ થયો હતો. તેમણે ઉપરની વાત કહી હતી તે કેચ લાઇન બની ગઇ હતી. અા વાક્ય તેમનો અાત્મવિશ્વાસ દર્શાવે છે. મુખ્યમંત્રી બનવાનું તેમના નસીબમાં કોઇના વિકલ્પ તરીકે અાવ્યુ હતું. ગુજરાત ભૂકંપની ભૂતાવળ અને દુષ્કાળના ડાકલાઅોથી ઘેરાયેલું હતું અને ભાજપમાં પણ અાંતરિક જૂથબંધી અને બળવાખોરીનો માહોલ હતો. અાવા સમયે સળગતા ગુજરાતનું નેતૃત્વ સંભાળ્યું. ગુજરાતના ગાદીપતિ બન્યાના ટૂંકાગાળામાં જ સદીઅો સુધી યાદ રહે તેવી અને ગુજરાતને અાંતરરાષ્ટ્રીય બદનામીનું કારણ બનાવે તેવો ગોધરાકાંડ સર્જાયો અને પછી િદવસો સુધી અાખું ગુજરાત કોમી હુતાશનીની અાગમાં જલતું રહ્યું.
૧૧મે શનિ િવપરીત રાજયોગ સર્જે છે. વળી તેમની કુંડળીમાં બારમા સ્થાનમાં પડેલા સૂર્ય અને કેતુંના કારણે તેમને જે કાંઇ મળ્યું છે તે વેર ભાવે જ વૈકુંઠની જેમ મળ્યું છે. ગુજરાતમાં બનેલી ઘટનાઅોથી ટૂંકા ગાળા માટે ગુજરાતને અને મોદીજીને ખાસ્સી બદનામી સહન કરવી પડી હતી. અાવા કોમી ભડકાની અાગની ઝાળ નરેન્દ્ર મોદીને પણ લાગી . મુખ્યમત્રી જેવું લોકશાહી ઢબે પુરસ્કૃત પદ શોભાવતા હોવા છતાં અમેરિકાએ તેમના િવઝા િરઝેક્ટ કરી દીધા. અા ભારે નામોશી ભરી વાત હતી. િવઝા કેન્સલ થવા શરમજનક વાત હતી વળી તે પણ જગત જમાદાર જેવા અમેરિકાના િવઝા કે જ્યાં સૌથી વધુ ગુજરાતીઅો વસે છે. અા બાબતને પણ નરેન્દ્ર મોદીએ પચાવી લીધી. અા ઘટનાના તમામ પાસાંને તેમણે પોતાની તરફેણમાં ફેરવી દીધાં. કે પછી કહો કે ફેરવાઇ જવા લાગ્યા.
અા ઘટનાનો નેગેટિવ પબ્લીસીટીનો લાભ એવો મળ્યો કે,ભારતના લોકો દેશના કોઇપણ મુખ્યમંત્રીને અોળખે તેના કરતાં વધુ લોકો નરેન્દ્ર મોદીનેઅોળખતા થઇ ગયાં. હેટ મોદી.. વેવના કારણે. છઠ્ઠા સ્થાનમાં રાહું તેમને અા કુનેહ અાપે છે.પોતાની જ નબળાઇને પોતાની ક્ષમતા બનાવી લેવાની સૌથી મોટી અાવડત તેમની કુંડળીમાં ૧૧માં સ્થાનમાં પડેલા શનિને કારણે અાવી છે. તેઅોની રાજદ્વારી કુનેહ, અનુભવ, પરિપક્વતા અને જે કોઇ તેમના કરિશ્માથી અંજાઇ શકે તેવાને અાંજીને અને જે િવરોધ કરે તેને કુશળતાથી હાંસિયામાં ધકેલી દેવાની તેમની અાવડત શનિની દેન છે. અા કૌશલ્યને વાપરીને ૧૦ વર્ષના ગાળામાં તેમણે િવકાસને મુદ્દો બનાવીને એવી જાદુઇ છડી ફેરવી કે ગુજરાત દેશના અન્ય રાજ્યો માટે ઇર્ષા અને દુિનયાના અન્ય દેશો માટે દાવત બની ગયું.
તેમના ગ્રહો અને ગોચરના ગ્રહોનો અભ્યાસ કરીએ તો જોવા મળે છે કે, તેમનું તુલા લગ્ન છે અને લગ્નેશ શુક્ર ૧૧માં લાભ સ્થાને છે. જે શનિ સાથે યુતિ કરે છે. શનિ લોખંડી વ્યક્તિત્વ અને શુક્ર ચુંબકીય અાકર્ષણનો કારક છે. જે કારણ ઉંમર વધતી જાય તેમ તેમ તેમની લોકપ્રિયતા વધતી જાય છે. પાંચમા સ્થાનમાં ગુરુ જ્ઞાન અને તેના સાચા સમયે ઉપયોગનું ટાઇમીંગ અાપે છે. બીજા સ્થાનમાં(કુટુંબ ભુવન)માં ચંન્દ્ર નીચનો હોવાથી કૌટુંબિક જવાબદારીઅો અોછી અને વસુધૈવ કુટુંબકમ્ ની ભાવના વધે છે. જ્યારે વૃશ્ચિક રાશિનો મંગળ અદ્વિતીય તાકાત અને નેતૃત્વના ગુણ દર્શાવે છે. તેના કારણે કોઇ પણ પરિસ્થિતીમાં તેઅો િવચલિત થતા નથી. ક્યારે લાગણીશીલ બનવું અને ક્યારે કઠોર બનવું, ક્યારે કોની પાસે કેવી રીતે કામ લેવું, લોકોની ઇચ્છા અને અપેક્ષાઅોની નાડ પારખવી, વાણીની સાથે સાથે બોડી લેગ્વેજનો સમન્વય કરીને લોકોના િદલમાં સ્થાન બનાવવું તે તેમને સારી રીતે અાવડતું હતું. તેમને કોઇ પણ વ્યક્તિને કેવી રીતે સમજાવી દેવા અને ક્યારે ડરાવી દેવા તે સુપેરે અાવડે છે.
અાગામી ભવિષ્યમાં તેમના ગ્રહોની ચાલ એવું બતાવે છે કે તેઅોના જન્મના બીજા સ્થાનમાં બીજા સ્થાનમાં જ શનિનું ભ્રમણ થઇ રહ્યું છે. અાગામી અઢી વર્ષ સુધી શનિનું અા ભ્રમણ તેમને કૂટનીતિ અને અાંતરિક ક્ષેત્રે યશ અપાવે તેવા પ્રસંગો ઊભા કરશે.
તો વળી કર્ક રાશિમાં ગુરુ તેમના ૧૦મા સ્થાનમાંથી પસાર થતો હોવાથી તેમના માટે અા ઘણો સારો સમય છે. તુલાના શનિના સમયમાં મોદી રાજગાદી પર બેઠા હોવાથી તે સુંદર વહીવટની અપેક્ષા પુરી કરવામાં મદદ કરશે. તો વળી ટીમને કાબૂમાં રાખવામાં રાહુની કુનેહ તેમને ખાસ મદદ કરશે.
એિશયાની અાગામી સદી છે. તે વાતને અાગળ કરીને ચીન, જાપાન અને અન્ય એિશયાઇ દેશોને અાગળ લાવવાની ધરી બનાવી શકે તેવી મોદીની કુશળતા પુત્રના લક્ષણ પારણામાંથી હોય તેમ જ દેખાઇ રહી છે. અાગામી સદીમાં નરેન્દ્ર મોદી ચોક્કસપણે એિશયાના નેતા તરીકે ઊભરી અાવશે.